________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ પ્રકારની વિભૂષાથી રહિત રાખવું (૨). સ્ત્રીને અને તેના અંગોપાંગોને પણ જોવાં નહીં (૩). સ્ત્રીની પ્રશંસા કરવી નહીં, તથા તેનો પરિચય પણ કરવો નહીં (૪). તથા બુદ્ધિમાન એટલે તત્ત્વને જાણનાર મુનિએ શુદ્ર એટલે અપ્રશસ્ય એવી સ્ત્રીકથા કરવી નહીં (૫). આ પાંચ ભાવનાથી જેનું અંતઃકરણ ભાવિત થયું છે, એવો ધર્માનુપ્રેક્ષી એટલે ધર્મના આસેવનમાં તત્પર સાધુ બ્રહ્મચર્યને ધારણ કરે છે, અર્થાત્ તે વ્રતને પુષ્ટ કરે છે.
પાંચમા મહાવ્રતની ભાવના આ પ્રમાણે છે :
जे सद्दरूवरसगंधमायए, फासे य संपप्पमणुण्णपावए ।
गेही पउसं न करेज्ज पंडिए, से होइ दंते विरए अकिंचणे ॥५॥
શબ્દાર્થ - “જે સાધુ મનોજ્ઞ ને અમનોજ્ઞ એવા આગંતુક શબ્દ, રૂપ, રસ અને ગબ્ધ એ ચાર તથા સ્પર્શ મળી પાંચ પ્રકારના ઈન્દ્રિયના વિષયોને પામીને તેના પર ગૃદ્ધિ કે પ્રષ કરે નહીં તે પંડિત, જિતેન્દ્રિય ને સર્વ સાવધ કર્મથી વિરક્ત એવો સાધુ અકિંચન એટલે પરિગ્રહ રહિત કહેવાય છે.”
ભાવાર્થ - “જે સાધુ શબ્દ, રૂપ, રસ, ગંધ એ ચાર પ્રકારના ભાવતા એવા ઈન્દ્રિયના વિષયો પ્રત્યે તેમજ સ્પર્શ પ્રત્યે-મનોજ્ઞ અને અમનોજ્ઞ-ઈષ્ટ અને અનિષ્ટ એવાને પામીને તેના પર ગૃદ્ધિ તે મૂછ અને પ્રદ્વેષ તે દ્વેષ યથાક્રમે ન કરે, અર્થાત્ ઈષ્ટ વિષયોને પામીને ગૃદ્ધિ ન કરે અને અનિષ્ટને પામીને દ્વેષ ન કરે તે મુનિ દાંત, જિતેન્દ્રિય, સર્વસાવદ્ય યોગથી વિરત અને અકિંચનનિષ્પરિગ્રહી થાય છે. પાંચ પ્રકારના વિષયો સંબંધી અભિવૃંગ ને પ્રàષ એટલે રાગ અને દ્વેષ તજી દેવો એ પાંચમા વ્રતની પાંચ ભાવના જાણવી.
આ પ્રમાણે દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ મળીને પચીશ ભાવના જાણવી. ઈત્યાદિ અનેક યુક્તિથી મહાવ્રતનો ભાર ઉપાડવો દુષ્કર છે.
પંચાગ નામના મજુર પાસેથી આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજા બોલ્યો કે “હે પંચાખે ! તું મહા પરાક્રમી છે, આટલો પાંચ કળશીનો મોટો ભાર વહન કરે છે, મહાકષ્ટનો અનુભવ કરે છે, છતાં તે પંચમહાવ્રતનો ત્યાગ શા માટે કર્યો? કેમકે તેમાં કાંઈ ભાર નથી, આ વ્રત તો સુખેથી નિર્વાહ થઈ શકે તેવાં છે, મને તો તેમાં કાંઈ પણ દુષ્કર જણાતું નથી.” તે સાંભળીને પંચાગ બોલ્યો કે “હે સ્વામી! આપે ઘણીવાર ઈન્દ્રિયોને યોગ્ય એવા વિષયો ભોગવ્યા છે, હવે આપના પુત્રને રાજ્ય સોંપીને મુનિને યોગ્ય એવું સંયમ એક જ દિવસને માટે અંગીકાર કરો, અને તેને યોગ્ય ક્રિયાનુષ્ઠાન કરો.” આ પ્રમાણેનાં પંચાગના વચનથી તે અભિમાની રાજા વ્રતને માટે ઉદ્યમી થયો. તે વાત જાણીને તેની રાણીઓ બોલી કે “હે પ્રાણનાથ ! અમે તમારું પડખું એક ક્ષણ પણ છોડશું નહીં, તમારા વિના અમે કોઈપણ વસ્તુથી રતિ પામશું નહીં. વળી મનોહરરમણિક કામિનીના ભોગને યોગ્ય એવું આ તમારું શરીર અંત, પ્રાંત અને તુચ્છ આહારાદિક