________________
૬૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
છિદ્ર જોવા લાગ્યો. એકદા ચેલણા રાણી સાયંકાળે વાવમાં સ્નાન કરતી હતી, તે વખતે તેણે સર્વ અલંકારો ઉતારીને બહાર મૂક્યા હતા, તેમાં તે હાર દેખીને લાગ જોઈને વાનરે તે હાર ગુપ્ત રીતે ઉપાડી લીધો અને પોતાના પુત્રને આપ્યો. રાણી ન્હાઈને અલંકાર પહેરવા લાગી તે વખતે હાર જોયો નહીં, તેથી તે વિલખી થઈ ગઈ. તેણે તે વૃત્તાંત રાજાને કહ્યો. રાજાએ અભયકુમારને બોલાવીને કહ્યું કે “આ હાર સાત દિવસમાં શોધી લાવ, તે સિવાય તારો જીવવાનો ઉપયા દેખાતો નથી.” પછી અભયકુમાર મંત્રીએ તે હારની નિરંતર શોધ કરવા માંડી.
હવે તે નગરમાં કોઈ આચાર્યના પાંચ શિષ્યો આવ્યા હતા. તેમના શિવ, સુવ્રત, ધન્ય, જોણક અને સુસ્થિત એવા નામ હતાં. તેમાંથી સુસ્થિત મુનિ જિનકલ્પીપણું અંગીકાર કરવાની ઈચ્છાથી તેની પાંચ પ્રકારની ભાવના ભાવતા હતા. (તુલના કરતા હતા.) તેના નામ આ પ્રમાણે :તવેળ સત્તળ, સુત્તેળ, પાત્તળ વભેળ ય । तुलना पंचहा वुत्ता, जिणकप्पं पडिवज्जओ ॥१॥
*
ભાવાર્થ :- “જિનકલ્પ પ્રતિપન્ન કરવાને ઈચ્છનાર મુનિને માટે તપ, સત્ત્વ, સૂત્ર, એકત્ત્વ અને બળ એ પાંચ પ્રકારની તુલના કહી છે.”
પહેલી તપ ભાવના આ પ્રમાણે છે કે – પ્રથમ તે પોરસી વગેરે તપનો અભ્યાસ કરે છે, તેમાં ગિરિનદીમાં ઉતરતા સિંહની જેમ ક્ષુધાનો વિજય ક૨વાને માટે ત્રણ ગણું તપ કરવું. જેમ કોઈ પર્વતમાંથી નીકળતી નદી જળથી ભરપૂર હોય, તે નદીને ઉતરતો સિંહ સરલ માર્ગ આવે ત્યાં સુધી વક્ર ગતિએ ચાલે, તેવી જ રીતે એક-એક ઉપવાસની વૃદ્ધિ કરતા કાંઈપણ હાનિ ન થાય તેમ છ માસના ઉપવાસ કરવા સુધી તપને વૃદ્ધિ પમાડે. બીજી સત્ત્વ ભાવના એ છે કે- રાત્રિને વખતે પ્રથમ ઉપાશ્રયમાં રહીને કાયોત્સર્ગ કરતા સર્પ, ચોર, ગોપાળ તથા ભયંકર સંગ્રામ વગેરેથી ભય પામે નહીં અને રાત્રિના પહેલા ત્રણ પ્રહર સુધી ધ્યાનમાં જ સ્થિત રહે, બિલકુલ નિદ્રા લે નહીં. તેને કાયોત્સર્ગ કરવાના પાંચ સ્થાન છે. તેમાં પ્રથમ ઉપાશ્રયમાં, બીજું ઉપાશ્રય બહાર, ત્રીજું ચૌટામાં, ચોથું શૂન્ય ઘરમાં અને પાંચમું સ્મશાનમાં. આ સ્થાનોમાં ધ્યાનમગ્ન રહેતા ભયંકર સ્વરૂપવાળા દેવતાઓ બીવડાવે તો પણ કિંચિત્ ભય પામે નહીં; સર્વત્ર નિર્ભયરહે. (આ ભાવનામાં ભય અને નિદ્રાનો જય કરવાનો છે.) ત્રીજી સૂત્ર ભાવના એવી રીતે છે કે - નંદીસૂત્ર વગેરે સર્વ શાસ્ત્ર પોતાના નામની જેમ કોઈપણ વખતે ભૂલે નહીં, કંઠે રાખે અને કાળના પ્રમાણને સૂત્રના આધારે બરાબર જાણે. શ્વાસોચ્છ્વાસ, પ્રાણ, સ્તોક, મુહૂર્ત તથા પોરસી વગેરે કાળના પ્રમાણને દિવસે તથા રાત્રિએ મેઘાદિકથી આકાશ છવાયું હોય તો પણ યથાસ્થિત જાણે, તથા પડિલેહણનો કાળ, બે ટંકનો પ્રતિક્રમણનો કાળ, ભિક્ષાનો કાળ તથા વિહારાદિકનો કાળ પણ દેહની છાયા ન દેખાતી હોય ત્યારે પણ બરાબર જાણે.
ચોથી એકત્વ ભાવના એવી રીતે છે કે - જો કે પ્રથમ ગૃહસ્થીપણાનું સ્ત્રી ધનાદિક સંબંધી