________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ “ક્ષમા ગુણ ધારણ કરનાર મુનિને ધ્યાનથી ચલિત કરવા માટે રાગથી વિહ્વળ થયેલી તે સ્ત્રી કોઈપણ ભવમાં સમર્થ થઈ નહીં અને તે મુનીશ્વર પણ અનેક પ્રકારના પરિષણો ઉત્પન્ન થયા છતાં એકાગ્ર ધ્યાનથી ભ્રષ્ટ થયા નહીં.”
૨૯૦
કાચોત્સર્ગ નામનો બારમો તપાચાર प्रायो वाङ्मनसोरेव, स्याद्ध्याने हि नियंत्रणा । कायोत्सर्गे तु कायस्याप्यतो ध्यानात् फलं महत् ॥१॥ ऊर्ध्वस्थशयिताद्यैश्च, कायोत्सर्गः क्रियारतैः ।
एकोनविंशतिदोषैर्मुक्तः कार्यों यथाविधि ॥२॥ ભાવાર્થ:- ધ્યાનમાં પ્રાયે વાણી અને મનની જ નિયંત્રણા (કબજે રાખવાપણું) થાય છે. પણ કાયોત્સર્ગમાં તો કાયાની પણ નિયંત્રણા થાય છે. માટે ધ્યાન કરતાં કાયોત્સર્ગનું મોટું ફળ છે (૧), ક્રિયામાં આસક્તિવાળા પુરુષોએ ઊભા રહેવા વડે તથા શયન વગેરેએ કરીને ઓગણીશ દોષે કરીને રહિત એવો કાયોત્સર્ગ યથાવિધિ કરવો. (૨)
એકાંત સ્થાનમાં લાંબા હાથ રાખીને કાયોત્સર્ગ કરવામાં આવે છે, તે કાયોત્સર્ગનિર્યુક્તિમાં કહેલી ઘોડાયાઉંડમા એ ગાથામાં કહેલા ઓગણીશ દોષ રહિત ઊભા રહીને અથવા શયનાદિક વડે કરવો. આદિનું ગ્રહણ કર્યું છે માટે બેઠા-બેઠા પણ કરી શકાય છે. તેમાં છબસ્થ અવસ્થામાં તીર્થકર અને જિનકલ્પી મુનિ વગેરે તો ઊભા રહીને જ કાયોત્સર્ગ કરે છે, કેમકે તેઓ બેસવું, સુવું વગેરે કાંઈ કરતા નથી. કદાચિત જિનકલ્પી બેસે છે, ત્યારે પણ તે ઉત્કટિક આસને જ બેસે છે અને સુવે તો પણ તે જ આસને રાત્રિના ત્રીજા પ્રહરે સુવે છે, સ્થવિરકલ્પીએ પોતાની શક્તિ પ્રમાણે કાયોત્સર્ગ કરવો, પણ તેના ઓગણીશ દોષ તજવા. આ પ્રસંગ ઉપર એક વૃત્તાંત લખીએ છીએ.
સુસ્થિતમુનિનું દષ્ટાંત શ્રી રાજગૃહી નગરીમાં દર્દૂર નામના દેવતાએ શ્રેણિક રાજાના સમકિતની પરીક્ષાથી પ્રસન્ન થઈને તેને અઢાર સરનો એક હાર, દિવ્ય વસ્ત્રયુગલ તથા બે કુંડળ આપ્યા હતાં. રાજાએ હાર ચેલણાને આપ્યો અને વસ્ત્ર તથા કુંડલ સુનંદાને આપ્યા. તે જોઈને ચેલણાએ ખેદ પામીને કહ્યું