________________
તા. ૧૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ કે “જો તમે મને તે વસ્તુઓ નહીં આપો તો હું મારું જીવિત તજી દઈશ.” રાજાએ કહ્યું કે “તને જેમ રુચે એમ કર.” તે સાંભળીને ચેલણાને ઘણો રોષ ચઢ્યો. તેથી મહેલના ગોખમાં એકલી આર્તધ્યાન કરતી બેઠી. રોષનો આવેશ હોવાથી રાત્રિ છતાં તેને નિદ્રા ન આવી. તે વખતે તે ગોખ નીચે સેચનક હાથીનો મહાવત અને મગધસેના નામની દાસી પરસ્પર વાતો કરતા હતા. તેમાં દાસીએ પોતાના જાર મહાવતને કહ્યું કે “કાલે દાસીઓનો મહોત્સવ છે, તેથી તું મને આ ચંપકમાળા હાથીના કંઠમાંથી ઉતારીને આપ, જેથી તે પહેરીને હું મારી જાતિમાં અધિક શોભા પામું.” મહાવત બોલ્યો કે “રાજાની આજ્ઞાના ભંગનું દુઃખ સહન કરવા હું સમર્થ નથી.” દાસીએ કહ્યું કે “ત્યારે હું પ્રાણ તજીશ.” મહાવત બોલ્યો કે “હું બ્રહ્મદત્ત ચક્રીની જેવો મૂઢ નથી, કે જેથી સ્ત્રીના વચનથી ચિતામાં પ્રવેશ કરવા તૈયાર થાઉં.” (તે બ્રહ્મદત્તને બકરાએ બોધ આપ્યો હતો વગેરે કથા પૂર્વે લખાઈ ગઈ છે.) તે સાંભળીને દાસી બોલી કે – “હું મરું તો મારા જીવની જાઉં, તેમાં તારું શું ગયું? તું તો બીજી સ્ત્રીમાં આસક્ત થઈ મારું નામ પણ નહીં લે; પરંતુ તારું મન પથ્થર કરતા પણ વધારે કઠણ દેખાય છે.” ઈત્યાદિક તેમની વાતો સાંભળીને ચેલણાએ વિચાર્યું કે “હું જો પ્રાણનો ત્યાગ કરું તો તેમાં રાજાને કાંઈ પણ હાનિ થવાની નથી. તેને તો બીજી પાંચસો રાણીઓ છે, પણ હું તપ સંયમાદિક કર્યા વિના મનુષ્યજન્મથી ભ્રષ્ટ થાઉં” એમ વિચારીને તે પાછી રાજા ઉપર અનુરાગવાળી થઈ.
એકદા તે હારનો દોરો તૂટી ગયો. પેલા દર્દીરાંક દેવતાએ હાર આપતી વખતે કહ્યું હતું કે “આ હાર તૂટ્યા પછી તેને જે સાંધશે તે મસ્તક ફાટવાથી મરણ પામશે.” રાજાએ શહેરમાં પડહ વગડાવ્યો કે “જે આ અઢાર સરનો હાર સાંધી આપશે તેને રાજા એક લાખ દિનાર આપશે.” તે સાંભળીને એક વૃદ્ધ મણિકારે પોતાના કુટુંબના સુખ માટે પડહ ગ્રહણ કર્યો. તે વખતે રાજાએ તેને અર્ધો લાખ દ્રવ્ય પ્રથમ આપ્યું અને કહ્યું કે “જ્યારે હાર પૂરો સંધાશે ત્યારે બાકીનું દ્રવ્ય આપશું.” પછી તે હાર લઈને તે મણિકારે પોતાના ઘરના ભાગમાં એક સરખી ભૂમિ પર તે હાર મૂક્યો, પછી એક સૂક્ષ્મ દોરી ઘી તથા મધથી વાસિત કરીને મોતીનાં છિદ્રમાં પરોવવા લાગ્યો, પણ મોતીના છિદ્ર વાંકા હોવાથી તેને સાંધવાને સમર્થ થયો નહીં. તેવામાં મધની ગંધથી ઘણી કીડીઓ ત્યાં આવી. તે દોરીનો છેડો પકડીને ધીમે-ધીમે મોતીનાં છિદ્રમાં ચાલી, એટલે તે દોરી પરોવાઈ ગઈ. પછી તે મણિકારે ગાંઠ વાળીને હાર સાંધી દીધો; પરંતુ તત્કાળ તેનું મસ્તક ફાટી ગયું, તેથી તે મૃત્યુ પામીને તે જ ગામમાં વાનર થયો.
એકદા દરેક ઘર ફરતાં-ફરતાં પોતાનું ઘર તથા પુત્રાદિકને જોઈને તેને જાતિસ્મરણ થયું. તે જોઈને પુત્રો ઉપરની અનુકંપાથી તેણે “હું તમારો પિતા છું” એવા અક્ષર પુત્રની પાસે લખ્યા. તે જોઈને તેના સર્વે સ્વજનોએ આશ્ચર્ય પામી વિચાર્યું કે “અહો ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે!” પછી તે વાનરે અક્ષર લખ્યા કે “બાકીનું દ્રવ્ય રાજાએ તમને આપ્યું કે નહીં ?” પુત્રો બોલ્યા કે “નથી આપ્યું” તે સાંભળીને તેને રાજા ઉપર દ્વેષ ઉત્પન્ન થયો, પછી તે હારની ચોરી કરવા માટે