Book Title: Shreyansnath Prabhu Charitra
Author(s): Mantungasuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 389
________________ , ગ્રંથકર્તાની પ્રશસ્તિ ઃ પદ, બીજ વિગેરે ત્રણ પ્રકારના મૂળરૂપ, સ્મરણ માત્રથી સંકટસમૂહને હરનારી, નવતત્વની જન્મદાત્રી એવી શ્રી જૈનાગમરૂપી મૃતદેવી જયવંત વર્તે છે. શ્રી વીર પરમાત્મારૂપી નંદનવનમાં કલ્પવૃક્ષ સરખે કટિક ગચ્છ થયે, તેમાંથી નવીન શાખારૂપ રિ” નામની શાખા પ્રગટી, તે શાખામાં પુષ્પ સરખા ચાર ગચ્છા થયા, જેમાં એક પુષ્પરૂપ ચંદ્રકળ પ્રગટયું, જેમાં ભ્રમર સરખા શ્રી શીલભદ્ર નામના આચાર્ય થયા. તેમને શ્રીચંદ્રસૂરિ, શ્રી ભરતેશ્વરસૂરિ, શ્રી ધનેશસરિ, શ્રી સર્વદેવસૂરિ અને શ્રી ધર્મઘોષસૂરિ નામના પાંચ શિષ્યો થયા. તે સર્વ શિષ્યો પૈકી શ્રી ધર્મઘોષસૂરિ ગચ્છના નાયક બન્યા. બાળવયમાં જ તેઓ બે કે ત્રણ ઘટિકામાં પાંચ સે લોકોનું અધ્યયન કરીને ઉત્તમ વાદી બન્યા. ભાલેજ : નામના નગરમાં શ્રી મહાવીર જિનચેત્યમાં વ્યાખ્યાનાવસરે ગુરુ શ્રી સર્વદેવ આર્યા દેવીના વજનું પોતાના હસ્તદ્વારા રક્ષણ કર્યું હતું. તેમના શિષ્ય શ્રી ચંદ્રપ્રભસૂરિ થયા જેમના ઉપવાસની તપશ્ચર્યાથી સ્થભન તીર્થની શાસનદેવી પ્રત્યક્ષ થઈ હતી. તેમના ચાર વિદ્યામાં નિપુણ શ્રી જિનેશ્વરસૂરિ નામના શિષ્ય થયા, જે, નિત્યરી પ્રાણીઓના શત્રુ ભાવને દૂર કરનારા હતા. બ્રહ્મરન્દ્રમાં પ્રગટેલ તેજપુંજથી જેમણે અજ્ઞાનાંધકારને દૂર કર્યો છે તેવા તેમજ કલાસમૂહના આવાસભૂત તે રિવરની સ્તવના કરવાને કાણુ શક્તિમાન થાય ? વળી તેમના શિષ્ય શ્રી રતનપ્રભસૂરિની પણ કઈ રીતે અમે સ્તુતિ કરીએ ? કે જેના કલિયુગને વિષે શ્રી જિનેશ્વરસૂરિ જેવા ગુરુ છે. તેમના ચરણકમળમાં ભ્રમરપણાને ધારણ કરતા, શ્રતમાંથી ઉદ્ધરીને જેમણે સ્વોપજ્ઞ વૃત્તિ બનાવી તે શ્રેષ બુદ્ધિશાળી શ્રી માનસૂરિએ આ શ્રી શ્રેયાંસનાથ મહાકાવ્યની રચના કરી છે. વિક્રમ સંવત ૧૩૩૨ની સાલમાં માઘ માસની વદિ . પાંચમને દિવસે સરસ્વતી દેવીની કૃપાથી શીઘ મેં આ ચરિત્રની રચના કરી છે. જ્યાં સુધી ભવ્ય પ્રાણીઓના કર્મરૂપી વનમાં દુઃખ સમૂહરૂપી દુર્વાને ચરતો અને પુષ્ટ શરીરવાળો શ્રી જૈન ધમરૂપી વૃષભ મોક્ષને પ્રાપ્ત કરાવે ત્યાં સુધી મુનિવૃંદને વિષે વ્યાખ્યાન દ્વારા પ્રચંડ દવનિને કારણે ગર્જના કરતું આ શ્રી શ્રેયાંસનાથ ભગવંતનું ચરિત્ર વિશ્વને વિષે વિસ્તાર પામે ) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર સમાપ્ત. واییییییییییییییییییییییییین Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 387 388 389 390