________________
આખરે કમલાકર અને મલાના થયેલ લખ.
[૨૪૯ ]. . પિતાના રાચરથી દાઝે બળતાં કમલગુપ્ત વિચાર્યું કે-“પારકાને દુઃખમાં પાડ- ' નારની લક્ષમી કદાપિ સ્થિર થતી નથી.” આ પ્રમાણે વિચારીને, મંત્રી પાસે જઈને તેના ચરણમાં પોતાના શો મૂકી દીધાં અને બોલ્યો કે-“હે સ્વામિન ! અપરાધી એવા મારું આપને ઉચિત લાગે તેમ કરે.” એટલે નમસ્કાર કરનાર પ્રત્યે વાત્સલ્યભાવવાળા મંત્રીએ તેની પીઠ થાબડીને દિલાસે આપે. કમલા પ્રત્યે આસકત મનવાળે રાજવી તે દીન સરખે જ બન્યો હતો. મંત્રીને ઉચિત સત્કાર કરીને રાજાએ કમલાના હસ્તની તેની પાસે માગણી કરી. મંત્રીએ જણાવ્યું કે- તમે કહ્યું. તે ઉચિત છે, પરંતુ તે વસ્તુ દૈવાધીન છે; તે પણ વિચારીને હું તમને જણાવીશ.” રાજાએ કહ્યું: “તે સંબંધમાં વિચારવા જેવું શું છે?” સ્ત્રીરત્ન તે હંમેશાં માન્ય જ હોય.” મંત્રોએ જણાવ્યું કે-“હે સ્વામિન્ ! મારી પુત્રી. કમલા સંયમ લેવાની ઈચ્છાવાળી છે.” રાજાએ પૂછયું કે- કેળ કરવતની પીડાને કઈ રીતે સહન કરી શકશે ? વળી મને અપ્રિય એવું વ્રત તેણી શા માટે ગ્રહણ કરશે ?” મંત્રીએ વિચાર્યું કે-“મારી પુત્રીને વિષે આસક્ત રાજાએ હમણાં મને મંત્રી મુદ્રા અર્પણ કરી જણાય છે.” બાદ મંત્રીએ જઈને તે વૃત્તાંત પોતાની પુત્રીને જણાવ્યો એટલે કમલાએ કહ્યું કે“ મિથ્યાત્વી રાજાથી મારે કંઈ પણ પ્રયોજન નથી. રાજ્યપાપ્તિ થવી એ કંઈ દુર્લભ વસ્તુ નથી.. શ્રી જિનધની પ્રાપ્તિ થવી તે જ ખરેખર દુર્લભ છે, તે મિથ્યાત્વીના સંસર્ગથી ધમ હારી, જે એગ્ય ન ગણાય. કદાચ તમે ભયને લીધે મને તેની સાથે પરણાવવા ઈચ્છતા હે તે તેની પાસે જઈને પહેલાં મારી શરત જણાવે કે-“વિવાહ કર્યા બાદ પણ હું નિધમનું જ આચરણ કરીશ અને અંતઃપુરમાં રહા છતાં પણ સાધ્વીજી પાસે અધ્યયન કરીશ. જે રાજાને મારી આ માગણી મંજૂર હોય તે તમે મને રાજા સાથે ખુશીથી પરણ્યા. તમારા આદેશથી હું શોકય સંબંધી દુઃખ સહન કરીશ.”
મંત્રીએ કમલાને જણાવ્યું કે-“હે પુત્રી ! તારા સિવાય બીજું કેણ આવા પ્રકારનું કૌશલ્ય જણાવી શકે? આવા પ્રકારના વિવેકથી તું ખરેખર મને બંને પ્રકારે નંદના ( ૧પુત્રી, ૨-આનંદદાતા) બની છે.” મંત્રીએ રાજવીને કમલાની શરતો જણાવવાથી રાજાએ હર્ષપૂર્વક કહ્યું કે-“હે મંત્રી ! તું જે કહે તે આ સંબંધમાં હું તને લેખ કરી આપું. તમે જઈને તમારી પુત્રીને પૂછે કે-“ભલે, તમે અન્ય ધર્મનું આચરણ ન કરશો, પણ મને મારા ધર્મનું પાલન કરવા દેશે કે નહિં?” આ પ્રમાણે મતિસાર મંત્રીને રાજાએ કરેલા પ્રણય વચન સાંભળોને કમલા રાજા પ્રત્યે પ્રીતિવાળી બની. પૂર્વે પણ મંથન કરાયેલા સમુદ્રની પુત્રી-લકમીને, બલવાન ગ્રહ સંબંધી વિપ્ન હોવા છતાં, કૃષ્ણ પરણ્યા હતા. કમલા પણ પિતાના ગુણેથી રાજાને પ્રિય થઈ પડી. તેની પ્રાપ્તિને કારણે રાજા પિતાની રાજલક્ષમીને સફળ માનવા લાગ્યો.
રાજા પિતાની બીજી પત્નીઓને ભાવ પણ પૂછતે નહતે. એક વખત કમલાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com