________________
४४
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ આવા ટાઢના વખતમાં ધનમિત્રે જિનદત્તને કૌતુકથી કહ્યું કે -
“કોઈપણ માણસ ગામ બહારના ઉદ્યાનમાં ઠંડા જલથી ભરેલા તળાવમાં આ માઘ માસને સમયે આખી રાત્રિ સુધી કંઠપ્રમાણ જળમાં ઉભો રહે તો તેને હું એક લાખ દીનાર આપું.” તે સાંભળીને લોભી જિનદત્તે સર્વ લોકની સમક્ષ તેમ કરવાનું અંગીકાર કર્યું અને આખી રાત્રિ તેવી જ રીતે નિર્ગમન કરી પછી પ્રભાતે આવીને ધનમિત્રને કહ્યું કે “મને લાખ દીનાર આપ.” ધનમિત્ર બોલ્યો કે “તું આખી રાત્રિ તેવી જ રીતે રહ્યો છે તેની ખાત્રી શી? જિનદત્ત બોલ્યો કે “તારા ઘરમાં આખી રાત્રિ દીવો બળતો હતો, તે નિશાનીથી તારે ખાત્રી માનવી.' ધનમિત્ર બોલ્યો કે “ત્યારે તો દીવો જોવાથી તારી ટાઢ જતી રહી, માટે હવે તને ધન નહીં આપું તે સાંભળીને જિનદત્ત ખેદયુક્ત ચિત્તે ઘેર ગયો. તેને ચિંતાતુર જોઈને વિપુલમતિ પુત્રી બોલી કે હે પિતા! તમે ખેદ કરો મા, તમને જે રીતે ધનની પ્રાપ્તિ થશે તેમ હું કરીશ.” પછી પુત્રીના કહેવાથી જિનદત્તે ભર ઉનાળામાં ધનમિત્રને પોતાને ઘેર ભોજનનું આમંત્રણ કર્યું. મધ્યાહ્ન સમયે તેને જમવા બેસાડ્યો. ભોજનમાં મીઠાવાળો અને સ્નિગ્ધ પદાર્થ વિશેષ હતો. તેથી ભોજન કરતા વચમાં ધનમિત્રે પાણી પીવા માગ્યું. તે વખતે જિનદત્તે શીતળ જળની ભરેલી ગાગર દેખાડીને કહ્યું કે : “જેમ તે વખતે શિયાળામાં દીવો જોવાથી મારી ટાઢ નાશ પામી હતી, તેમ આજે આ પાણીની ગાગર જોવાથી તારી તૃષા પણ નાશ પામો.' ધનમિત્ર આનો જવાબ આપી શક્યો નહીં, એટલે તે હારી ગયો; તેથી શરતમાં ઠરાવેલ લાખ રૂપિયા તેણે જિનદત્તને આપ્યા પછી જિનદત્તે તેને જળ આપ્યું. ભોજન કર્યા પછી ધનમિત્ર પોતાને ઘેર ગયો અને વિચારવા લાગ્યો કે “આ બુદ્ધિ કોની?' તે વખતે કોઈએ કહ્યું કે “જિનદત્તની પુત્રી વિપુલમતિની.” તે સાંભળી ધનમિત્રે પરણવા માટે વિપુલમતિનું માંગુ કર્યું પણ જિનદત્તે વિચાર્યું કે “મારી પુત્રી હું એને પરણાવીશ તો તે ક્રોધથી તેનું વિરૂપ કરશે.” એમ ધારીને તેને આપી નહીં. ત્યારે વિપુલમતિ બોલી કે “હે પિતા ! મને ધનમિત્ર સાથે પરણાવો. બુદ્ધિના પ્રસાદથી બધું સારું થશે. કેમકે -
यस्य बुद्धिर्बलं तस्य, निर्बुद्धेश्च कुतो बलम् ।
बद्धो गजो वने मत्तो, मूषकैः परिमोचितः ॥१॥ ભાવાર્થ - “જેને બુદ્ધિ છે તેને જ બલ છે, નિબુદ્ધિને બળ ક્યાંથી હોય? વનમાં મદોન્મત્ત હાથીને બાંધેલો હતો તેને બુદ્ધિમાન ઉંદરે મુક્ત કર્યો હતો.” (આ દષ્ટાંત પંચતંત્રમાંથી જાણી લેવું.)
પુત્રીના આવા વચન સાંભળી જિનદત્તે ધનમિત્રની સાથે તેને પરણાવી. વિવાહ થયા, પછી ઘેર લઈ જઈને ધનમિત્રે વિપુલમતિને પાણી વિનાના એક કૂવામાં નાંખી અને તેને કહ્યું કે : “તને પુત્ર થાય ત્યાં સુધી કપાસ કાંતતી અને કાંગના ચોખા ખાતી આમાં રહેજે. હું દ્રવ્ય ઉપાર્જન કરવા પરદેશ જાઉં છું. એમ કહીને ધનમિત્ર પરદેશ ગયો. પછી વિપુલમતિએ તે કૂવાથી પિતાના ૧. ધનમિત્રે કહેલી હકીકતની જિનદત્તને ખબર પડ્યા પછી કોઈ માણસ દ્વારા વિપુલમતિએ કહેવરાવેલી યુક્તિ પ્રમાણે આ સુરંગ ખોદાવી.