________________
બંને મિત્રએ સાંભળેલ નંદયંતીને ગુપ્ત વાર્તાલાપ.
૨૧૯ ] “હું કઈપણ પ્રકારે તારા વિયોગને સહન કરી શકીશ નહિ.” તમારી નજરથી અંશમાત્ર હું અળગી થતાં તમે ધીરજ ધારણ કરી શકતા નહોતા તે હમણાં સમુદ્રયાત્રાએ જતાં તમે મને વાણીથી પણ આશ્વાસન આપ્યું નહિં. ઘણું કરીને પુરુષ કઠેર હોય છે. જ્યારે તમારા વિયોગમાં હું પ્રાણોને પણ ધારણ કરવા સમર્થ નથી હવે હું આ શરીરને ત્યાગ કરીને શાંતિ પ્રાપ્ત કરું. વાંઝીયાપણામાં મરણ પામવાથી પરલોક સુધરતા નથી તે વાતનું મને દુઃખ છે તો હવે મારા કૃત્રિમ (દત્તક) પુત્ર સરખા અશોકદર (અશોક નામનું વૃક્ષ) મને જલાંજલિ આપનાર (મૃત્યુ બાદ પાણી છાંટનાર) બને, તે હવે હું તે અશેકદરને વિવાહમહેસૂવ કરીને પછી મૃત્યુ પામું.
વળી મેં સાંભળ્યું છે કે-“જે સ્ત્રી આભૂષણોથી અલંકૃત થઈને મૃત્યુ પામે છે તે પરલોકમાં દરેક અંગે સુંદર બને છે, તે હું મારી જાતને ભૂષિત બનાવું.” આ પ્રમાણે વિચારીને તેણે હંસિકા નામની દાસીને જણાવ્યું કે- અશોકદર પુત્રને વિવાહ-મહેસવ કરે છે તે બગીચામાં જઈને તું તે વૃક્ષને ઉચિત આભૂષણેથી શણગાર (વરને ગ્ય આભૂષિત કર.) ” હંસિકાએ પૂછ્યું કે-“હે સ્વામિનિ ! તમારા કયા પુત્રનું નામ અશોકદર છે?” નંદયંતીએ જણાવ્યું કે- “અશોકદર તે દત્તક પુત્રનું નામ છે. આજે પ્રિયંગુલતાની સાથે તેને વિવાહ કરે છે. નામ વગરની વ્યક્તિને વિવાહ કરવા યોગ્ય નથી, તો તેના પિતાના નામને (સમુદ્રદત્તના નામ) અમુક અંશ (દત્ત) ગ્રહણ કરીને તેને હું અશોકદર તરીકે સંબોધી રહી છું.” હંસિકાએ જણાવ્યું કે-“હે સ્વામિનિ ! આવા પ્રકારના વર્તનથી શું છે પ્રિયજનના વિયોગજન્ય ઉત્કંઠાને દૂર કરવા માગે છે?”
દાસી આ પ્રમાણે છેલી રહી હતી તેવામાં મિત્ર વસુમિત્ર સાથે સમુદ્રદત્ત તે સ્થળે આવી પહોંચે. તે સમયે નદયંતીએ સાગરિકા નામની દાસીને કહ્યું કે-“ અરે ! ગાઢ અળતાના રંગથી તું મારા બંને પગ રંગ.” તે વખતે વસુમિત્રે તે વાણી સાંભળીને સમુદ્ર દત્તને કહ્યું કે-“ અહી કઇક વિચારણી ચાલી રહી જણાય છે. ” સમુદ્રદત્તે કહ્યું કે-“ આપણે અહીં ગુપ્ત રીતે ઊભા રહીને જ વાતચીત સાંભળીએ.”
સાગરિકા-આ કઠિણ અળતાનો રંગ તમારા ચરણને લાયક નથી. નંદયંતી–ભલે તે કઠિન હેય, તું ઉતાવળ રાખ. વસુમિત્ર-હે મિત્ર! પગે અળતાને રંગ લગાડવાની વાતચીત થતી જણાય છે. સમુદ્રદત્ત–મારા વિદેશગમન સમયે તેણીને આ કેવા પ્રકારનો સહ જણાય છે? વસુમિત્ર–પ્રવાસના પ્રથમ દિવસે આવા પ્રકારની મંગળ ક્રિયા ઉચિત છે.
નંદયંતી–હે દાસી ! સેનાધિપતિ મારા પિતા હરિ મેતીની જે માળા મોકલી હતી તે લાવ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com