________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૫ હતું. આ સુજસિરિનો જીવ પૂર્વ ભવે કોઈ રાજાની રાણીનો હતો. તે રાણીએ પોતાની શોકના પુત્રને મારી નાંખવાનો વિચાર કર્યો હતો. તેથી આ ભવે તેની માતા જન્મતાં જ મૃત્યુ પામી. અનુક્રમે તે પુત્રી આઠ વર્ષની થઈ. તેવામાં બાર વર્ષનો દુષ્કાળ પડ્યો; એટલે આજીવિકા માટે તે સુજ્જશિવ બ્રાહ્મણ પુત્રીને લઈને પરદેશ ચાલ્યો. માર્ગે જતા કોઈ ગામમાં ગોવિંદ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘેર તેણે સુજસિરિ વેચી. અનુક્રમે તે ગોવિંદ પણ નિધન થયો. એકદા તેને ઘેર કોઈ મહિયારી ગોરસ વેચવા આવી. તેની પાસેથી ગોવિંદની સ્ત્રીએ ચોખાને બદલે ગોરસ લીધું અને ચોખા લાવવાને માટે સુજ્જસિરિને ઘરમાં મોકલી. તે ઘરમાં જઈ આમ-તેમ જોઈને પાછી આવી અને બોલી કે “ચોખા ક્યાં છે? મેં તો ક્યાંય જોયા નહીં.' તે સાંભળીને ગોવિંદની સ્ત્રી પોતે ઘરમાં ગઈ, તો ઘરના એક ખૂણામાં તેના મોટા પુત્રને કોઈ વેશ્યા સાથે ક્રીડા કરતાં જોયો. તે પુત્રે તેને આવતી જોઈને તિરસ્કાર કર્યો, તેથી તે મૂછ પામી ગઈ. ગોવિંદને તેની ખબર પડતાં તેણે શીત ઉપચારથી તેને સજ્જ કરી. એટલે તે સ્ત્રીને જાતિસ્મરણ જ્ઞાન થવાથી તેણે પોતાનો પૂર્વભવ જાણીને કહી બતાવ્યો. તે સાંભળીને ગોવિંદ પોતાની સ્ત્રી સહિત દીક્ષા ગ્રહણ કરી.
આ સમયે શ્રી ગૌતમસ્વામીએ શ્રી મહાવીર સ્વામીને પ્રણામ કરીને પૂછ્યું કે “હે ભગવંત! તેણે પોતાનો પૂર્વભવ શો કહી બતાવ્યો કે જેથી ગોવિંદને પણ વૈરાગ્ય ઉપયો?” એટલે ભગવાન બોલ્યા કે “તે સ્ત્રીએ લાખ ભવ ઉપર દંભ કર્યો હતો. પૂર્વે તે ક્ષિતિપ્રતિષ્ઠનગરના રાજાની રૂપી નામની પુત્રી હતી. તે પુત્રીનું પાણિગ્રહણ થયું કે તરત જ તેનો પતિ મૃત્યુ પામ્યો, એટલે તે રૂપી વિધવા થવાથી તેણે શીલના રક્ષણ માટે ચિતામાં પ્રવેશ કરવા પોતાના પિતાની રજા માગી. રાજાએ કહ્યું કે “હે પુત્રી ! ચિતામાં પ્રવેશ કરવાથી પતંગના મૃત્યુની જેમ નિષ્ફળ મરવાપણું છે, તેથી તું તે વાત છોડી દઈને જૈનધર્મમાં રક્ત થઈ શીલવ્રતનું પાલન કર.”
તે સાંભળીને રૂપીએ ભાવથી શીલ અંગીકાર કર્યું. અન્યદા તે રાજા પુત્ર રહિત મરણ પામ્યો, એટલે પ્રધાનોએ તે પુત્રીને જ ગાદી પર બેસાડી, અને તેને રૂપી રાજાના નામથી બોલાવવા લાગ્યા. અનુક્રમે રૂપી યુવાવસ્થા પામી તેના ગાત્રમાં કામદેવે પ્રવેશ કર્યો. એકદા સભાને વિષે શીલસન્નાહ નામનો મંત્રી બેઠો હતો તેની સામું રૂપીએ સરાગ દૃષ્ટિએ જોયું. તે મંત્રીએ પણ તેના ચિત્તનો અભિપ્રાય જાણી લીધો. એટલે શીલભંગથી ભીરુ મંત્રી ગુપ્ત રીતે નગરની બહાર નીકળી ગયો અને વિચારસાર નામના કોઈ બીજા રાજાનો સેવક થઈને રહ્યો. એકદા તે રાજાએ મંત્રીને પૂછ્યું કે “તેં પ્રથમ જે રાજાની સેવા કરી હતી તેનું નામ તથા તારું કુળ, જાતિ, નગર વગેરે કહે.”
મંત્રીએ કહ્યું કે “મેં જે રાજાની પ્રથમ સેવા કરી હતી તેની આ મુદ્રા જુઓ. બાકી તેનું નામ તો ભોજન કર્યા પહેલાં લેવું યોગ્ય નથી. કેમકે જો ભોજન અગાઉ તેનું નામ લેવામાં આવે તો તે દિવસ અન્ન વિનાનો જાય છે.” તે સાંભળીને રાજા વિસ્મય પામ્યો, એટલે તરત જ સભામાં ભોજનસામગ્રી મંગાવી, હાથમાં કવળ લઈને મંત્રીને કહ્યું કે “હવે તે રાજાનું નામ લે.” જ્યારે મંત્રીએ “રૂપી રાજા' એ પ્રમાણે નામ કહ્યું કે તરત જ “શત્રુરાજાએ આપના નગરને ઘેરો ઘાલ્યો