________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫ હું તારા પતિને જોઉં તો તેનો વધ કરું.” એટલે મારી સ્ત્રીએ નેત્રની સંજ્ઞાથી મને દેખાડ્યો કે તરત જ મારા કેશ પકડીને મને બહાર કાઢ્યો અને લીલી વાધરથી મને બાંધી લીધો. પછી પલ્લીપતિ વગેરે સર્વ જનો સૂઈ ગયા. મને બાંધ્યો હતો ત્યાં કેટલાએક કૂતરા આવ્યા. તેમણે મારા સર્વ બંધન ભક્ષણ કર્યા, તેથી હું બંધનમુક્ત થયો. પછી તે ચોરના જ ખગથી મેં પલ્લી પતિને મારી નાખ્યો અને મારી સ્ત્રીના કેશ પકડીને ખેંચી અને કહ્યું કે “જો બૂમ પાડીશ તો હું તારું પણ શિર છેદી નાખીશ.” એટલે તે સ્ત્રી મૌન ધરી રહી. પછી તેને લઈને હું બહાર નીકળી ચાલવા માંડ્યો. તે મારી સ્ત્રીએ માર્ગમાં કંબલ ફાડીને તેના કકડા નાખવા માંડ્યા,
પ્રાતઃકાળે હું તેની સાથે એક વાંસની જાળમાં વિસામો ખાવા માટે રોકાયો. થોડીવારે મારી સ્ત્રીએ નાંખેલા કંબલના કકડાને અનુસાર તે પલ્લીપતિના અનુચરો આવી પહોંચ્યા અને મને ખૂબ માર માર્યો. પછી મારા પાંચ અંગોને પાંચ ખીલાથી જડી લઈ મને પૃથ્વી સાથે ચોંટાડી દીધો અને મારી ભાર્યાને લઈને તેઓ પાછા ચાલ્યા ગયા. થોડીવારે એક વાનર મારી પાસે આવ્યો અને તે મને જોઈને મૂછ પામ્યો. કેટલીક વારે સાવધ થઈને તે શલ્યોદ્ધરણી (શલ્યનો ઉદ્ધાર કરનારી) અને સંરોહણી (ઘા રુઝાવનારી) ઔષધિ લઈને મારી પાસે આવ્યો. તેનાથી મને શલ્ય રહિત કર્યો. પછી મારી સમીપે તેણે અક્ષરો લખ્યા કે - “હું તારા ગામમાં સિદ્ધકર્મા નામનો વૈદ્ય હતો, તે વખતે પણ મેં તને સાજો કર્યો હતો. તે હું મરીને આ વનમાં વાનર થયો છું. આ વનમાં કોઈ એક વાનરે મને પ્રહાર કરીને સર્વે પરિવાર લઈ લીધો છે. હું યૂથથી ભ્રષ્ટ થયેલો અહીં તારી પાસે આવ્યો છું. તને જોઈને મને જાતિસ્મરણ થયું તેથી મેં તને શલ્યથી મુક્ત કર્યો છે. હવે તું પણ મારો સહાયભૂત થા; જેથી મારા શત્રુ વાનરનો હું પરાજય કરું.” તે સાંભળીને હું તે મર્કટની સાથે ગયો, ત્યાં બને મર્કટોનું યુદ્ધ શરૂ થયું. તેમાં મારી સાથેના મર્કટનો પરાજય થયો, ત્યારે તેણે મને કહ્યું કે “તેં મારી સહાયતા કેમ ન કરી?” મેં કહ્યું કે “તમે બન્ને રૂપ અને વર્ણાદિકે કરીને સમાન દેખાઓ છો, તેથી મારો મિત્ર કોણ અને તેનો શત્રુ કોણ તે હું ઓળખી શક્યો નહીં.” તે સાંભળીને તે મર્કટ નિશાની માટે પોતાના કંઠમાં પુષ્પમાળા નાખીને ફરીથી યુદ્ધ કરવા ગયો. તે વખતે મેં બીજા વાનરને પત્થર વડે મર્મસ્થાનમાં પ્રહાર કર્યો, જેથી તે મૃત્યુ પામ્યો. પછી હું મારા મિત્ર વાનરની રજા લઈને પાછો ચોરની પલ્લીમાં ગયો. ત્યાં મારી ભાર્યા સાથે આલિંગન કરીને સુતેલા પલ્લીપતિના ભાઈને મેં ખડ્રગ વડે મારી નાંખ્યો અને બળાત્કારથી મારી સ્ત્રીને લઈને મારે ઘેર આવ્યો. પરંતુ સર્વ પ્રકારના દુઃખનો અનુભવ થવાથી મને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી મેં તત્કાળ સંસાર છોડીને ચારિત્ર ગ્રહણ કર્યું. હે મંત્રી ! આજે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં તે ભયનું સ્મરણ થયું.” તે સાંભળી મંત્રી બોલ્યો કે “હે મુનિ ! આપે તે સ્ત્રીનો સંગ છોડીને ચારિત્ર લીધું તે ઘણું ઉત્તમ કામ કર્યું છે.”
- પછી ત્રીજે પ્રહરે ધન્યમુનિ સુસ્થિતમુનિના દેહને પ્રમાવા ગયા. તે પણ તેવી જ રીતે હાર જોઈને “અહો ! મોટો ભય ઉત્પન્ન થયો” એમ બોલતા ઉપાશ્રયમાં આવ્યા. અભયકુમારે પૂછ્યું કે “હે પૂજય ! વીતરાગના માર્ગમાં રહેલાને અતિ ભય ક્યાંથી હોય?” મુનિ બોલ્યા કે,