________________
⭑
પરમાત્માને રાજ્ય-ગ્રહણ માટે પ્રાના
[ ૧૭૧ ]
થયેલ એવા વિશાળ જનસમૂહની સાથે પરમાત્મા વિમાનની શાભાને ધારણ કરતાં રાજમહેલમાં આવી પહોંચ્યા.
જ્યારે પરમાત્માએ મહેલમાં પ્રવેશ કર્યો ત્યારે વારાંગનાઓએ સ્પર્ધાપૂર્વક દરેક દિશામાં હજારો માંગલિક કર્યા'. રત્નની ખાણુ સરખી શ્રીકાંતા પત્ની યુક્ત રેહણાચલ સરખા શ્રી શ્રેયાંસકુમારને જોઇને માતા પિતા આનંદ પામ્યા. તે સમયે માત-પિતાનીહ પૂર્વક ઉચિત ભક્તિ કરીને શ્રી શ્રેયાંસકુમાર રત્નજડિત સિ’હાસન પર બેઠા, ત્યારે સર્વ મંગલ યુક્ત પરમાત્માના, માતાએ દરેક પ્રકારનાં માંગલિક કાર્યો કર્યા. વળી પેાતે અનેક પ્રકારની આશીષા આપનાર હાવા છતાં તેમજ અન્ય કરતાં ઉચ્ચ સ્થાને હોવા છતાં પરમાત્માએ આશીર્વાદો સ્વીકાર્યા. વધારે વન કરવાથી શુ' ? તે સમયે ત્રણ જગતમાં એવી કોઇપણુ વ્યક્તિ ન હતી કે જે તે પ્રવેશ-મહાત્સવ પ્રસંગે આનંદ તથા આશ્ચયન પામી હાય. વિવાહ–મહાત્સવવાળા પરમાત્માને નમીને અને આવીને રાજાએએ પુષ્કળ ભેટણાંઓદ્વારા વધાવ્યાં.
આકડાના ફૂં સરખા સંસારને નેત્ર સરખા ત્રણ જ્ઞાનથી તુચ્છ સમજવા છતાં, સ’સારરૂપી કૂવામાં પડતા પ્રાણીઓનેા જાતે જ ઉદ્ધાર કરનાર ઢાવા છતાં, પૂર્વભવથી પ્રગટેલા માતાપિતાના આગ્રહને તણવા છતાં કર્મીનું ફળ અવશ્ય ભાગવવુ જોઇએ,” એમ સમજીને પાંચ પ્રકારનાં વિષયસુખાને ભાગવતા છતાં, દેવેને પણ દુર્લભ એવા ગીત તથા નૃત્યાને જોતાં છતાં ગુણુશાળી, ગંભીર અને ભવભીરુ એવા હજારેા કુમારમિત્રાથી સેવાતા, પરાપકારપરાયણ કૃપાળુ એવા પરમાત્મા શ્રીશ્રેયાંસના કુમારાવસ્થામાં એકવીશ લાખ વર્ષોં ક્ષણમાત્રમાં વ્યતીત થઈ ગયા.
પેાતાના દેવે દ્વારા શ્રી શ્રેયાંસનાથભગવંતના સ્વરૂપને જાણતા છતાં ઇંદ્ર મહારાજાને પરમાત્માના સાક્ષાત્ દન કરવાની ઇચ્છા થઇ એટલે શ્રી વિષ્ણુ રાજા પાસે રહેલા પરમાત્મા પાસે આવીને તેમને નમસ્કાર કર્યો. મસ્તક પર બે હાથ જોડીને આશ્ચય પામેલા તેમણે કહ્યું કે–“ હે ત્રણ લેાકના સ્વામી ! અ પત્તુ લેાકેાત્તર અદ્ભૂત સ્વરૂપ નીહાળીને નિમેષ રહિત મારા બંને નેત્રા આજે ખરેખર કૃતકૃત્ય બન્યા છે. હે સ્વામિન ! જેએ આપના લાવણ્યસૌન્દર્ય રૂપી અમૃતનું પાન પેાતાના નેત્રરૂપી પાત્રદ્વારા નિર'તર કરે છે, તેઓ ખરેખર આ જગતમાં પ્રશ’સાને પાત્ર છે. ત્રણે લેાકને વિષે વિષ્ણુ રાજાની સ્પર્ધા કરી શકે તેવી કાઈપણ વ્યક્તિ નથી, કે જેને ત્યાં કલ્પવૃક્ષ સમાન આપ અવતર્યા છે. ત્રણ ભુવનને વિષે ગણનાપાત્ર વ્યક્તિએમાં શ્રી વિષ્ણુ રાજવી સૌથી અગ્રુપદે બિરાજે છે.’
તે સમયે શ્રી વિષ્ણુ રાજવીએ તેમને જણાવ્યું કૅ–“ હે ઇંદ્ર ! હું હજી કૃતકૃત્ય બન્યા નથી, જો તમે આ કુમારને રાજ્યાભિષેક મહાત્સવ બતાવે। તે હું કૃતાર્થ ખનુ. શ્રી શ્રેયાંસકુમારને મે' વારંવાર જગુાવ્યુ` હતુ` કે- તમારા જન્માદિક મહેાસવા તે મેં જોયા પરન્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com