________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫
૧૭
હતી, તેનું પ્રાયશ્ચિત્ત ન કરવાથી તે એકસો ને આઠ ભવ સુધી શૂળીથી મરણ પામ્યો હતો. મહેશ્વર નામના શ્રેષ્ઠિની સ્ત્રીએ એક જૂ મારી હતી, તે જાણીને કુમારપાળ રાજાએ તેનું સર્વસ્વ લઈને તેના વડે તે જૂ ના પ્રાયશ્ચિત્ત બદલ યુકાવિહાર નામનું ચૈત્ય કરાવ્યું હતું. શ્રી હરિભદ્રસૂરિએ પોતાના પ્રાયશ્ચિત્તને સ્થાને ચૌદસો ને ચુમાંલીશ ગ્રન્થો બનાવ્યા છે. આ વગેરે દૃષ્ટાંતો પોતાની મેળે જાણી લેવા.
હવે બીજા વ્રતનું પ્રાયશ્ચિત્ત આ પ્રમાણે છે - પાંચ મોટા અસત્ય છે, તે બોલવાથી જઘન્ય એક આયંબિલ અને ઉત્કૃષ્ટ એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત. અહંકારથી અસત્ય બોલે તો દસ ઉપવાસ, કલહ કરતાં, ચાડી કરતાં ને ખોટું કલંક દેતાં એક આયંબિલ, ધર્મનો લોપ થાય એવું બોલે તો દશ ઉપવાસ, 'શ્રાપ દેવાથી અથવા હાથવતી કરકડા મોડવાથી એક ઉપવાસ; દુષ્ટપણાથી કોઈને મારવાનું કહે તો દશ ઉપવાસ, કોઈના પર કલંક ચડાવવા માટે તેને વ્યભિચારી કહેવો, શાકિની કહેવી અથવા કોઈને નિધિ મળ્યો છે - એ વગેરે દોષ આપવો તેથી દશ ઉપવાસ. અક્ષ૨, ૪મસિ (શાહી) અને ગુપ્ત કહેલ વાતનો ભેદ કરે તો એક આયંબિલ, ખોટી રીતે કોઈનો દંડ કરાવે તો દશ ઉપવાસ. વચન દ્વારા કોઈને મારી નાંખે તો એકસો ને એંશી ઉપવાસ, એક પખવાડિયા સુધી ક્રોધ રહે તો એક ઉપવાસ, ચાર માસ સુધી ક્રોધ રહે તો બે ઉપવાસ, વર્ષ સુધી ક્રોધ રહે તો દશ ઉપવાસ. (આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સમજવું) એક વર્ષથી વધારે મુદત ક્રોધ રહે તેની આલોચના છે જ નહીં અભિચિકુમારે પોતના પિતા ઉદાયિ મુનિ ઉપર દ્વેષ રાખ્યો હતો. છેવટે મરણસમયે પણ તેણે ઉદાયિ વિના બીજા સર્વ જીવોને ખમાવ્યા અને ઉદાયિ પરના દ્વેષની આલોચના કરી નહીં, તેથી તે અધોગામી દેવતા થયો હતો.
અસત્ય વાણી બોલવાના પાપની આલોચના નહિ લેનારા રજ્જાસાધ્વી, કુવલયપ્રભસૂરિ અને મિચિ વગેરેના દૃષ્ટાંતો અહીં જાણવાં.
સ્થૂલ અદત્તાદાનમાં પ્રમાદથી ખોટાં તોલાં તથા માપ રાખવાં, રસ પદાર્થમાં બીજો ૨સ મેળવી વેચવો, દાણચોરી કરવી ઈત્યાદિકમાં જઘન્યથી પુરિમઢ, મધ્યમથી આયંબિલ અને ઉત્કૃષ્ટથી ઉપવાસ, અહંકારથી તે કાર્યો કરે તો દશ ઉપવાસ, વિશ્વાસઘાત કરવાથી એક ઉપવાસ. અદત્તાદાનની આ પ્રમાણેની આલોયણા નહિ લેનાર અને અદત્ત ગ્રહણ કરવામાં આસક્ત ધવલ નામનો શ્રેષ્ઠિ શ્રીપાલ રાજા ઉપર વિશ્વાસઘાતની સ્પૃહા રાખવાથી તે જ ભવમાં મોટી વ્યથાને પામ્યો હતો અને કેસરી રોહિણેય વગેરે ચોરો ચોરીનો ત્યાગ કરીને જિનેશ્વરના માર્ગના રાગી (ભક્ત) થયા હતા.
મૈથુનવિરમણ નામના ચોથા વ્રતમાં પ્રમાદથી સ્વદારા સંબંધી નિયમનો ભંગ થયો હોય તો એક ઉપવાસ, વેશ્યા સંબંધી નિયમનો ભંગ થયો હોય તો બે ઉપવાસ, અહંકારથી ભંગ કર્યો ૧. ‘તારું ભૂંડું થજો’ ઈત્યાદિ બોલવું તે શ્રાપ. ૨. આ સ્ત્રીજાતિ સંબંધી દોષ જાણવો, ડાકણ કહે છે તે. ૩. અક્ષર ફેરવવો, ૪. શાહી બદલાવવી. ૫. ભવનપતિ વ્યંતરાદિ.