________________
[ ર૫૦ ]
શ્રી કોયાંસનાથ ચરિત્ર-સમ' ૧૧ મે રાજાને કહ્યું કે “હે સ્વામિન્ ! તમે બીજી રાણીઓને યાદ પણ કેમ કરતા નથી ?” જેમ જેમ કમલા આ સંબંધી રાજાને વાત કરતી તેમ તેમ તેણે પોતાના ઈર્ષાભાવ રહિત ગુણેને કારણે રાજાનું ચિત્ત પણ પોતાનો પ્રત્યે ગાઢ રીતે આકર્ષવા લાગી. કમલાએ કરેલ જિન પૂજા જેવાને માટે વિચક્ષણ રાજા, તેના પ્રત્યેના સ્નેહને કારણે જિનમંદિરમાં જવા લાગે કમલા પ્રત્યે રાજાને અનુપમ પ્રેમભાવ નીહાળીને અન્ય રાણીએ તેણીની ઈર્ષ્યા કરવાની સાથોસાથ ખેદ અનુભવવા લાગી. ક્રોધે ભરાયેલ તે શેય રાણીઓએ તાપસીના ઉપદેશથી કમલાની દાસીને ધન દ્વારા ફેડીને દાભનું પૂતળું રાજાની શયામાં સંતાડાવ્યું; એટલે રાજાને કઈ પણ પ્રકારે ચેન પડવા લાગ્યું નહીં. ભૂખ તેમજ નિદ્રાના ભંગને કારણે કઈ પણ પ્રકારની ચિકિત્સાનો ફાયદો થયે નહિં એટલે કમલા વિગેરે સમસ્ત જનસમૂહ દુઃખી થયે; જયારે પાપીઈ એવી બીજી રાણીઓ હદયમાં અત્યંત આનંદ પામી.
એકદા વિજયા નામની પટ્ટરાણીએ રાજાને જણાવ્યું કે-“હે સ્વામિન ! સાધવીના ઉપદેશથી કમલાએ દાભનું પૂતળું તમારી શખ્યામાં મૂકાવ્યું છે. ” વારંવાર આવી જાતની હકીકત સાંભળીને રાજાએ શમા ખેલાવી તે દાભનું પૂતળું જોઈને કમલાને પૂછ્યું કે-“આ શું છે?” કમલાએ કહ્યું કે-“હું આપ પૂજ્યના સેગન ખાઈને કહું છું કે આ કોઇ દુર્જન વ્યક્તિનું કર્તવ્ય જણાય છે. આ પ્રમાણે જણાવાયેલ રાજાએ તેણી પ્રત્યેના નેહને કારણે તેને એક પણ દુઃખદાયક વચન કહ્યું નહિ. સાધ્વીજીને અંતઃપૂરમાં આપવાનો નિષેધ કર્યો અને પોતે જૈન ધર્મ પ્રત્યે ઉદાસીન બની ગયે. વળી આ બનાવથી તેને કમલા પ્રત્યેનો વિશ્વાસ ઊઠી ગયે.
કમલા પરત્વે રાજાને સનેહ ઓછો થઈ ગયાનું જાણીને વિજયા રાણીએ રાજાને એકાંતમાં જણાવ્યું કે-“હજી પણ આપને કંઈક જણાવવાનું રહે છે, પરંતુ આપની પાસે વાણી દ્વારા તે કહી શકાય તેમ નથી, કારણ કે અધમ કુળમાં પણ જેનું આચરણ ન થાય એવું આચરણ તમારી પતની કમલા કરી રહી છે, જે કે આપને તેણીના પરત્વે અનુરાગ છેતેથી આપ તે માનશે નહીં, છતાં આપને હું જણાવું છું કે તેને મનોરમ નામનો જે નાન ભાઈ છે તે તેની પાસે આવે છે અને તેણી પણ તેને, નાના ભાઈના બહાનાથી લાંબા સમય સુધી આલિંગન આપે છે.”
જાએ વિશ્વાસુ દાસીને તે સંબંધી નિરીક્ષણ કરવા માટે આદેશ કર્યો. દાસીએ. તપાસ કરીને રાજાને જણાવ્યું કે-“હે સ્વામિન્ ! તેણીને તેની સાથે માતા-પુત્ર જેવો સંબંધ જણાય છે.” રાજાએ તે હકીકત વિજયાને જણાવી કે “તે બંનેને વ્યવહાર કંઈ અનુચિત નથી.”વિજયાએ કહ્યું કે-“હે નાથ ! કમલા પ્રપંચી છે અને તમે ભેળા છે.” એટલે વળી ફરી શંકાશીલ બનેલા તેણે બીજી વાર બીજી દાસીને તપાસ કરવા કહ્યું.
એકદા મનેરમ સુવર્ણના પુષ્પનું લેટયું લઈને આવ્યા. તે સમયે નજીકમાં કોઈપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com