________________
૩૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ આહત ધર્મ શ્રવણ કરીને વૈરાગ્ય પામેલા દત્તે પોતાની સ્ત્રી અને પુત્ર સહિત દીક્ષા ગ્રહણ કરી. દત્ત મુનિ સારી રીતે ક્રિયાયુક્ત છતાં પણ “આગળ જતાં મારો પુત્ર સંયમનું પાલન કરશે એમ ધારીને તથા પુત્ર ઉપરના વાત્સલ્યને લીધે ઉત્તમ ભોજન લાવી લાવીને પુત્રનું પોષણ કરતા હતા, કોઈપણ વખત પુત્રને ભિક્ષા લેવા મોકલતા નહીં. તે જોઈને બીજા સાધુઓ “આ બાળ સાધુ સમર્થ છતાં પણ તેની પાસે શા માટે ભિક્ષા મંગાવતા નથી?' ઈત્યાદિક મનમાં વિચાર કરતા, પણ તેને કાંઈ પણ કહી શકતા નહીં. કેમકે પુત્રનું પિતા પાલન કરે તેમાં કોણ નિષેધ કરી શકે? પછી કેટલેક કાળે દત્ત મુનિ ઉનાળાના સમયમાં સમાધિથી મરણ પામ્યા. તેના વિયોગથી અહંન્નક સાધુને મહાદુઃખ પ્રાપ્ત થયું. પિતાના વિરહથી દુઃખી થયેલા તેને બીજા સાધુઓએ બે-ત્રણ દિવસ સુધી તો આહાર લાવી આપ્યો. પછી તેઓએ અહંન્નકને કહ્યું કે હવે તું પોતે જ ભિક્ષા માટે અટન કર. તારા પિતાની જેમ હવે હંમેશા કોઈ લાવીને આહાર આપશે નહીં. આ પ્રમાણે કર્ણમાં સીસુ રેડ્યા જેવું વચન સાંભળીને અન્નક ખેદયુક્ત થઈ બીજા સાધુઓની સાથે ભિક્ષા માટે ચાલ્યા. પૂર્વે કોઈપણ વખત તેણે જરા પણ શ્રમ લીધો નહોતો અને શરીર અત્યંત સુકુમાર હતું. તેથી ગ્રીષ્મ ઋતુના સૂર્યના ઉગ્ર કિરણોથી તપેલી ધૂળમાં ચાલવાથી તેના પગ દાઝવા લાગ્યા, માથું પણ સૂર્યના કિરણોથી તપી ગયું અને તૃષા લાગવાથી મુખ પણ સુકાઈ ગયું. તેવી રીતે ચાલતા તે અહિંન્નક મુનિ બીજા સાધુઓથી પાછળ રહી ગયા. એટલે વિશ્રામને માટે કોઈ એક ગૃહસ્થના મહેલની છાયામાં ઉભા રહ્યા. ત્યાં ઉભા રહેલા કામદેવ સમાન આકૃતિવાળા તેને ચંદ્રના જેવા મુખવાળી અને જેનો પતિ પરદેશ ગયેલો હતો એવી તે ઘરની માલિક સ્ત્રીએ દીઠા. તે બાળમુનિને જોઈને તેણે વિચાર્યું કે “અહો ! શું આનું અપૂર્વ સૌંદર્ય છે કે જે જોવા માત્રથી જ મારા મનનું આકર્ષણ કરે છે! માટે આ યુવાનની સાથે વિલાસ કરીને મારું યૌવન સફળ કરું.” એમ વિચારીને તેણે તે સાધુને બોલાવવા માટે દાસીને મોકલી. દાસીએ તેને બોલાવ્યા. એટલે તે પણ તેના ઘરમાં ગયા. તેને આવતા જોઈને હર્ષના ભારથી જેના કુચકુંભ પ્રફુલ્લિત થયા છે એવી તે સ્ત્રી તેની સામે આવી અને હાસ્યથી મિશ્રિત થયેલા દાંતના કિરણોથી અધરોષ્ઠને તેજસ્વી કરતી તથા નેત્રને નીચા રાખીને વાંકી દૃષ્ટિથી કટાક્ષ કરતી તે સ્ત્રીએ તેને પૂછ્યું કે “હે પ્રાણના જીવન સમાન ! તમે શું માંગો છો?” ત્યારે અહંન્નક મુનિ બોલ્યા કે – “હે સારા લોચનવાળી કામદેવની પ્રિયા ! હું ભિક્ષા માગું છું.” તે સાંભળીને તેણે વિચાર્યું કે “આ સાધુને હું કામદેવને ઉદીપન કરનારા ઔષધોથી મિશ્રિત સ્નિગ્ધ, મધુર અને જોવા માત્રથી જ વિકાર ઉત્પન્ન કરે તેવો આહાર આપીને વશ કરુ” એમ વિચારીને તેણે મનોહર એવા ઘણા મોદક તેને આપ્યા. તે પણ પર્યટન કરવાથી ગ્લાનિ પામ્યા હતા, તેથી આવા સુંદર મોદક મળવાથી ઘણો હર્ષ પામ્યા. પછી તે સ્ત્રીએ સ્નેહયુક્ત દૃષ્ટિથી જોતાંજોતાં તેને પૂછ્યું કે “હે યુવાન ! મારા અંગમાં વ્યાપેલા કામવિકારના તાપસમૂહનું નિવારણ કરવામાં સમર્થ, તથા કદલીના સ્તંભ જેવી કોમળ અંધાવાળી અને માખણના જેવા સુકુમાર અંગવાળી કમનીય કામિનીઓને સ્પૃહા કરવા યોગ્ય એવું આ યૌવન પામીને શા માટે પરીષહરૂપી કુઠાર વડે વૃક્ષની જેમ આ પ્રફુલ્લ યૌવન રૂપી વાડીનું ઉન્મેલન કરો છો? વ્રત ગ્રહણ કરવાનો