________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૪૧
યથાર્થ કહી આપ્યું.” તે સાંભળીને માતા બોલી કે : “હે વત્સ ! હવે તું ફરીથી ચારિત્ર ગ્રહણ કર.” તે બોલ્યો કે : “હે માતા ! હંમેશા સંયમક્રિયાનું પાલન કરવું અને દુષ્કર લાગે છે. નિરંતર સુડતાલીશ દોષ રહિત આહાર ગ્રહણ કરવો, એક નિમેષ માત્ર પણ પ્રમાદ કરવો નહીં, “કરેમિ ભંતે' ના ઉચ્ચાર સમયથી આરંભીને પ્રાણાંત સમય સુધી અતિચાર રહિત ચારિત્રનું પાલન કરવું. ઈત્યાદિ સાધુની સમગ્ર ક્રિયા નિરંતર કરવા હું શક્તિમાન નથી. હું મહાપાપી છું, તેથી વ્રતનું પાલન કરી શકીશ નહીં, તેથી હે માતા ! જો તમારી આજ્ઞા હોય તો હું અનશન ગ્રહણ કરું.” તે સાંભળીને ભદ્રા સાધ્વી હર્ષ પામી સતી બોલી કે “હે ભદ્ર! આ સમયે અનશન પણ તારે માટે યોગ્ય છે.”
અનંત ભવભ્રમણ કરવામાં નિમિત્તરૂપ વ્રતભંગ યોગ્ય નથી, પરંતુ તું આવા સ્વલ્પ માત્ર પંચ મહાવ્રતનું પાલન કરવામાં ઉગ પામે છે, તો અનશન પાળવું તે તો મહાદુષ્કર છે. યોગ્ય માણસને જ તે અનશન પ્રાપ્ત થાય છે. તું તો શુભ અને અશુભ મુગલોને જોઈને રાગ અને વિરાગ ધારણ કરે છે, માટે હમણાં તો તારો વિશ્વાસ જ્ઞાનીના વચનથી આવશે, તે વિના આવશે નહિ. અન્નક વિચારવા લાગ્યો કે “ખરેખર મારી માતાનો રાગ મારા પર અત્યંત છે.” પછી માતાની પરીક્ષા કરવા માટે તે બોલ્યો કે “હે માતા ! હમણાં થોડા દિવસમાં મારા શરીરનો સર્વથા નાશ થશે, તે વ્યથા તમે શી રીતે સહન કરશો?” ભદ્રા બોલી : “હે પુત્ર તું સત્ય કહે છે, પરંતુ એક વાત કહું તે સાંભળ, તારા વિરહથી દુઃખ પામીને મેં વિચાર્યું હતું કે “મારો પુત્ર ધર્મ કર્યા વિના ઈન્દ્રાદિકને પણ દુર્લભ એવા સંયમરૂપી રત્નનો તૃણની માફક ત્યાગ કરશે તો સંસારના મહાદુઃખો પામશે; તેથી તેને હું તત્કાળ બોધ કરું.” તે સાંભળીને અન્નક બોલ્યો કે “હે માતા! તમે આ લોકમાં અને પરલોકમાં બન્નેમાં સુખદાયી થયા છો. વધારે શું કહું? તમે મારો સમ્યફ પ્રકારે ઉદ્ધાર કર્યો છે. પ્રથમ તમે મને જન્મ આપનાર થયાં અને પછી અનંત જન્મનો નાશ કરનાર ધર્મ આપનાર થયાં.”
ઈત્યાદિ માતાની સ્તુતિ કરીને ગુરુ પાસે જઈ તેણે ફરીથી ચારિત્ર લીધું. પછી જ્ઞાનીના વચનથી વિશ્વાસ પામીને માતાએ આજ્ઞા આપી એટલે તેણે સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરીને, પોતાના દુરિતની નિન્દા કરીને, સર્વ પ્રાણીઓને ખમાવીને, સૂર્યનાં કિરણોથી તપેલી બાહ્ય વનની શિલા ઉપર બેસીને ચાર શરણ અંગીકાર કરી પાદપોપગમન અનશન ગ્રહણ કર્યું. પછી અતિ દારુણ ઉષ્ણ વેદનાને સમ્યફ પ્રકારે સહન કરતા તે અહંન્નક મુનિ શરીરે અતિ કોમળ હોવાથી માખણના પિંડની જેમ એક મુહૂર્તમાત્રમાં જ ગળી જઈ તત્કાળ સ્વર્ગસુખને પામ્યા.
ચંદ્રમુખી સ્ત્રીના સ્નેહપાશમાં બંધાયા છતાં પણ અન્નકે પોતાની માતાને જોઈને વિનય તો નહીં અને તેથી જ તે ફરીને પોતાના દુષ્કૃતનો ત્યાગ કરી સ્વર્ગનું સુખ પામ્યા.”