________________
૧૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ જાણવી. તેમાં પાંચે સ્થાવરનો કારણ વિના સંઘટ્ટ કરવાથી એક પુરિમઢ, તેઓને થોડી પીડા કરી હોય તો એકાસણું, ગાઢ પીડા કરી હોય તો નીવિ અને ઉપદ્રવ કર્યો હોય તો આયંબિલ કરવું. અનંતકાય ને વિકસેન્દ્રિયનો સંઘટ્ટ કરવાથી પુરિમ, અલ્પ પીડા કરી હોય તો એકાસણું, અધિક પીડા કરી હોય તો આયંબિલ અને ઉપદ્રવ કર્યો હોય તો ઉપવાસ. અહંકારથી પંચેન્દ્રિયનો વધ કર્યો હોય તો દશ ઉપવાસ, ઘણા એકેન્દ્રિયનો વધ કર્યો હોય તો દશ ઉપવાસ, ગળ્યા વિનાનું જળ એક વાર પીધું હોય તો બે ઉપવાસ, જળ ગળ્યા પછી તેનો સંખારો ઢોળાયો હોય તો બે ઉપવાસ, વારંવાર સંખારો ઢોળાયો હોય તો દસ ઉપવાસ, સંખારો સુકાઈ ગયો હોય તો દશ ઉપવાસ, ખારો અને મીઠો (ખારા અને મીઠા પાણીનો) સંખારો એકત્ર કરવામાં આવ્યો હોય તો ત્રણ ઉપવાસ, ગળ્યા વિનાના જળથી સ્નાન કર્યું હોય અથવા તેને ગરમ કર્યું હોય તો ત્રણ ઉપવાસ, લીલ-ફુલનો સંઘટ્ટ કર્યો હોય તો એક ઉપવાસ, લીલા ઘાસ ઉપર બેસવા કે ચાલવાથી એક ઉપવાસ, ગર્ભપાતે ૧૦૮ ઉપવાસ, કરોળીયાના પડ ઉખેડવાથી દશ ઉપવાસ, ઉધઈનાં ઘર નષ્ટ કરવાથી દશ ઉપવાસ, ખાળકૂવામાં, કીડીઓના દરમાં તથા પોલાણવાળી જમીનમાં જળ જાય તેમ સ્નાન કરવાથી અને ગરમ જળ અથવા ઓસામણ વગેરે તેને સ્થાને ઢોળવાથી એક ઉપવાસ; પાણી ગળતા ઢોળે, ફાટેલા ગળણાથી પાણી ગળે, લાકડાં પૂંજ્યા વિના અગ્નિમાં નાખે, સડેલું ધાન્ય ખાંડે, દળે, શેકે, ભરડે કે તડકે મૂકે, ઉકરડો સળગાવે, ક્ષેત્રમાં સૂઢ કરે, વાસીદું અગ્નિમાં નાંખે, કોઉ નાંખે, ચોમાસામાં ઢાંક્યા વિના દીવો કરે, ખાટલા ગોદડાં તડકે નાંખે, વાસી ગાર લીંપે, વાસી છાણા થાપે, ચકલી વગેરેના માળા ભાંગે, જીવ જોયા વિના વસ્ત્ર ધુએ, રાત્રિએ સ્નાન કરે, ઘંટી, ખાંડણીયો ચૂલો વગેરે પૂંજયા વિના ઉપયોગમાં લે. સોય ખુએ ઈત્યાદિ કાર્ય નિર્ધ્વસ (નિર્દય)પણે કરવાથી દરેક કાર્યમાં જઘન્ય એક ઉપવાસનું, મધ્યમથી ત્રણ ઉપવાસનું અને ઉત્કૃષ્ટ દશ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે. સુવાવડ કરવાથી બે અથવા ત્રણ ઉપવાસ, ઘણી સ્ત્રીઓની સુવાવડ કરવાથી દશ ઉપવાસ, જલો મૂકાવવાથી એક ઉપવાસ, કૃમિના નાશ માટે ઔષધ ખાધું હોય તો ઉત્કૃષ્ટ દશ ઉપવાસ; જલાશયમાં સ્નાન કરે, લુગડાં કે ગોદડાં વગેરે ધોવે તો દશ ઉપવાસ અને કાંચકી વગેરેથી કેશ ઓળીને જુ-લીખની વિરાધના કરે તો દશ ઉપવાસ.
આ પ્રમાણે આલોચના સાંભળીને જે કોઈ પાપની આલોચના ન કરે તે મોટું દુઃખ પામે છે.
ધર્મરાજાએ પૂર્વે પોતાના કુમકના ભવમાં ઘણા સ્થાવર અને અનંતકાયાદિકનો વધ કર્યો હતો, તેથી તેને ઘણું દુઃખ પ્રાપ્ત થયું હતું. પછી તેણે તે પાપની ગુરુ પાસે આલોચના કરી અને ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત અંગીકાર કર્યું, તેથી તે જ ભવમાં તે પાછો મોટો ઈભ્ય થયો. લાખો સાધર્મિકોને અન્નદાન આપીને તેણે સુખી કર્યા ત્યાર પછી બીજો મનુષ્યજન્મ પામતી વખતે તેના પ્રભાવથી બાર વર્ષનો દુકાળ પડવાનો હતો તે પડ્યો નહીં, તેથી તેનું ધર્મરાજા નામ પડ્યું. આ દષ્ટાંત અમે સાતમા વ્રતમાં સવિસ્તર આપેલું છે. એક ગોવાળે બાવળની સૂઈથી જૂને પરોવી મારી