________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૨૯૨
આઠમું વિનય તપા चतुर्धा विनयः प्रोक्तः, सम्यग्ज्ञानादिभेदतः ।
धर्मकार्ये नरः सोऽर्हः, विनयाह्वतपोऽञ्चितः ॥१॥ ભાવાર્થ :- “સમ્યગુ જ્ઞાનાદિ ભેદે કરીને ચાર પ્રકારનો વિનય કહેલો છે. તે વિનય નામના તપથી યુક્ત પુરુષ ધર્મકાર્યને વિષે યોગ્ય છે.”
જ્ઞાનાદિ ભેદે કરીને ચાર પ્રકારનો વિનય છે, તે આ પ્રમાણે-બહુમાનપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું, તેનો અભ્યાસ કરવો, સ્મરણ કરવું ઈત્યાદિ જ્ઞાનવિનય કહેવાય છે. (૧) આહાર નિહાર વગેરે ક્રિયા કરતાં મૌન ધારણ કરવું તે પણ જ્ઞાનવિનય છે. (૨) સામાયિક વગેરે સકળ પ્રવચન શ્રી જિનેશ્વરપ્રણીત હોવાથી તેમાં કોઈપણ જાતનો વિસંવાદ નથી, તેથી યથાર્થ વસ્તુતત્ત્વની પ્રતીતિમાં નિશંક થવું તે દર્શનવિનય કહેવાય છે. (૩) ચારિત્રનું શ્રદ્ધાન કરવું, તેનું સમ્યફ પ્રકારે આરાધન કરવું, અન્યની પાસે ચારિત્રના ગુણોની સ્તવના કરવી અને ચારિત્રનું સ્વરૂપ કહી બતાવવું એ વગેરે ચારિત્રવિનય કહેવાય છે. (૪) આચાર્ય વગેરે ગુરુનું પ્રત્યક્ષ દર્શન થાય એટલે તરત જ ઉભા થવું, તેમની સન્મુખ જવું, હાથ જોડવા વગેરે વિનય કરવો અને તેમની ગેરહાજરી હોય ત્યારે પણ મન, વચન અને કાયાના યોગે કરીને પગે લાગવું અને તેમના ગુણનું કીર્તન તથા વારંવાર સ્મરણાદિ કરવું તે ઉપચારવિનય કહેવાય છે. આ સંબંધમાં પાંચ કળશી ભારવાહકની કથા છે; તે આ પ્રમાણે :
પંચાખ્ય ભારવાહક કથા કોઈ એક ગામમાં ભાર વહન કરનારા પાંચસો મજૂર રહેતા હતા. તેમાં એક મુખ્ય હતો. તે પાંચ કળશી અનાજનો ભાર ઉપાડતો હતો. તેનામાં એવો લોકોત્તર ગુણ જોઈને રાજાએ તેના પર કૃપા કરીને વર આપ્યો કે “જ્યારે તું ભાર ઉપાડીને માર્ગમાં ચાલે ત્યારે તારી સામે જો રથ, ઘોડા, ગાડાં, સૈન્ય અને હાથી વગેરે આવતા હોય તો તેને જોઈને તારે તારો સ્વીકાર કરેલો માર્ગ છોડીને આવું-પાછું જવું નહીં, કેમકે ભારથી પીડાયેલા પ્રાણીને ચાલતો માર્ગ છોડવો અતિ દુષ્કર છે. હું પણ તને દૂરથી જોઈને માર્ગ આપીશ, તેથી તારે મારો પણ ભય રાખવો નહીં. તો પછી બીજાનો ભય તો શા માટે જ હોય ? આ મારી આજ્ઞાનો કોઈ લોપ કરશે તેને હું શિક્ષા કરીશ.” આ પ્રમાણે આજ્ઞા મળવાથી તે મજૂર ઈચ્છા મુજબ માર્ગમાં ચાલતો હતો. તેને આવતો જોઈને સર્વ કોઈ તેને માર્ગ આપતા હતા, પણ તેના પર કોઈ રોષ કરતું નહોતું. એકદા તે ભાર ઉપાડીને માર્ગમાં જતો હતો, તેવામાં તેની સામે કોઈ સાધુને આવતા તેણે જોયા. તેને જોઈને તે