________________
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર સર્ગ ૧૩
જઓ અને તારું વિશ્વભૂતિ એવું નામ પાડવામાં આવ્યું. પ્રિયંગુ રાણીએ પણ વિશાખનદી નામના પુત્રને જન્મ આપે.
' અનુક્રમે વિશ્વભૂતિ અને વિશાખનંદી યૌવનવયને પ્રાપ્ત થયા. તેઓ બંનેને રાજપુત્રીએ સાથે પરણાવવામાં આવ્યા. એકદા કામદેવના મિત્ર સરખી વસંત ઋતુ આવી પહોંચે એટલે ક્રીડા કરવાને માટે વિશ્વભૂતિ અંતઃપુર સહિત સર્વ ઋતુના ફલવાળા પુષ્પકરંડક નામના ઉઘાનમાં ગયો. ત્યાં દેગુંદક દેવની માફક તેણે અંતઃપુરની સ્ત્રીઓ સાથે પુષ્પ ચૂંટવા, જળકીડા કરવી વિગેરે પ્રકારની ક્રીડાઓ દ્વારા વિવિધ ક્રીડાઓ કરી. નંદન વન સરખા તે ઉદ્યાનમાં યુવરાજ ક્રીડા કરી રહ્યો હતો ત્યારે પટ્ટરાણી પ્રિયંગુએ મકવેલ દાસીએ પુષ્પ લેવા માટે આવી. તે સખતે વિશ્વભૂતિને ક્રીડા કરતો નીહાળીએ તે દાસીઓએ રાણીને જણાવ્યું કે“વિશાખનંદીને ક્રીડા કરવા લાયક વનમાં બીજે રજપુત્ર કેમ કીડા કરી રહ્યો છે?” સ્ત્રીભાવગત તુછપણાને કારણે પ્રિયંગુ રાણી કેપ-ગૃહમાં ગઈ એટલે તેને મનાવવા માટે રાજાએ પણ ત્યાં જઈને તેણીને કહ્યું કે “હે દેવી! તમારે કેપ કરવાનું શું કારણ છે?” રાણીએ જણાવ્યું કે-“આપણા પુષ્પકરંડક ઉદ્યાનમાં વિશ્વભૂતિ ક્રીડા કરી રહ્યો છે, તે ત્યાં વિશાખનંદી ક્રીડા કરે તેવું કરે.” રાજાએ જણાવ્યું કે-જે સથળે એક વ્યક્તિ ક્રીડ કરી રહી હોય ત્યાં બીજી વ્યક્તિ જઈ ન શકે તે આપણે કુળાચાર છે.” એટલે પ્રિયંગુએ જણાવ્યું કે “આ પ્રકારના પરાભવથી તે હું મારા પ્રાણેને ત્યાગ કરીશ.” '; “ રાજાએ તે હકીકત પ્રધાને જણાવી અને તેઓએ પણ રાણીને સમજાવવા છતાં તેણી સમજી નહી. રાણીને હઠાગ્રહ જોઈને વિચક્ષણ મંત્રીએ રાજાના આદેશથી રણભેરી વગડાવીને ખે હું પ્રયાણ શરૂ કર્યું. ભેરીને અવાજ સાંભળીને વિશ્વભૂતિએ એકદમ ઉધાનનો ત્યાગ કરીને, રાજા પાસે જઈને પૂછ્યું ત્યારે રાજવીએ જણાવ્યું કે-“હે પુત્ર! તું જાણે છે કે રાજાને પિતાની આજ્ઞાનું પાલન એ જ જીવિત છે. મારે પુરુષસિંહ નામને સામંત રાજા મારી
આજ્ઞાનો અનાદર કરી રહ્યો છે.” વિશ્વભ્રતિ કુમારે કહ્યું કે-“હે પૂજ્ય! તમારી આજ્ઞા ‘ઉઠાવવા હું તૈયાર છું. મૃગને મારવા માટે સિંહને પ્રયાસ બસ છે. તેમાં અષ્ટાપદની જરૂર નથી.” આ પ્રમાણે બેલીને સંન્ય સાથે ગયેલા વિશ્વભૂતિએ તે સામંતને નમાવીને તેની પાસેથી ભેટયું લઈને, રાજાને અર્પણ કર્યું..
પછી રાજાથી પિતાના આવાસે જવા માટે રજા અપાયેલ વિશ્વભૂતિ કુમાર પુષ્પકરંડક ઉદ્યાનમાં ગયો અને દરવાજામાં પ્રવેશ કરતાં તેને પ્રતિહારીએ અટકાવ્યા. “ઉદ્યાનમાં હાલમાં વિશાખનંદી કીડા કરી રહ્યો છે.” એમ સાંભળીને વિશ્વભૂતિએ વિચાર્યું કે–“પૂર્વે મને કપટપૂર્વક ઉદ્યાનરૂપી ઘરમાંથી બહાર કાઢ્યો છે. પૂજ્ય વ્યક્તિએ પણ પ્રપંચ કરે છે. એમ વિચારીને ક્રોધને લીધે તેણે કઠાના ઝાડને મુષ્ટિવડે પ્રહાર કરી તેના ફલે નીચે પાડયા અને રોકીદારને ઉદ્દેશીને કહ્યું કે-“અરે! જો હું રોષ પામું તે કાઠાના ઝાડની માફક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com