________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ એકદા મહેલની બારીમાં બેઠેલા અન્નકે તેને દીઠી. તેની તેવી ઉન્મત્ત સ્થિતિ જોઈ તેને ઓળખીને અન્નક વિચાર કરવા લાગ્યો કે “અહો ! મારું કેવું અવિનયપણું ! “અહો મેં કેવું દુષ્કર્મ કર્યું! ક્ષણિક સુખને માટે મેં આ સ્ત્રીના વચનથી મુક્તિના સુખને આપનારા વ્રતનો ત્યાગ કર્યો અને આવા દુઃસહ કષ્ટમાં મારી માતાને નાંખી. લૌકિક શાસ્ત્રમાં અડસઠ તીર્થો કરતા પણ માતાના વિનયનું ફળ અત્યંત કહેલું છે. તેમાં પણ આ મારી માતા તો જૈનધર્મજ્ઞ હોવાથી અને ચારિત્ર અંગીકાર કરેલી વિશેષ કરીને પૂજય છે. હા ! હા ! ચારિત્રનો ભંગ કરીને મેં મારા આત્માને ભવસાગરમાં નાંખ્યો એટલું જ નહીં પણ આ મારી માતાના મહાવ્રતનો લોપ થવામાં પણ હું જ સહાયભૂત થયો. અહો ! પરંપરાથી મારા પાપમાં કેટલી બધી વૃદ્ધિ થઈ? આ ચંદ્રવદના સીએ પ્રારંભમાં મિષ્ટ લાગે તેવું બહારથી સુંદર પણ પરિણામે અનન્ત દુઃખ આપનાર હાવભાવાદિ રૂપ વિષનું મને પાન કરાવ્યું. તેના લાવણ્યને, સુંદર વેષને અને નિપુણતાને ધિક્કાર છે! આની સર્વ ચતુરાઈ કેવળ નરકને જ આપનારી છે. તે ચેતન ! હવે તારે માટે બે માર્ગ છે. એક તો આ ચંદ્રમુખીએ બતાવેલ પાપમાર્ગ અને બીજો આ આર્યાએ બતાવેલો પુન્યમાર્ગ. આ બેમાંથી જે કલ્યાણકારી હોય તેનું આચરણ કર. પણ અત્યારે તો મારે મારી દુઃખી માતાના શોકનું ઉમૂલન કરવું યોગ્ય છે.” એમ વિચારીને અન્નક એકદમ તે ઘરમાંથી બહાર નીકળ્યો. તેની પાછળ તે ચંદ્રમુખી પણ એકદમ આવીને વિરહના વિલાપ વગેરે અનેક પ્રકારના અનુકૂળ ઉપસર્ગ કરતી બોલી કે “હે નિર્દય ! હમણા તને સ્ત્રીહત્યાનું પાપ લાગશે. હે કઠોર ! શા માટે મને વૃક્ષના શંગ ઉપરથી પાડી નાંખે છે? શા માટે મને દુઃખરૂપી ચિતામાં હોમે છે ? શા માટે માલતીના પુષ્પની માળા જેવી કોમળ સુંદર અને અકુટિલ એવી મને તજે છે? મને રસીલી બનાવીને હવે વિરસ કેમ કરે છે !” આ પ્રમાણેના તેના વચનો સાંભળીને અન્નક બોલ્યો કે “હે પાપસમુદ્ર ! ક્ષણિક સુખને માટે આવા ફોગટ વિલાપો શા માટે કરે છે? પહેલા હું અજ્ઞાનગ્રસ્ત હતો, તેથી તેમને વિલાસમાં પાડી નાંખ્યો અને મેં ત્રણ લોકને અદ્વિતીય શરણરૂપ પરમાત્માના ધર્મને દૂષિત કર્યો. હવે અહીં રહેવું મને યોગ્ય નથી. આ મારી માતાને ધન્ય છે કે જેણે મને વિવેક માર્ગ દેખાડ્યો. સંસારમાં પડવાના માર્ગ બતાવનાર તો દુનિયામાં ઘણા દેખાય છે, પરંતુ ભવસાગરમાં પડેલાનો ઉદ્ધાર કરવામાં ને તેને પવિત્ર કરવામાં સમર્થ તો મારી માતા સમાન બીજું કોઈ નથી. હવે જીવિત પર્યત ઈન્દ્રની અગ્રમહિષીનું સુખ મળે તો તેને પણ ઈચ્છતો નથી, તો પછી મનુષ્ય જાતિની સ્ત્રીના સુખની ઈચ્છા તો શેની જ કરું? મન-વચન-કાયાએ કરીને મેં સર્વ સંસારસુખનો ત્યાગ કર્યો છે?”
ઈત્યાદિ કહીને પછી લજ્જા સહિત વિનયયુક્ત પોતાની માતાને નમીને તે બોલ્યો કે “હે માતા ! આ તમારા કુળમાં અંગારા જેવો અન્નક તમને નમે છે.” એમ કહીને નેત્રમાં અશ્રુ લાવીને તે માતાને નમ્યો. તેને જોઈને તે માતા સ્વસ્થ ચિત્તવાળી થઈ સતી હર્ષથી બોલી કે “હે પુત્ર ! આટલા દિવસ તું ક્યાં રહ્યો હતો?” ત્યારે અન્નકે દંભરહિતપણે પૂર્વે અભ્યાસ કરેલા પ્રશસ્ત ધર્મરાગથી અનંતગણા શુભ વૈરાગ્યયુક્ત અધ્યવસાયવાળા થઈને પોતાનું સર્વ વૃત્તાન્ત