________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ m
undo સંભાર્યા વિના) શ્રત નષ્ટ થાય છે. પણ વૈયાવૃત્ય ગુણ કદાપિ નાશ પામતો નથી, અને અશુભોદયવાળા કર્મનો નાશ કરે છે. ૨.
આ વૈયાવૃત્ય કરવાનું તથા ન કરવાનું ફળ વિપુલમતિના દષ્ટાંતથી જાણવું. કહ્યું છે કે -
गुरुभत्तिं अकुणंता, कुगइं जीवा लहंति पणरवि । तं च कुणंता सुगइं; विउलमई इत्थ दिटुंतो ॥१॥
ભાવાર્થ:- “ગુરુની ભક્તિ નહિ કરવાથી જીવો મુગતિને પામે છે અને પાછાં ગુરુભક્તિ કરવાથી સારી ગતિને પામે છે, તે ઉપર વિપુલમતિનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે -
વિપુલમતિની કથા વિરાટ દેશમાં વિજયપુરી નામે નગરી છે. તેમાં શ્રીચૂડ નામે રાજા રાજય કરતો હતો. તે રાજાનો બહુ માનીતો જિનદત્ત નામે શ્રેષ્ઠિ પરમ શ્રાવક હતો. તે શ્રેષ્ઠિને સદબુદ્ધિ વાળી વિપુલમતિ નામે પુત્રી હતી. તે જ નગરીમાં ધનમિત્ર નામે એક શ્રાવક રહેતો હતો. તે જિનદત્તનો મિત્ર હતો. તે બન્ને મિત્રો જૈનધર્મ પાળતા હતા. એકદા શિયાળાની ઋતુ આવી. શીતઋતુનું વર્ણન કોઈ કવિએ ભોજરાજાની પાસે કર્યું છે કે -
शीते त्राणपटी न चास्ति शकटी भूमौ च घृष्टा कटी। निर्वाता न कुटी न तंडुलपुटी तुष्टिर्न चैका घटी ॥ वृत्ति रभटी प्रिया न गुमटी तन्नाथ मे संकटी ।
श्रीमन् भोज तव प्रासादकरटी भक्ता ममापत्तटी ॥१॥
ભાવાર્થ:- “આ ટાઢની ઋતુમાં મારી પાસે શીતથી રક્ષણ કરનારું વસ્ત્ર નથી, તાપવા માટે સગડી નથી, પૃથ્વી પર કટી ઘસવી પડે છે, અર્થાત્ ભૂમિ પર પાથરવાનું પણ સાધન નથી. તેમાં વાયુનો સંચાર ન થાય એવી ઝુંપડી નથી, ખાવા માટે ચપટી ચોખા નથી, એક ઘડી પણ પ્રસન્નતા નથી, સારી રીતે વૃત્તિ થાય તેવું સાધન નથી અને સુંદર સ્ત્રી નથી. “હે સ્વામી! એ સર્વ પ્રકારના મારે સંકટો છે, તો પણ “હે ભોજરાજા! તમારા પ્રસાદરૂપ હાથીએ મારી આપત્તિરૂપ નદીને ભાંગી નાખી છે, અર્થાત્ સર્વ આપત્તિ મટાડી દીધી છે.”
रात्रो जानुर्दिवा भानुः कृशानुः संध्ययोर्द्वयोः ।
राजन् शीतं मया नीतं, जानुभानुकृशानुभिः ॥२॥ ભાવાર્થઃ- “રાત્રિએ જાનુ, દિવસે ભાનુ (સૂર્ય) અને બન્ને સંધ્યા સમયે કૃશાન (અગ્નિ) શીતની રક્ષા કરનાર છે. તેથી હે રાજા જાનુ, ભાનુ અને કૃશાનુએ કરીને મેં શીતનો નાશ કર્યો છે.” ૧. પગ સંકોચીને સૂવાથી ટાઢ થોડી લાગે છે.