________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
* ૨૯૮ સુસ્થિતમુનિ વાળું દૈષ્ણત આગળ કહે છે तथैव सुस्थितं साधु, कायोत्सर्गजुषं मुदा ।
देहप्रमार्जनार्थाय, द्वियामे सुव्रतो ययौ ॥१॥ ભાવાર્થ :- જ પ્રમાણે હર્ષપૂર્વક કાયોત્સર્ગને સેવનારા સુસ્થિતમુનિના દેહનું પ્રમાર્જન કરવા માટે બીજે પ્રહરે સુવ્રત સાધુ ગયા.” આ શ્લોકમાં સૂચવેલા સુવ્રત મુનિનો સંબંધ આ પ્રમાણે છે -
હવે બીજે પ્રહરે સુસ્થિતમુનિના દેહને પ્રમાર્જવા માટે સુવ્રત સાધુ ઉપાશ્રયની બહાર નીકળ્યા. તે પણ પોતાનું કાર્ય કરીને હાર જોઈ બીજો પ્રહર પૂરો થયે પાછા વળ્યા, અને “અહો ! મહાભય ઉત્પન્ન થયો” એમ બોલ્યા તે સાંભળીને અભયકુમાર મંત્રીએ પૂછ્યું કે “હે પૂજ્ય ! જેમણે ગૃહકાર્યોનો સર્વથા ત્યાગ કર્યો છે, એવા મુનિને મોટો ભય શું?” સાધુ બોલ્યા કે “પૂર્વે અનુભવેલ ભય સ્મરણમાં આવ્યો.” મંત્રીએ તેનું સ્વરૂપ પૂછ્યું, એટલે સુવ્રતમુનિ બોલ્યા કે “અંગદેશને વિષે વ્રજ નામના ગામમાં મદહરનો પુત્ર હું સુવ્રત નામે હતો. મારે સીરિભટ્ટા નામની પત્ની હતી. એકદા તે ગામમાં ચોરો પેઠા, તેમના ભયથી સર્વ લોકો નાસી ગયા. હું એકાન્ત સ્થળમાં સંતાઈ ગયો. તે વાતથી અજાણી મારી સ્ત્રીએ ચોરોને કહ્યું કે “તમે સ્ત્રીઓને કેમ હરી જતા નથી.” તેના આવા વાક્યથી ચોરોએ તેનો અભિપ્રાય જાણીને તેનું હરણ કર્યું અને પોતાના પલ્લીપતિને અર્પણ કરી, પછી મારા સ્વજનો મને વારંવાર કહેવા લાગ્યા કે “તું વધૂને બંધનથી કેમ છોડાવતો નથી !” તો પણ હું તેની શોધ કરતો નહોતો.
અન્યદા સ્વજનોનો બહુ આગ્રહ થવાથી હું એકલો ચોરની પલ્લીમાં ગુપ્ત રીતે ગયો. ત્યાં એક વૃદ્ધ ડોશીને ઘેર રહ્યો. એક દિવસ મેં તે ડોશીને મારી સ્ત્રીનું હરણ થયેલું જણાવ્યું. તેથી તે વૃદ્ધાએ પલ્લીપતિને ઘેર જઈને તે સ્ત્રીને કહ્યું કે “તારે માટે તારો પતિ અહીં આવ્યો છે.” તે સાંભળી સીરિભટ્ટા બોલી કે “આજે પલ્લીપતિ બહાર જવાનો છે, તેથી તેના ગયા પછી સાંજે મારા પતિને મારી પાસે મોકલજો.” પછી તે વૃદ્ધાના કહેવાથી હું મારી સ્ત્રી પાસે ગયો, તેણે મારું સારી રીતે આસનાદિકથી સન્માન કર્યું. તેવામાં પલ્લીપતિ અપશુકન થવાથી પાછો આવ્યો. તેથી મારી સ્ત્રીએ મને પલંગની નીચે સંતાડી દીધો. પલ્લીપતિ પણ આવીને તે જ પલંગ ઉપર બેઠો. તેથી હું ભયભીત થયો. પછી મારી સ્ત્રીએ પલ્લીપતિને પૂછ્યું કે, “હે પલ્લીશ ! જો કદાચ મારો પતિ અહીં આવે તો તમે શું કરો?” તેણે જવાબ આપ્યો કે “સત્કારપૂર્વક તને તારા પતિને પાછી સોંપી દઉં.” તે સાંભળીને તેણે વક્ર ભ્રકુટી કરીને સંજ્ઞા કરી, એટલે તે ફરીથી બોલ્યો કે - “જો