Book Title: Shreyansnath Prabhu Charitra
Author(s): Mantungasuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 381
________________ ત્રિપ૪ વાસુદેવનો પરમાત્માએ કહેલો પૂર્વભવ. [૨૬૫ ] તમારા મસ્તકેને નીચે પાડું, પરંતુ સમુદ્રની માફક હું પૂજ્ય જનની મર્યાદાને ઉલંઘીશ નહિં.” ઉપર પ્રમાણે બેસીને તેણે આર્ય સંભૂત પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. દીક્ષિત કુમાર ને સમજાવવાને માટે રાજા આવ્યા અને કહ્યું કે-“ હે પુત્ર ! તું હર્ષપૂર્વક પુષ્પકરંડક ઉદ્યાનમાં ક્રીડા કર.” વિશ્વભૂતિએ જણાવ્યું કે-“મેં હમણાં ફલકરંડક (મોક્ષરૂપી ફલના કરંડિયારૂપ) સંયમ સ્વીકાર્યું છે, તેથી હવે મને પુષ્પકરંડક ઉદ્યાન પર આસક્તિ નથી રહી. તમે હવે ખેદ ન પામે. મેં જે કર્યું છે તે ઉચિત જ છે કારણ કે સમસ્ત લોક પિતાના કાર્યો સાધવાને ઉદ્યક્ત જ હોય છે. વાસ્તવિક રીતે તો કોઈ કેઈને પારકે કે પોતાનો નથી. આત્માને દ્રોહ કરનાર-છેતરનાર મેહનો ત્યાગ કરે.” વિવભૂતિનું આવું કથન સાંભળીને રાજા ચાલ્યો ગયો અને લોકે વિશ્વભૂતિની પ્રશંસા કરવા લાગ્યા. અંગીકાર કરેલ વસ્તુને નિર્વાહ કર, પાલન કરવું, એ મહાપુરુ નું મોટું વત છે. ગીતાર્થ બનેલ અને તપને કારણે દુર્બલ દેહવાળા વિશ્વભૂતિ મુનિવર ગુરુની આજ્ઞાથી એકલા વિચરતાં મથુરા નગરીએ ગયા. વિશાખનંદી પણ મથુરાનગરીના રાજાની પટ્ટરાણી–પિતાની ફઈની પુત્રીને પરણવા માટે તે જ નગરીએ આવ્યો હતો. માસખમણુને પારણે, વિશાખનંદીના આવાસની નજીકમાં ગોચરીએ જતાં વિવભૂતિ મુનિને બળદદ્વારા ભૂમિ પર પાડી દેવાયા. તે સમયે ત્યાં રહેલા વિશાખનંદીએ વિવભૂતિને પડી ગયેલા જોઈને પિતાના સમસ્ત પરિવાર સહિત અટ્ટહાસ્ય કર્યું. એટલે વિશાખનદીને જોઈને, રોષે ભરાયેલા વિશ્વભૂતિ મુનિએ તે બળદને બંને ઈંગડાઓ દ્વારા ઉછાળીને આકાશમાં ત્રણ વાર જમાડ્યો અને વિશાખનંદીને ઉદ્દેશીને બેલ્યા કે-“ અરે પાપીણું! ફેગટ શા માટે ક્રોધ ઉત્પન્ન કરાવે છે? કોઠાના ઝાડના ફલેને પાડી નાખનારું મારું પૂર્વનું તે બળ શું ચાલ્યું ગયું છે?” ઉપર પ્રમાણે કહીને વિશ્વભૂતિ મુનિ પિતાને સ્થાને ગયા અને અનશન સ્વીકારીને, સિદ્ધાન્તમાં નિષેધ કરેલું અને દુઃખદાયક એવું નિયાણું બાંધ્યું કે-“જે મારા આ વતનું તેમજ તપનું ફલ હોય તે મૃત્યુ પામીને બીજા ભવમાં હું અતિશય પરાક્રમી થઉં.” આ પ્રમાણે નિયાણું બાંધીને, કાળધર્મ પામીને તું મહાશક નામના આઠમા દેવલોકમાં દેવ થયો. ત્યાંથી ચ્યવને તું અર્ધચક્રી ( વાસુદેવ ) મહાબલશાળી ત્રિપૃષ્ઠ થયો છે એટલે તને વિરતિનાં પરિણામ નથી થતાં. ભવિષ્યમાં તું શ્રીવર્ધમાન નામને વીશ તીર્થંકર થઈશ.” આ પ્રમાણેનું પરમાત્માનું સમ્યફ કથન સાંભળીને વિપૃષ્ણ વિશેષ હર્ષવાળો બન્ય અને શ્રી શ્રેયાંસનાથ પરમાત્માને નમીને પિતાના સ્થાને ગયે, પરમાત્મા વિશ્રામ માટે દેવ ૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390