________________
-
-
-
-
[૨૬૬ ]
*
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૩ મે.
છંદામાં પધાર્યા એટલે પાદપીઠ પર બેઠેલા કૌસ્તુભ ગણુધરે દેશના આપી. આ પ્રમાણે ભલે પ્રાણીઓને સન્માર્ગે સ્થાપીને, સંસારસમુદ્રમાં નૌકા સમાન શ્રી જિનેશ્વર ભગવંતે પિતનપુરથી વિહાર કર્યો. પર્વના દશ તીર્થકરોએ આવીને પોતાના ચરણકમલથી પવિત્ર કરેલા અને સિદ્ધિના સ્થાનરૂપ શ્રી શત્રુંજય મહાતીર્થે પરમાત્મા આવ્યા. ભવ્ય પ્રાણીઓને શીતળતા અપનાર શ્રી યુગાદિજિન શ્રી ઋષભદેવના જિનમંદિરને કારણે ચૂલિકાયુક્ત બનેલ તે શ્રી શ જય પર્વત નંદનવન સહિત મેરુપર્વતની માફક શોભે છે. તે તીર્થ પર અચિન્ય ફલદાતા કલ્પવૃક્ષ સરખા શ્રી ઋષભજિનનું દર્શન માત્ર ક્ષફલને આપે છે.
તે પર્વત પર દેવોએ સમવસરણની રચના કરી અને ક્ષેત્રના પ્રભાવને કારણે લેકે વિશેષ પ્રતિબંધ પામ્યા. પછી વિષ્ણુના હૃદયપ્રદેશ પર રહેલ કૌસ્તુભ મણિ સરખા કૌસ્તુભ ગણધરે શ્રીશ્રેયાંસનાથ પરમાત્માને પૂછ્યું કે “અહીં કેણે આવું સુંદર જિનમંદિર બંધાવ્યું?” પરમાત્માએ કહ્યું કે-“ શ્રી ઋષભદેવ પરમાત્માના પ્રથમ ચક્રવતી ભરત નામના મુખ્ય પુત્ર હતા. તેમને વંશરૂપી વનમાં કમળ સમાન પુંડરીક નામના પુત્ર હતા; જે પ્રથમ જિનપતિ શ્રી ઝષભદેવના પ્રથમ ગણધર થયા હતા. તેઓએ પિતાના ગુરુ શ્રી ઋષભદેવના કથનથી આ પર્વત પર કટિ સુનિવર સાથે આહારનો ત્યાગ કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને પિતાના પરિવાર સહિત મોક્ષની પ્રાપ્તિ કરી હતી. પંડરીક ગણધરના મુક્તિ સ્થાને, પિતાની લક્ષમીને સાર્થક કરનારા શ્રી ભરત ચક્રવર્તીએ પિતે આ સ્થળે આવીને આ વિશાળ જિનમંદિર બંધાવ્યું છે. ત્યારથી પ્રારંભીને અનેક મુનિવરો અત્રે દુષ્કર ચારિત્રનું સુંદર રીતે પાલન કરીને નિર્વાણ પામ્યા છે. બીજા પણ અનેક વિનયશીલ મુનિવરે આ સ્થળે મોક્ષે જશે. તેમજ બીજા તીર્થકર ભગવતે પણ આ પર્વતની સ્પર્શના કરશે. બળી ગયેલ દોરડાની કાંતિ સરખા અ૫ કર્મના નાશને માટે કેવળજ્ઞાન-પ્રાપ્તિ થવા છતાં પણ તીર્થકર ભગવતે શત્રુંજય તીર્થનું શ્રેષ્ઠ પ્રકારે સમરણ કરે છે. ત્યારથી પ્રારંભીને પૃથ્વીપીઠને વિષે આ તીર્થ સૌથી પ્રથમ તીર્થ તરીકે અને નિકપટી મુનિવરોના પ્રથમ નિર્વાણક્ષેત્ર તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. ક્ષેત્રના પ્રભાવથી મુનિવરોના રાગ, દ્વેષ વિગેરે આત્યંતર શત્રુઓને નાશ થાય છે, તેથી આ તીર્થ શત્રુંજય તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. ઘણું કરીને આ તીર્થમાં મૃત્યુ પામેલા પશુઓ પણ ઉત્તમ જાતિને પ્રાપ્ત કરે છે તેથી બુદ્ધિમાન પુરુષો તેને વિમલાચલ પણ કહે છે.” આ પ્રમાણે સાંભળીને મુક્તિરૂપી સ્ત્રીના સંગમના કારણભૂત આ પર્વત પર અનેક મુનિ વરોએ અનશન કરીને મોક્ષ પ્રાપ્તિ કરી.
જન્મથી જ ચાર પ્રકારના અતિશયથી શોભતા, ઘાતી કર્મના નાશથી અગિઆર અતિશથી સુશોભિત તેમજ દેવકૃત ઓગણીશ અતિશયથી વિરાજિત અને પૃથ્વીરૂપી સ્ત્રીના ઉરસ્થળને વિષે હાર સમાન તેમજ ત્રિકાલજ્ઞાની પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ પૃથ્વીપીઠ પર વિહાર કરવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com