________________
૨૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૫ સહિત આવતો. મુનિઓ પણ એકાંતમાં તે રાજપુત્રને પોતાનો સાધુવેશ દેખાડતા હતા. એકદા સાધુઓની ક્રિયા, વેષ, યોગપટ્ટરૂપી નિશાની, મુનિના વાક્ય અને પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને તેને જાતિસ્મરણ થયું, એટલે તેણે વિચાર્યું કે “અહો ! મને ધિક્કાર છે કે મેં યોગપટ્ટ સંબંધી પ્રાયશ્ચિત્ત લીધું નહીં, તેથી હું ત્રણ રત્નો (સમક્તિ, જ્ઞાન અને ચારિત્ર) હારી ગયો અને માત્ર યોગપટ્ટની મૂછથી પરમાત્માના ધર્મથી વ્યતિરિક્ત હીનજાતિમાં ઉત્પન્ન થયો. આ સર્વે મારા શિષ્યો છે, તેઓએ મારા પર ઘણો ઉપકાર કર્યો છે, કેમકે તેઓ આહારાદિકનો પણ ત્યાગ કરીને મારે માટે નિઃસ્પૃહપણે આવું ઉગ્ર તપ કરે છે, તેમને અહીં આવ્યા ઘણા દિવસો થઈ ગયા છે, માટે દેહના આધારભૂત આહારાદિક વિના તેઓ કેમ રહી શકશે? માટે હું જલદીથી મારા સ્વજનોને છેતરીને એમની સાથે જઈ આર્યદેશની સીમાએ પહોંચીને દીક્ષા ગ્રહણ કરું.” પછી અવસર જોઈને રાજપુત્રે તે શિષ્યો સાથે આર્યદેશમાં આવી દીક્ષા લઈને પોતાનો જન્મ સફળ કર્યો.
“નાના છિદ્રવાળું નાવ પણ જેમ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ અલ્પ મૂછથી પણ સૂરિ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા માટે સર્વ ભવ્ય જીવોએ પાપની શુદ્ધિ માટે આલોચના અવશ્ય લેવી.”
૨૯૦ ગુણવ્રત તથા શિક્ષાવ્રતનું પ્રાયશ્ચિત્ત त्रीणि गुणव्रतानि स्युः, सेव्यानि प्रत्यहं तथा ।
शिक्षाव्रतानि चत्वार्येषामपि तत्तपो भवेत् ॥१॥ ભાવાર્થ:- “ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. તેમનું નિરંતર સેવન કરવું. તે બન્ને પ્રકારના વ્રત સંબંધી પણ તે તપ (પ્રાયશ્ચિત્ત તપ) અતિચાર આલોચનારૂપ કહેલો છે.” તે આ પ્રમાણે –
પહેલા ગુણવ્રતમાં તીછું જળમાં ને સ્થળમાં અને ઊંચે તથા નીચે નિયમ કરતાં અધિક ગમન થાય તો જઘન્યથી એક આયંબિલનું પ્રાયશ્ચિત્ત સમજવું.
બીજા ગુણવ્રતમાં અજાણતાં મઘ માંસ ઉપભોગમાં આવે તો ત્રણ ઉપવાસ અને દર્પથી અથવા આકુટીથી મદ્ય માંસ વાપરવામાં આવે તો દશ ઉપવાસ. ગુણી માણસે મઘમાંસના સ્વાદની ઈચ્છા માત્ર પણ કરવી નહીં. કદાચ ઈચ્છા થઈ જાય તો તેની પણ અવશ્ય આલોચના લેવી. એકદા શ્રી કુમારપાળ રાજાને કાંઈક સૂકું ઘેબર ખાતાં દાઢ મળે કરડ કરડ’ શબ્દ થયો. તેથી પ્રથમ ભક્ષણ કરેલા માંસનું સ્મરણ થઈ આવ્યું. તેણે તરત જ વિચાર્યું કે “અહો! મેં અયોગ્ય