________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૫ થાય, તેમ હૃદયમાંથી શલ્ય નાશ થવાથી આલોયણા લેનારને લઘુતા પ્રાપ્ત થાય છે, આલાદજનક એટલે પ્રમોદ (હર્ષ) ઉત્પન્ન થાય છે, સ્વપરનિવૃત્તિ એટલે પોતાની તથા અન્યની દોષથી નિવૃત્તિ થાય છે, અર્થાત્ આલોચના લેવાથી પોતાના દોષની નિવૃત્તિ થાય છે. એટલું જ નહિ પણ તેને જોઈને બીજોઓ પણ પોતાના દોષની આલોચના લેવા તત્પર થાય છે, તેથી બીજાની પણ દોષથી નિવૃત્તિ થાય છે, આર્જવ એટલે સારી રીતે આલોયણ લેવાથી નિષ્કપટતા-સરલતા પ્રાપ્ત થાય છે, શોધિ એટલે અતિચારરૂપ મળનો નાશ થવાથી શુદ્ધતા પ્રાપ્ત થાય છે, દુષ્કરકરણ-દુષ્કર કરવાપણું થાય છે, એટલે કે પાપકાર્યનું પ્રતિસેવન તે કાંઈ દુષ્કર નથી, તે તો અનાદિકાળથી પરિચિત છે, પરંતુ કાંઈપણ દોષ થયો હોય તેની આલોચના લેવી તે દુષ્કર છે, કેમકે આલોચનાની ઈચ્છા તો જયારે મોક્ષના સન્મુખભાવે પ્રબળ વીર્યનો ઉલ્લાસ થાય ત્યારે જ થઈ શકે છે. તે વિષે શ્રી નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે –
"तं न दुक्करं जं पडिसेविज्जई, तं दुक्करं जं सम्मं आलोइज्जइति ।"
“જે (અકાર્યનું) પ્રતિસેવન કરવું તે દુષ્કર નથી, પણ જે તેની સમ્યફ પ્રકારે આલોચના લેવી તે દુષ્કર છે.”
આ કારણથી જ આ આલોચનાને અત્યંતર તપમાં ગણેલ છે. સમ્યગું આલોચન માસક્ષપણાદિક તપ કરતાં પણ દુષ્કર છે. અહીં લક્ષ્મણાસાધ્વીનું તથા ચંડકૌશિકના પૂર્વભવમાં દેડકીની હિંસા કરનાર તપસ્વી (મુનિ)નું દૃષ્ટાંત જાણવું. હવે જ્ઞાનાદિકની આલોચના કહે છે -
त्रिविधाशातना जाते, ज्ञानादिनां यथाक्रमम् ।
अतिचारविशुद्ध्यर्थं, सूत्रोक्तं तत्तपश्चरेत् ॥१॥ ભાવાર્થ - “જ્ઞાનાદિકની અનુક્રમે ત્રણ પ્રકારની આશાતના થયે છતે તેના અતિચારની વિશુદ્ધિ માટે સૂત્રમાં કહ્યા પ્રમાણે તપ કરવું.”
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની આશાતના જાણવી. તેમાં જ્ઞાનાદિકનો અવિનય થાય, ત્યારે તેનું પ્રાયશ્ચિત્ત લઈ યથાયોગ્ય તપ કરવો જોઈએ. જિતકલ્પ અનુસારે “કાલે વિણયે બહુમાણે” ઈત્યાદિ આઠ પ્રકારના જ્ઞાનાચારની દેશ આશાતનામાં એક આયંબિલ અને સર્વાશાતનામાં એક ઉપવાસ કરવો અને સ્થાનાંગ સૂત્ર અનુસારે જઘન્ય આશાતનામાં પુરિમઢ, મધ્યમમાં એકાસણું અને ઉત્કૃષ્ટમાં આયંબિલ કરવું. આચાર્ય, ઉપાધ્યાય, પુસ્તક, પાટી, કવળી,
ઓળીયા, નવકારવાળી વગેરે દરેકની આશાતનામાં જઘન્યથી એક આયંબિલ આવે. નિંદા, પ્રષ, મત્સર, ઉપહાસ વગેરે રૂપ દરેક આશાતનામાં એક એક ઉપવાસ આવે. ઈર્યાવહી પ્રતિક્રમ્યા વિના સ્વાધ્યાય વગેરે કરે તો એક પુરિમનું પ્રાયશ્ચિત્ત આવે. પોતાના પ્રમાદથી