________________
[ ૨૬૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૩ મા
⭑
કલ્પવૃક્ષાથી જેમ મેરુપ'ત અને મૌક્તિકાથી જેમ સમુદ્ર શેલે તેમ પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ ચતુર્વિધ સંઘથી શેાલવા લાગ્યા. પહેલી પારસી પૂ થઈ એટલે સુવર્ણ ના થાલમાં રહેલ, ચાર પ્રસ્થ(આઠ શેર)ના પ્રમાણુ જેટલા, સુગંધી ક્રમાદમાંથી નીપજાવેલા, દુભિના અવાજથી નિમ`ળ (પવિત્ર) નિવાળા અક્ષત-અલિ મગાવીને સેામચન્દ્ર રાજવીએ પૂર્વ દ્વારથી સમવસરણને વિષે પ્રવેશ કર્યાં. આકાશમાં ઉછાળેલા તે અલિમાંથી અડધાઅડધ દેવાએ આકાશમાંથી ગ્રહણ કરી લીધે। અને બાકીના શેષ અધ ભાગ રાજાએ તથા શ્રેષ્ઠ લેાકેાએ ગ્રહણ કર્યો, તે અલિના પ્રભાવથી પૂના થયેલા રોગો નાશ પામે છે, છ માસ પર્યન્ત નવા રાગા થતાં નથી. બધા લેાકાએ તે ખલિ ગ્રહણ કર્યો. ઢવાથી પરિવરેલા પરમાત્માએ ઉત્તર દરવાજેથી નીકળીને ઈશાન ખૂણામાં રહેલ દેવછંદામાં જઈને વિશ્રામ કર્યો; એટલે ભગવંતની પાદ્યપીઠ પર બેઠેલા મુખ્ય ગણધર કૌસ્તુભે બીજી પારસીને વિષે, કલેશ-સંતાપને દૂર કરનારી શિક્ષા આપી. તે દેશના પૂર્ણ થઇ એટલે દેવછંદામાં પરમાત્માને નમસ્કાર કરીને આનદસમૂહથી દેદીપ્યમાન જણાતા દેવ અને દાનવા પાતપાતાના સ્થળે ચાલ્યા ગયા.
શ્રી શ્રેયાંસ પરમાત્માના તીથ માં ચાર હસ્તવાળેા, ત્રણ નેત્રવાળા, શ્વેત વણુ વાળા અને વૃષભના વાહનવાળા ઈશ્વર (અપરનામ મનુજ) નામના યક્ષ થયા. તે યક્ષે જમણા એ હસ્તમાં હસ્તી અને ખીજોરુ તેમજ ડામા એ હાથમાં અક્ષમાલા અને નકુળ ધારણ કર્યાં હતાં. વળી તે પરમાત્માના શાસનમાં માનવી ( અપરનામ શ્રીવત્સા ) નામની યક્ષિણી થઈ જેના જમણા એ હાથમાં વર (પાશ) અને મુગર હતા અને શત્રુથી રક્ષણ કરનારા બે હાથમાં કલશ અને અકુશ હતા. વળી, ગાયના જેવા કણવાળી અને દુષ્ટ હસ્તીના નાશ કરનાર સિ’હુના વાહનવાળી હતી. હમેશાં તે યક્ષ-યક્ષિણીથી સેવાતા પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ કરાડી સુરા અને અસુરાથી હંમેશા ઉપાસના કરાતા હતા.
આ પ્રમાણે સિંહપુર નગરમાં કેટલાક દિવસે સુધી ભવ્ય પ્રાણીઓને પ્રતિષેધ આપીને પરમાત્માએ પૃથ્વીપીઠ પર વિહાર શરૂ કર્યાં. કાંટાને અધેા મુખવાળા બનાવતા, છએ ઋતુનુ એકી સાથે પ્રકટીકરણ કરાવતા, દુકાળ, ઉપદ્રવ, મરી અને ઇતિઓને દૂર કરતા. જાણે પેાતાના પ્રભાવથી, ત્રણ જગતની લક્ષ્મી એક જ સ્થળે એકત્ર થઇ હોય તેમ દર્શાવતા, ધર્મના નાશ કરનાર મિથ્યાત્વને દૂર કરતા, ગ્રામ, આકર અને નગરવાળી પૃથ્વીપીઠ પર ક્રમપૂર્ણાંક વિહાર કરતાં, કલ્યાણના ભંડારરૂપ પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ પેાતનપુરે આવી પહોંચ્યા. વાએ ઇશાન દિશામાં સમવસરણ કર્યું એટલે પરમાત્મા શ્રી શ્રેયાંસનાથે રત્નમય સિહાસન અલ કૃત કર્યું. બાર પ્રકારની પદા પાતપેાતાને ચાગ્ય સ્થળે બેઠી એટલે ઉદ્યાનપાલકે જઇને ત્રિપૃષ્ઠ વાસુદેવને પરમાત્માનું આગમન જણાવ્યું, એટલે તે ઉઘાનપાલકને સાડા બાર કરોડ રૂપયા આપીને વાસુદેવે પોતાના પ્રધાન પુરુષોને સર્વ પ્રકારની તૈયારી કરવાના આદેશ આપ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com