________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૫૩
ભાવાર્થ :- “જે કોઈ મનુષ્યો સિદ્ધ થયા છે, સિદ્ધ થાય છે અને સિદ્ધ થશે તે સર્વે શુભાશયવાળા ધ્યાનતપના બળે કરીને જ સિદ્ધિપણું પામે છે એમ જાણવું.”
અહીં એવો મતલબ છે કે નાનાપ્રકારનાં દુસ્તર તપ તપે, તો પણ તે શુભ ધ્યાનથી જ સિદ્ધિને પામે છે, કેમકે મરુદેવી માતા અને ભરત ચક્રી વગેરે તપ વિના પણ સિદ્ધિ પામ્યા છે, માટે મોક્ષનું વ્યવધાન રહિત અવધ્ય સાધન શુભ ધ્યાન જ છે. બીજા સર્વ સત્કૃત્યો પરંપરાએ કરીને જ મોક્ષના સાધન છે, સર્વ સુકૃત્યો કરતાં શુભ ધ્યાનનું જ સર્વ પ્રકારે અતિશયપણું છે. કહ્યું છે કે -
निर्जराकरणे बाह्याच्छ्रेष्ठमाभ्यन्तरं तपः ।
तत्राप्येकातपत्रत्वं, ध्यानस्य मुनयोः जगुः ॥१॥ ભાવાર્થ :- “નિર્જરા કરવામાં બાહ્ય તપ કરતાં અભ્યત્તર તપ શ્રેષ્ઠ છે, તેમાં પણ ધ્યાનતપનું એક છત્રપણું છે. તે તપ ચક્રવર્તી છે', એમ મુનિઓ કહે છે. ધ્યાનના કાળનું પ્રમાણ આ પ્રમાણે કહ્યું છે -
अन्तर्मुहूर्त्तमात्रं यदेकाग्रचित्ततान्वितम् ।
तद्ध्यानं चिरकालानां, कर्मणां क्षयकारणम् ॥१॥ ભાવાર્થ:- “અન્તર્મુહૂર્ત માત્ર જે એકાગ્ર ચિત્તપણું તે ધ્યાન કહેવાય છે. તેવું ધ્યાન ઘણા કાળના બાંધેલા કર્મોનો ક્ષય કરવામાં કારણભૂત છે.” આ અર્થને પુષ્ટિ કરનારું સિદ્ધાન્તનું વાક્ય પણ છે કે –
अंतोमुहत्तमित्तं, चित्तावत्थाणमेगवत्थुमि ।
छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥१॥ ભાવાર્થ:- “એક જ વસ્તુમાં અંતર્મુહૂર્ત માત્ર જે ચિત્તની એકાગ્રતા તે છબસ્થોનું ધ્યાન છે અને યોગનિરોધ તે જિનેશ્વરોનું ધ્યાન છે.”
આ ધ્યાન ઘણા કાળના સંચિત કરેલા અનન્ત કર્મોનો પણ તત્કાળ ક્ષય કરે છે. તે વિષે ભાષ્યકાર કહે છે કે –
जह चिरसंचिअमिधणमणलो य पवणसहिओ दुअं डहइ । तह कम्मिंधणममि खणेण झाणाणलो डहइ ॥१॥ .
ભાવાર્થ :- “જેમ ચિરકાળના એકઠાં કરેલા કાષ્ઠોને પવનની સાથે રહેલો અગ્નિ બાળી નાખે છે, તેમ અનન્ત કર્મરૂપી ઈંધનને એક ક્ષણમાત્રમાં જ ધ્યાનરૂપી અગ્નિ બાળી નાખે છે.”