________________
૪૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૯૪
નવમો વૈચાવૃત્ય નામનો તપ
यथाहं तत्प्रतीकारो व्याधिपरिषहादिषु । वैयावृत्त्यं तद्भाव्यं, विश्रामणाशनादिभिः ॥१॥
"
--
ભાવાર્થ :- “વ્યાધિ ને પરીષહાદિકમાં જેમ ઘટે તેમ તેનો પ્રતિકાર (ઉપાય) કરવો અને વિશ્રામણા તથા અશનાદિકે કરીને વૈયાવૃત્ય કરવું.”
વિશ્રામણા એટલે ગ્લાન મુનિને અથવા માર્ગમાં અટન કરવાથી શ્રમિત થયેલા મુનિને નિવૃત્તિ માટે તેના હાથ, પગ, પૃષ્ઠ, જાંઘ વગેરે અવયવોને હાથની મુષ્ટિથી દબાવવા તે. તે વિશ્રામણા ગુરુ વગેરેની અવશ્ય નિરંતર કરવી જોઈએ. અશન એટલે આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે આપીને શક્તિ પ્રમાણે અનુકૂળ વર્તન કરવું તે. આ વિશ્રામણા કરવા વડે અને અશનાદિક આપવા વડે વૈયાવૃત્ય કરી કહેવાય છે. આવું વૈયાવૃત્ય સર્વને અવશ્ય કરવા લાયક છે. આ વિષય ઉપર ઘણાં દૃષ્ટાંતો છે. તેમાં ભરતચક્રી તથા બાહુબલિએ પોતાના પૂર્વ ભવમાં હંમેશાં પાંચસો સાધુને અન્ન પાણી લાવી આપવાનો તથા વિશ્રામણા કરવાનો અભિગ્રહ લીધો હતો, તેના તથા વાસુદેવના જીવ નંદીષેણ મહર્ષિએ રોગીનું વૈયાવૃત્ય કરવાનો અભિગ્રહ લીધો હતો તેના દૃષ્ટાંત જાણવાં. તથા પરીષહ-ઉપસર્ગ થાય ત્યારે તેનો પ્રતિકાર અવશ્ય કરવો. તે ઉપર હરિકેશી મુનિનું વૈયાવૃત્ય કરનાર હિંદુક નામના યક્ષનું દૃષ્ટાંત છે, તે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રથી જાણી લેવું.
આ વૈયાવૃત્યનું ફળ સૂત્રમાં વિશેષ અધિક વર્ણવ્યું છે. યત :
"वेयावच्चेण भंते जीवे किं जणइ ? गोयमा निच्चगोयं कम्मं न बंधइ "
वेयावच्चं निययं करेह, उत्तमगुणे धरंताणं । सव्वं किर पडिवाई, वेयावच्चं अपडिवाई ॥१॥
पडिभग्गस्स मयस्स व, नासइ चरणं सुअं अगुणणाए । न हु वेयावच्चं चिअ, असुहोदय नासए कम्मं ॥२॥
ભાવાર્થ ઃ- ગૌતમસ્વામી પૂછે છે કે “હે ભગવન્ ! વૈયાવૃત્ય કરવાથી જીવને શું ઉત્પન્ન થાય ?” પ્રભુ કહે છે કે “હે ગૌતમ ! વૈયાવચ્ચ કરનાર નીચ ગોત્રકર્મ બાંધે નહીં.” વળી “નિરંતર વૈયાવૃત્ય કરવું, જો કે બીજા ઉત્તમ ગુણો કોઈ ધારણ કરે, પણ તે સર્વ ગુણો કોઈવાર પ્રતિપાતી થાય છે (ભ્રષ્ટ થાય છે), પણ વૈયાવૃત્ય ગુણ અપ્રતિપાતી છે. તે ગુણથી પ્રાણી ભ્રષ્ટ થતો નથી. ૧. મદે કરીને ભ્રષ્ટ થયેલા માણસનું ચારિત્ર નષ્ટ થાય છે અને આવૃત્તિ વિના (વારંવાર