________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
ભાવાર્થ - “બાહ્ય તથા અભ્યતર ભેદ વડે વિનય બે પ્રકારનો કહેલો છે. તે બાહ્ય તથા અત્યંતરના પણ લોક અને લોકોત્તર એવા બે બે ભેદ છે.”
વંદન કરવું, વચનથી સ્તુતિ કરવી, ઉભા થવું, સન્મુખ જવું એ વગેરે બાહ્ય વિનય કહેવાય છે અને અન્તઃકરણથી વંદનાદિક કરવું, તે અત્યંતર વિનય કહેવાય છે. આ બે પ્રકારના વિનયના ચાર ભાંગા થઈ શકે છે. તે આ પ્રમાણે - કોઈક પ્રાણી માત્ર બાહ્ય વિનય દેખાડે છે, પણ અભ્યત્તર વિનય હોતો નથી. શીતલાચાર્યની જેમ (૧). કોઈ પ્રાણી અભ્યત્તર વિનય કરે છે, પણ બાહ્ય વિનય કરતો નથી; સાતમા દેવલોકના દેવતાની જેમ. તે વિષે પાંચમા અંગમાં કહ્યું છે કે સાતમા દેવલોકના દેવોએ શ્રી મહાવીર સ્વામીને ભાવથી વંદન કરીને મન વડે જ પ્રશ્ન કર્યો. તેથી પ્રભુએ પણ “મારા સાતસો શિષ્યો મોક્ષ પામશે એવો ઉત્તર આપ્યો. તે વખતે સંદેહ ઉત્પન્ન થવાથી ગૌતમ વગેરે મુનિઓએ સ્વામીને પૂછ્યું કે “હે ભગવન્! આ દેવોએ બાહ્ય વિનય કેમ ન કર્યો ?' ત્યારે પ્રભુએ આન્તર ભક્તિથી પૂછેલા પ્રશ્નાદિકનું સર્વ વૃત્તાન્ત કહ્યું, તે સાંભળીને તેઓ વિસ્મય પામ્યા (૨). કોઈક પ્રાણી અતિમુક્તક ઋષિની જેમ બન્ને પ્રકારનો વિનય કરે છે (૩). તથા કોઈ પ્રાણી ગોષ્ઠામાહિલ્લ અને મંખલીપુત્ર વગેરેની જેમ બેમાંથી એકેય પ્રકારનો વિનય કરતા નથી (૪).
આ બન્ને પ્રકારના વિનય લૌકિક તથા લોકોત્તર ભેદે કરીને બે બે પ્રકારના છે. તેમાં પિતા વગેરેને વિષે બાહ્ય વિનય કરવો તે લૌકિક બાહ્ય વિનય કહેવાય છે અને તે પિતા વગેરેને વિષે આત્તર પ્રીતિથી વંદન, અભ્યત્થાનાદિક કરવાં, તે લૌકિક અભ્યત્તર વિનય કહેવાય છે. લોકોત્તર એવા જૈન માર્ગમાં રહેલા આચાર્યાદિકનો અભ્યસ્થાનાદિક બાહ્ય વિનય કરવો, તે લોકોત્તર બાહ્ય વિનય કહેવાય છે તથા તે આચાર્યાદિકનું અંતરંગ પ્રીતિથી વિધિવંદનાદિક વડે ધ્યાન કરવું તે લોકોત્તર અભ્યત્તર વિનય કહેવાય છે.
બીજા સર્વ ગુણોથી ભ્રષ્ટ થયા છતાં પણ જો વિનયવાળો હોય તો તે ધર્મ પામી શકે છે. કહ્યું છે કે –
अन्यैर्गुणैः प्रभ्रष्टोऽपि, यद्यस्ति विनयो दृढः ।
भूयो गुणानवाप्नोति, अर्हन्नकनिदर्शनम् ॥१॥ ભાવાર્થ:- “બીજા ગુણોથી ભ્રષ્ટ થયા છતાં પણ જો વિનય ગુણ દઢ રહ્યો હોય તો તે ફરીથી પણ અનિકની જેમ ગુણને પામે છે.”
અઈનક મુનિનું દૃષ્ટાંત તગરા નામની નગરીમાં દત્ત નામે શ્રાવક રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની સાથે પાંચ ઈન્દ્રિય સંબંધી સુખ ભોગવતાં અનિક નામનો પુત્ર થયો. એકદા અઈન્મિત્ર નામના સૂરિ પાસે