________________
[ ૨૧૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મો. વાળું, ધનુષ, ભાલા, ચક, તલવાર, ત્રિશૂળ અને શકિત વિગેરે વિવિધ પ્રકારનાં શવાળા પાયદળ સૈન્યથી યુકત એવું તે સમસ્ત લશ્કર એકત્ર થઈ ગયું. શુભ સૂચવતા સારા શુકને દ્વારા જેને જય નિશ્ચિત છે એવો તે શ્રીદત્ત રાજવી અધિક ઉત્સાહવાળો બન્યા. પણ વગાડાતા વાજિંત્રવાળું, શીધ્ર ફેંકાતા બાણવાળું, ઊંચી કરેલી ગદાના પ્રહારથી ભાંગી નખાતા રવાળું, શકિતરૂપી શલ્યવાળું, પરસ્પર હસ્તિ-યુદ્ધવાળું, ક્રુર સુભટ દ્વારા તવારના પ્રહારથી છેદાતા મસ્તકવાળું, વહેતા રુધિરના કારણે નદીયાના સમૂહવાળું એવું પરાક્રમી બંને સંનું દાણુ યુદ્ધ થયું. બંને બાજુના સૈન્યનો સંહાર થતે જોઈને શ્રીદત્ત પોતાના ભાટને મોકલીને વિકમશકિતને કહેવરાવ્યું કે “ આ યુદ્ધમાં શા માટે અસંખ્ય માણસને નાશ કરાય છે? જો તું ખરેખર પરાક્રમી છે તે શ્રીદત્તની સાથે બંધ યુદ્ધ કર.”
પિતાના પરાક્રમથી ગવષ બનેલા વિક્રમશકિતએ તે હકીકત કબૂલ કરી અને હસ્તિ પર આરૂઢ થયેલા બંને સામસામે આવ્યા. શ્રી દત્ત વિકમશકિતને કહ્યું કે-“ સૌથી પ્રથમ તું મારા પર પ્રહાર કર” એટલે વિકમશકિતના પ્રહારોને તેણે પિતાના શદ્વારા નિષ્ફળ બનાવ્યા. પછી વિક્રમશકિતએ શ્રીદત્તને ઉશીને જણાવ્યું કે “હે પલ્લી પતિ ! પૂર્વે તે વખતે ગંગા નદીના કિનારે તે દુશમનાવટરૂપી વૃક્ષ વાવ્યું હતું, તે વૃક્ષને, મને અપાયેલ રાજકન્યાનું હરણ કરવાથી તેં વૃદ્ધિ પમાડ્યું છે તે આજે તે વૃક્ષનાં કડવાં ફળને તું ભોગવ.” રેષયુક્ત બનેલા તેણે ઉપર પ્રમાણે બેલીને શ્રીદત્ત પ્રત્યે પિતાની શક્તિરૂપી શસ્ત્ર ફેંકયું એટલે તે શકિતને છિન્નભિન્ન કરીને અતિ પરાક્રમી તેણે તેને જણાવ્યું કે-“હે ક્ષત્રિયાધમ ! હે વિશ્વાસઘાતી ! તું પાપી છે. હું નહીં જોવા લાયક મુખવાળા ! હે શરમ રહિત! બંને પ્રકારે (નામથી અને ગુણથી) શકિતહીન બનેલ! હવે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે, કારણ કે તું હવે જીવી શકવાને નથી.” આ પ્રમાણે કહીને તેના પ્રત્યે અર્ધચંદ્ર બાણું ફેંકીને તેનું મસ્તક છેદી નાખ્યું.
આ પ્રમાણે રાજયલક્ષમી તેમજ જયલક્ષમી બનેને પ્રાપ્ત કરીને, પાટલીપુત્ર નગરે આવીને, પર જનેના સન્માન સહિત નગરમાં પ્રવેશ કર્યો. પછી દરેક જિનાલયમાં અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યા અને દરેક ગામો તથા નગરોમાં જૂના જિનાલયને જીર્ણોદ્ધાર કરાવ્યો. દેદીપ્યમાન કાન્તિવાળા તેણે રથયાત્રાઓ કરાવી અને પ્રતિદિન આચાર્યોની વૈયાવચ્ચ કરવા લાગે. વિશાળ રાજ્યનું પાલન કરતાં, વૃદ્ધિ પામતાં પ્રતાપવાળા શ્રી દત્તને કેટલાક સમય
વ્યતીત થઈ ગયે, કે એક દિવસે ઉદ્યાનપાલકે શ્રીદર રાજવીને વિજ્ઞપ્તિ કરી કે-“હે રાજન ! કુસુમાકર નામના ઉદ્યાનમાં ભવ્ય પ્રાણીપ કુમુદને વિકસ્વર કરવામાં ચંદ્ર સમાન કુવલયચંદ્ર નામના આચાર્ય પધાર્યા છે.”
ઉપર પ્રમાણેનું વધામણું સાંભળીને જાણે અમૃતરસમાં ડૂબી ગયો હોય તેમ શ્રીદત્ત તેને તુષ્ટિદાન આપ્યું. મંત્રી, સામંત, પરજને અને અંતઃપુર સહિત ઉદ્યાનમાં આવીને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com