________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૧
ધ્યાન કર્યું.” પછી તેના પ્રાયશ્ચિત્ત માટે પોતાના સર્વ દાંત પાડી નાંખવા તૈયાર થઈ ગયા. મંત્રીએ તેમ કરતાં અટકાવીને તે વૃત્તાન્ત ગુરુને જણાવ્યો. ગુરુએ લાભ જોઈને તેના પ્રાયશ્ચિત્તને ઠેકાણે એક હજાર ને ચોરાશી સ્તંભવાળું આરસ પત્થરનું ચૈત્ય કરાવવાનો ઉપદેશ આપ્યો.
કોઈવાર અનાભોગે માખણ ખાવામાં આવ્યું હોય તો એક ઉપવાસ. જાણીને (આકુટીથી) ભક્ષણ કરે તો ત્રણ ઉપવાસ. અનન્તકાયનું એકવાર અનાભોગે ભક્ષણ કરવાથી એક ઉપવાસ અને જાણીને ભક્ષણ ક૨વાથી ત્રણ ઉપવાસ. કોહી ગયેલી વનસ્પતિના ભક્ષણથી એક આયંબિલ, બોળ અથાણું ભક્ષણ કરવાથી તથા ટાઢાં દૂધ, દહીં અને છાશમાં દ્વિદલ ખાવાથી અને સોળ પ્રહર ઉપરાંતનું દહીં ભક્ષણ કરવાથી તેમજ બાવીશે અભક્ષ્યના ભક્ષણથી એક એક ઉપવાસ. મધના ભક્ષણમાં તેનો નિયમ છતાં ભંગ થાય તો બે ઉપવાસ, નિયમ ન હોય અને મધનું ભક્ષણ કરે તો એક ઉપવાસ, ચૌદ નિયમનો ભંગ થાય તો જધન્યથી એક પુરિમઠ્ઠ અને ઉત્કર્ષથી એક ઉપવાસ. સૂક્ષ્મ કર્માદાનમાં બે ઉપવાસ અને લુહારનો, વાડી વાવવાનો (માળીનો), ૨થ (ગાડાં વગેરે) ઘડવાનો ધંધો કરવાથી તથા લાખ, ગળી, મણશીલ, ધાવડી, સાબુ, ભાંગ, ચાર મહાવિગય, પશુ-પક્ષીના અંગોપાંગ છેદન, અફીણ, હળ અને હથિયાર વગેરેનો વેપાર કરવાથી દશ ઉપવાસ. વિષ આપીને અથવા અપાવીને પછીથી તેનું નિવારણ કર્યું હોય તો દશ ઉપવાસ, પણ નિવારણ કર્યું ન હોય તો એકસો ને એંશી ઉપવાસ, સુઈ બનાવવાથી એક આયંબિલ. છરી બનાવવાથી ત્રણ ઉપવાસ.
હથિયારનો વેપાર જ રાજીઆ શ્રાવકની જેમ શ્રાવકે નિષેધવો (ન કરવો). તેની કથા એવી છે કે “ખંભાતમાં તપગચ્છી રાજીઆ અને વજીઆ નામના બે ભાઈઓ રહેતા હતા. તેને ઘણાં દૂર દેશથી જલમાર્ગે વહાણો આવ્યાં. તેમાં તરવાર, છરી, કટારી, સૂડી, દાતરડાં, તીર, બંદુક, પીસ્તોલ અને બરછી વગેરે લોઢાના બનાવેલા ઘણા હથિયાર મોટી કિંમતવાળાં હતાં. તે જોઈને તેણે વિચાર્યું કે ‘આ હથિયારોથી પરંપરાએ અનેક જીવોની હિંસા થશે, માટે તે સર્વને ભાંગીને જીણો ચૂરો કરી ખાડો ખોદી દાટી દેવાં જોઈએ.' આ પ્રમાણે વિચારીને તેણે પોતાના સેવકોને હથિયારોને તેવી રીતે દાટી દેવાનો હુકમ કર્યો. સેવકોએ ઘણો ધનનો લાભ દેખાડ્યો, તો પણ તેમનું કહેવું કબૂલ રાખ્યું નહીં.”
રાત્રિભોજનના નિયમનો ભંગ થાય તો ત્રણ ઉપવાસ. રાત્રિએ બીજાને પીરસે તો એક પુરિમâ અને વારંવાર તેમ કરે તો દશ ઉપવાસ. અજાણતાં લગભગ વેળાએ જમવાથી એક આયંબિલ. પ્રભાતે ઝલઝાંખલ સમયે ખાય તો એક આયંબિલ. સાધુઓને તો સર્વથા જીવનપર્યંત રાત્રિભોજનનો નિષેધ કરેલો હોય છે, તેથી તેમણે તો તેની ઈચ્છા માત્ર પણ કરવી નહીં. કેમકે ઈચ્છા કરવાથી પણ મોટો દોષ લાગે છે. તે ઉપર દૃષ્ટાંત કહે છે -