________________
૧૯
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ નામના શ્રાવકની જેમ તત્કાળ સ્વીકારી લેવું. સાધુએ પણ પોતાના ઉપકરણાદિક અધિક રાખવાથી તત્કાળ આલોયણ લેવી તે પાપને આલોવવું; નહિ તો વિબુદ્ધસિંહસૂરિની જેમ અનાર્ય કુળમાં જન્મવું પડે છે. તે કથા નીચે પ્રમાણે છે.
વિબુદ્ધસિંહસૂરિનું દષ્ટાંત શ્રી વિબુદ્ધસિંહ નામના સૂરિ પોતાના શિષ્યો સહિત સમસ્ત આપ્તપ્રણીત ધર્મમાં રક્ત હતા. પરંતુ એક યોગપટ્ટ ઉપર તેને ઘણી પ્રીતિ થઈ હતી. તે યોગપટ્ટ વિના કોઈપણ સ્થાને તેને પ્રીતિ ઉપજતી નહોતી. યોગપટ્ટ એટલે ઉભી પલાંઠી વાળીને કેડ તથા પગને સાથે બાંધવામાં આવતું સુતરનું વસ્ત્ર સમજવું. તે યોગપટ્ટ ઉપરની મૂછ તેણે તજી નહીં. જિનેન્દ્રોએ તો મૂછને જ સમસ્ત પરિગ્રહનું મૂળ કારણ કહેલું છે. તે મૂછનું પાપ તેણે મૃત્યુ વખતે પણ સમ્યગુ પ્રકારે આલોચ્યું નહીં. તેથી તે સૂરિ કાળ કરીને અનાર્ય દેશમાં આરબના પ્લેચ્છ કુળમાં રાજપુત્ર થયા. ત્યાં તેના શરીર પર યોગપટ્ટના આકારનું ચિહ્ન થયું. તલ, લાખું વગેરે ચિહ્નની જેમ તે ચિહ્ન જોઈને સર્વે માણસો વિસ્મય પામ્યા; કારણ કે આવું ચિહ્ન કોઈ વખત જોવામાં આવ્યું નહોતું અને તેનું કારણ તો માત્ર જ્ઞાની જ જાણે તેમ હતું. અહીં તેના શિષ્યોને સંયમ અને તપના બળથી અનુક્રમે અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયાં. તે જ્ઞાન વડે પોતાના ગુરુની શી ગતિ થઈ છે? તે જોતાં મ્લેચ્છ કુળમાં તેમની ઉત્પત્તિ જાણીને તે શિષ્યો વિચારવા લાગ્યા કે “અહો ! ધનાદિક વિના માત્ર સ્વલ્પ મૂછ પણ આ પ્રમાણે વ્રતભંગના ફળને આપનારી થઈ પડી, એવી મૂછને ધિક્કાર છે, તેમજ તેવી મૂછની અનાલોચનાને પણ ધિક્કાર છે. પણ હવે આપણે તેમને સર્વજ્ઞા ધર્મ પમાડવે કરીને તેમનો ઉદ્ધાર કરી પ્રત્યુપકાર કરવો જોઈએ. કહ્યું છે કે :
સમકિતદાયક ગુરુતણો, પચ્ચયવાર ન થાય;
ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય. સ્થાનાંગસૂત્રમાં પણ “તિË સુપડિયાર" ત્રણ વાનાનો પ્રતિકાર થઈ શકે નહિ, ઈત્યાદિ કહેલું છે. એમ વિચારીને તે શિષ્યો તુરની વાણી તથા અરબ શાસ ભણવા લાગ્યા. પછી મ્લેચ્છ લોકોમાં માન્ય થાય એવો વેષ ધારણ કરીને અને પોતાનો પતિવેષ ગોપવીને તે દેશ તરફ તેઓએ વિહાર કર્યો. અનુક્રમે અનાર્ય દેશ આવ્યો, ત્યાં સર્વ સ્થાને નિર્દોષ આહારાદિક મળશે નહીં, એમ જાણીને તે સર્વેએ માસક્ષમણ વગેરે તપ અંગીકાર કર્યું. પછી જયાં પોતાના ગુરુ ઉત્પન્ન થયા હતા ત્યાં આવ્યા અને કુરાનમાં જે જે નિર્દોષ વિષયો હતા. તેનું આલંબન કરીને વૈરાગ્યની યુક્તિથી ઉપદેશ કરવા લાગ્યા, તેથી તેઓ ઘણા લોકોની સ્તુતિને યોગ્ય થયા. અનેક જનોનાં મુખથી તેમની પ્રશંસા સાંભળીને તે રાજપુત્ર પણ તેમની પાસે આવવા લાગ્યો. તે સાધુઓની વાણી સાંભળીને રાજપુત્રને ઘણો હર્ષ થયો. તે કોઈ કોઈ વાર એકલો જ ત્યાં આવતો અને કોઈ કોઈ વાર પરિવાર
૧. પ્રત્યુપકાર.