________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૫
आलोअणादिनिमित्तं, खित्तंमि सत्तजोयणसयाई ।
काले बारसवासा, गीअत्थगवेसणं कुज्जा ॥१॥ ભાવાર્થ:- આલોચનાદિક લેવા માટે ક્ષેત્રથી સાતસો યોજન સુધી અને કાળથી બાર વર્ષ સુધી ફરીને ગીતાર્થની શોધ કરવી.”
अग्गीओ न विजाणई, सोहिं चरणस्स देइ ऊणहि ।
तो अप्पाणं आलोअगं च पाडेइ संसारे ॥२॥ ભાવાર્થ:- “અગ્નીઓ-કેતુ અગીતાર્થ આલોયણ આપી જાણતા નથી, તેથી તે જો ચારિત્ર સંબંધી અધિક અથવા ન્યૂન આલોયણ આપે, તો તેથી પોતાને અને આલોચના લેનારને બન્નેને સંસારમાં પાડે.”
अखंडिअचारित्तो, वयगहणाओ हविज्ज जो निच्चं ।
तस्स सगासे दंसणवयगहणं सोहिगहणं च ॥३॥ ભાવાર્થ:- “જે હમેશાં વ્રત ગ્રહણ કર્યા પછી અખંડ ચારિત્રવાળા હોય, તેની પાસે દર્શન (સમકિત) અને વ્રતનું ગ્રહણ કરવું, તથા તેની જ પાસે આલોયણ લેવી, અથવા અનશન આદરવું.
આવા પ્રકારના ગુરુને પામીને અવશ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું. કદાપિ આલોચના લેવા જતાં માર્ગમાં જ આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે તો પણ તેને આરાધક જાણવો. કેમકે પાંચમા અંગમાં કહ્યું છે કે –
आलोअणापरिणओ, सम्मं संपट्ठिओ गुरुसगासे ।
जइ अंतरावि कालं, करिज्ज जइ आराहओ तहवि ॥१॥ ભાવાર્થ:- “આલોયણા પરિણત (આલોયણા લેવાને તત્પર) થયો સતો, ગુરુ પાસે જવાને સમ્યક પ્રકારે સંપ્રસ્થિત થયો હોય એટલે માર્ગે પડ્યો હોય એવો મુનિ કદાપિ માર્ગમાં પણ કાળ કરે તો તે તદપિ (આલોયણ લીધા વિના પણ) આરાધક છે.”
જો કદાચિત આચાર્ય વગેરેની જોગવાઈ ન મળે તો સિદ્ધની સાક્ષીએ પણ આલોયણા લેવી. કહ્યું છે કે –
आयरिआइ सगच्छे, संभोइअ इअर गीयत्थपासत्थे ।
सारूवी पच्छाकड, देव य पडिमा अरिहसिद्धे ॥१॥
ભાવાર્થ:- “સ્વગચ્છના આચાર્યાદિક, સાંભોગિક, ઈતર, ગીતાર્થ પાસત્ય, સારૂપિક, પશ્ચાત્ કૃત, દેવ, પ્રતિમા અને અહંન્ત સિદ્ધની સાક્ષીએ ઉત્તરોત્તર અભાવે આલોચના લેવી.”