________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ તેને દીઠો. એટલે પરિજન દ્વારા પોતાના મહેલમાં લઈ જઈ તેને ઉછેર્યો. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. પ્રાંતે રાજાએ તેને જ ગાદી પર બેસાડીને દીક્ષા લીધી. તે રાજર્ષિ અનુક્રમે જ્ઞાની થયા, એટલે પુત્રને પ્રતિબોધ કરવા ત્યાં આવ્યા. રાજાને ખબર થતાં તે મોટી સમૃદ્ધિથી ગુરુને વાંદી પાસે બેઠો. તેવામાં તે ચાંડાલની સ્ત્રી પણ ત્યાં આવી. ગુરુને વાંદીને બેઠી. તે માતંગીને જોઈને રાજા હર્ષ પામ્યો અને તે માતંગી પણ રાજાને જોઈને હર્ષ પામી. તેના રોમાંચ વિકસિત થયા અને તત્કાળ તેના બન્ને સ્તનમાંથી દૂધની ધારા નીકળી.
તે જોઈને રાજાએ આશ્ચર્ય પામી ગુરુને પૂછ્યું કે “હે સ્વામી! મારા દર્શનથી આ માતંગીના સ્તનમાંથી દૂધ કેમ નીકળ્યું?” મુનિ બોલ્યા કે “હે રાજ! આ માતંગી તારી માતા છે. તેણે તને જન્મતાં જ ગામ બહાર તજી દીધો હતો, ત્યાંથી મેં લઈને તારું પાલન કર્યું હતું, અને મારે પુત્ર નહિ હોવાથી તેને રાજય આપ્યું હતું તે સાંભળીને રાજાએ પૂછ્યું કે “હે ગુરુ! કયા કર્મથી માતંગ કુળમાં મારો જન્મ થયો? અને કયા કર્મથી મને રાજ્ય મળ્યું? મુનિ બોલ્યા કે “તું પૂર્વભવે શ્રીમાનું અને વિવેકી શ્રેષ્ઠિ હતો, એકદા જિનેન્દ્રની પૂજા કરતાં એક સુગંધી પુષ્પ પદ્માસન ઉપર પડ્યું. તે અતિ સુગંધી છે એમ જાણીને તેં ફરીથી તે પુષ્પ પ્રભુ પર ચડાવ્યું. અવિધિએ સ્નાન કર્યા વિના એ પ્રમાણે કરવાથી તે માલિન્યપણાનું પાપકર્મ અર્જિત કર્યું, તે પાપની આલોચના કર્યા વિના. મરણ પામી માતંગ કુળમાં તું ઉત્પન્ન થયો અને વિધિપૂર્વક પૂજા કરવાના પુણ્યથી તું રાજય પામ્યો.” આ પ્રમાણે સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તરત જ તેણે રાજય તજી દઈને દીક્ષા લીધી. અંતે સમગ્ર દુષ્કર્મ આલોચી પ્રતિક્રમીને સ્વર્ગે ગયો.
“સિદ્ધાંત, સંઘ અને પ્રતિમાની અર્ચના વગેરેમાં અવિવેકને લીધે જે આશાતના થઈ હોય તેની સદ્ગુરુ પાસે તત્કાળ આલોચના લઈ યોગ્ય તપ તપીને દરેક માણસે શુદ્ધ થવું.”
૨૮૯ પાંચ અણુવ્રત સંબંધી પ્રાયશ્ચિત્ત पंचाणुव्रतसंबन्ध्यतिचारशुद्धिहेतवे ।
प्रायश्चित्त तपःकार्य, गीतार्थगुरुणोदितम् ॥१॥ ભાવાર્થ:- પાંચ અણુવ્રત સંબંધી અતિચારની શુદ્ધિને માટે ગીતાર્થ ગુરુએ કહેલું પ્રાયશ્ચિત્ત તપ કરવું.”
પાંચ વ્રત માંહેલા પહેલા વ્રતની આલોચના આ પ્રમાણે છે - શ્રાવકોને પૃથ્વીકાયાદિક એકેન્દ્રિય જીવની વિરાધના ઘણું કરીને સામાયિકને સ્થાને અથવા અભિગ્રહનું ઉલ્લંઘન કરતાં