________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ મુનિએ જવાબ આપ્યો કે “અમે કાંઈ જાણતા નથી, પણ પુષ્પાકર ઉદ્યાનમાં અમારા ગુરુ શીલાકર નામના આચાર્ય પધાર્યા છે, તે સર્વ જાણે છે.” તે સાંભળીને ધની આચાર્ય મહારાજ પાસે ગઈ અને વંદના કરીને તેને પણ પ્રથમની જેમ સૌભાગ્યમંત્રાદિ માટે પૂછ્યું. આચાર્ય બોલ્યા કે -
तिलुक्कवसीकरणो, समत्तमणचिंतिअत्थसंजणणो । जिणपन्नत्तो धम्मो, मंतो ते चेव न हु अन्नो ॥१॥ जेहिं विहिओ न धम्मो, पुव्वं ते एत्थ दुत्थिया जीवा।
किं पसरइ दारिइं, चिंतारयणेवि संपत्ते ॥२॥
અર્થ :- “ત્રણે લોકને વશ કરનાર અને સમગ્ર મનચિંતિત પદાર્થને આપનાર એવો એક જિનેશ્વરકથિત ધર્મરૂપી મંત્ર જ શ્રેષ્ઠ છે; બીજો કોઈ મંત્ર તેવો નથી જેણે પૂર્વ જન્મમાં ધર્મનું અનુષ્ઠાન કર્યું નથી તેઓ જ આ જન્મમાં દુઃખી થાય છે; બાકી જેને ચિંતામણિ રત્ન પ્રાપ્ત થયું હોય તેની પાસે શું દારિદ્ર રહી શકે?” તે સાંભળીને ગોવર્ધન શેઠે પૂછ્યું કે “હે ગુરુ ! આ મારી પુત્રીએ પૂર્વ જન્મમાં કેવું પાપકર્મ કર્યું છે કે જેથી આ ભવમાં આવા દુર્ભાગ્યથી કલંકિત થઈ?” આચાર્ય બોલ્યા કે “આ તારી પુત્રીએ પ્રથમ રોહિણીના ભવમાં ગુરુની અવજ્ઞા કરી હતી; તેથી અસંખ્ય જન્મમાં અનેક દુઃખો અનુભવીને આ ભવે તારી પુત્રી થઈ છે. પૂર્વભવનું કર્મ ભોગવવું કાંઈક બાકી રહ્યું છે, તેથી આ જન્મમાં પણ તેને આવું દુર્ભાગ્ય પ્રાપ્ત થયું છે.” આ પ્રમાણે સાંભળતાં જ બનીને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું, તેથી તેણે પોતાનો પૂર્વભવ દીઠો એટલે તે બોલી કે “હે પૂજ્ય ગુરુ ! આપનું કહેવું સત્ય છે.” ગુરુ બોલ્યા કે –
इहलोइए वि कज्जे, सुगुरुं पणमंति माणवा निच्चं ।
किं पुण परलोअपहे, धम्मायरिअं पईवसमं ॥१॥
ભાવાર્થ :- “મનુષ્યો આ લોકના કાર્યોમાં પણ સદ્દગુરુને હંમેશાં નમે છે, તો પછી પરલોકના માર્ગમાં પ્રદીપ સમાન આચાર્યને નમવું તેમાં તો શું કહેવું?”
આ પ્રમાણે સાંભળીને પનીએ પૂર્વે કરેલા પાપની આલોચના કરીને ગુરુ પાસે બાર વ્રતરૂપ ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ધર્મક્રિયામાં તત્પર થઈ. તીવ્ર તપ કરવા લાગી. પારણાને દિવસે વસ્ત્ર, અન્ન, પાન, પાત્ર, શયા વગેરે જે જે જેને અનુકૂળ હોય તે તેમને સાધુઓને) પ્રાસુક અને એષણીય આપવા લાગી. પછી મનના ઉલ્લાસપૂર્વક શુભ પરિણામે કરીને તે ધનીએ ચારિત્ર ગ્રહણ કર્યું અને અતિચાર રહિત ચારિત્રનું પ્રતિપાલન કરીને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી Aવીને આ તારી વિપુલમતિ નામે સ્ત્રી થઈ છે. ગુરુની ભક્તિ કરવાથી તેની આવી નિર્મળ બુદ્ધિ થઈ છે અને ભોગસંપત્તિ પણ પ્રાપ્ત થઈ છે.