________________
પ્રસ્તાવના
૩૫
તે એક જ મંદિર બંધાવી શકશે.” તે હુકમ રાજાએ ફરમાવવાથી પિતાના પિતાની રજા લઈ રત્નસાર સમુંદ્રભાગે અને હરિદત્ત સ્થળમાર્ગે પ્રયાણ કરી ગયા. હવે અહિં અકાળે મેધમાળા પ્રગટ થતાં સમુદ્રમાં તોફાન થતાં રત્નસાર દેવગુરુમ્મરણ કરે છે; દરમ્યાન વહાણ ભાગી જતાં દરીયાંમાં પડતા ઉછળતા મેજા વચ્ચે કોઈ માણસનું મુડદુ રત્નસારને પ્રાપ્ત થતાં, તે વડે તરી જઈ ત્રીજે દિવસે શ્રીમંદિરે શહેરના કિનારે પહોંચે છે જ્યાં તે મુડદાનું અવલોકન કરતાં તેના કટીપ્રદેશ પર રહેલ એક મૂલ્યવાન હાર જોઇ આ દ્રવ્ય પારકું છે, મારે કામનું નથી પરંતુ તે લઈ તે વડે ધન મેળવી જિનશાસનની ઉન્નતિના અનેક કાર્યો કરીશ “ આવા સંવશાળી પુરુષોમાં જ નિર્લોભતા અને પ્રમાણિકતા હોવાથી ધર્મભાવના શુદ્ધ હોય છે.” આગળ ચાલતાં તે નગરની નજીકના એક મંદિરમાં થાક અને ઉજાગરાને લીધે ઉંઘી જાય છે.
પુણ્યવાન પુરૂષની કુદરત કપરી કસોટી કરે છે” તેમ “ સારા કાર્યોમાં સે વિશ્વ” એ કહેવત મુજબ અહિં તેને આપત્તિ આવે છે. - તે નગરમાં વલ્લભ નામના રાજાએ પોતાની અનંગસેના કુવરીને યોગ્ય વરની પ્રાપ્તિ થતાં સુધી શિયેલના રક્ષણે માટે મનુષ્ય રહિત સ્થાનમાં એક મહેલમાં રાખેલ છે; જેમાં એક ચોર પિતાની કુશળતા બતાવવા તેણે સમુદ્રકિનારેથી તે મહેલ સુધી સુરંગ ખેદી રાત્રિના તે મહેલમાં જઈ કુંવરીને નિદ્રાધીન જોઈ તેણીના કંઠમાંથી એક અમૂલ હાર ગ્રહણ કરે છે. દરમ્યાન કુંવરી જાગ્રત થતાં ચાર ચાર બૂમ પાડતાં તેના રક્ષક તે ચોરને પકડવા સુરંગ પાછળ પડતાં તે ચોર સમુદ્ર પાસે આવતા ભરતી હોવાથી સમુદ્રમાં તણાઈ જાય છે. રાજાને ક્રોધ થતાં અને તેને જલદીથી પકડી લાવવા હુકમ કરતાં કોટવાળ ચારે બાજુ તપાસ કરતાં જે મંદિરમાં રત્નસાર સૂતો છે ત્યાં તેના હાથમાં હાર જોઈ તેને ઉઠાડી પકડી લે છે અને રત્નસાર હાર કયાંથી મળ્યો તે જણાવતાં છતાં તેને અસત્ય માની મારે છે. પોતે હવે મૃત્યુ પામશે જેથી ડરતું નથી, પરંતુ પિતાની પ્રતિજ્ઞા જે જિનચૈત્ય નહિ કરાવી શકાય તેથી પેતાને માથે કલંક આવશે, પિતાના નગરના મિથ્યાત્વી લોક , જિનશાસનની નિંદા કરશે અને જીવન કે મૃત્યુ જે કલંક રહિત હોય તે જ વખાણવા લાયક છે, હવે શોક કરે નકામો છે, (જુઓ શ્રદ્ધાળુ પુણ્યવંત પુરુષે માથે મરણુતકષ્ટ આવે છતાં તેઓ મતથી ડરતાં નથી કારણ કે કર્મનું સ્વરૂપ તેઓ સમજે છે પરંતુ જૈનશાસનની હેલના–નિંદા થતી હોય તેમ જાણવાથી તેમને દુઃખ થાય છે. આવા પુરૂષો જ ધર્મવીર કહેવાય છે, હવે તેનાં અંગરક્ષકે રત્નસારને રાજા પાસે લઈ જાય છે ત્યાં રત્નસારે સત્ય હકીકત જણાવી તેને નહિ માનતાં તેને શૂળીએ ચડાવવાનો હુકમ કરે છે અને તે હાર એક સેવકના માથા પર છાબડીમાં મૂકાવી રત્નસારને ગધેડા પર બેસાડી વધુ સ્થાન પર લઈ જાય છે, દરમ્યાન રસ્તામાં તે હાર છાબડીમાંથી માંસને લોચો માની કોઈ પક્ષી ઉપાડી જાય છે. વધસ્થાન પર વધ પુરુષ તેને ઈષ્ટદેવનું સ્મરણ કરવા જણાવતાં દેવગુરુ સ્મરણ કરી “હું પવિત્ર હાઉતે મને સહાય કરજે” એમ બોલે છે ત્યાં આકાશ વાણી થાય છે કે “આ મહાત્મા ચેર નથી ' અને રાજા અહિં આવી રત્નસારના ચરણમાં નહિં પડે તે સમસ્ત નગરને ડૂબાડી દેવામાં આવશે એ હકીકતની રાજાને ખબર પડતાં ત્યાં આવી રત્નસારના ચરણમાં પડી માફી માંગે છે. અને રાજાને કલંકમાંથી મુકત કરવા રત્નસાર તેને સમક્તિની પ્રાપ્તિ કરાવે છે. રાજા તેને સત્કારપૂર્વક નગરમાં લાવે છે. રત્નસાર રાજાને જેનધર્મનું સ્વરૂપ સમજાવે છે.
કેટલાક દિવસ ત્યાં રહી પોતાની પ્રતિજ્ઞા રાજાને જણાવી રાજાએ આપેલ અગણિત દ્રવ્ય સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com