________________
[ ૨૪૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ ૧૧ મે
⭑
પ્રાતઃકાળે તે જ રસ્તેથી રચવાડીએ નીકળેલા રાજાએ ગવાક્ષમાં બેઠેલી, હાથમાં પુસ્તકવાળી અને અધ્યયન કરતી કમલાને જોઇ. તેણીને જોઈને રાજા વિચારવા લાગ્યા કે અરે! ખરેખર આ તા અદ્ભુત સૌન્દ્રય' છે. ટુ' માનુ છુ' કે—આ કમલા કામદેવની હાલતીચાલતી પ્રત્યક્ષ રાજધાની સરખી છે. તેણીનું મુખ અને ચંદ્ર તે ખ'ને પૈકી કાણુ મેાટુ' અને કાણુ નાનું તે હું જાણી શકતા નથી. જાણે તેણીના સ્ત્રરથી જ જીતાઈને હોય તેમ કાયલે વનમાં ચાલી ગઇ જાય છે. ’’ આ પ્રમાણે કમલાને વિષે જ લયલીન ચિત્તવાળા તેણે રયવાડી પૂર્ણ કરી, મહેલમાં આવ્યા બાદ તેણે સેવક વગને રજા આપી.
આ બાજુ પેાતાના સૌન્દર્યને કારણે પિતાના દ્રશ્ય-વિનાશના કારણભૂત પેાતાને સમજતી કમલાએ ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી અને દીક્ષા લેવાની મનેાવૃત્તિવાળી બની. તેના પ્રત્યેના વાત્સલ્ય ભાવને કારણે મતિસારે તેને સયમ લેવાના અનુમતિ ન આપી તેમજ પાતે દ્રવ્યવિહીન થઇ જવાથી તેણીનું લગ્ન કરવા માટે પણ અસમર્થ બન્યા
એકદા અકસ્માત્ કમલાકર રાજવીએ કમલગુપ્ત નામના નવા મંત્રી પાસેથી મત્રોમુદ્રા લઇને શય્યાપાલકની સાથે મતિસારને ઘરે મેાકલી, મત્રીએ જણુાવ્યુ કે “ મારે આ મ`ત્રી– મુદ્રાનું કામ નથી. રાજા ભલે પેાતાની પાસે રાખે.’ એમ કહીને તે પેાતાના આવાસે ગયા. કમલાને નિરખવાની ઉત્કંઠાવાળા રાજાએ પેાતાના સેવકદ્વારા મ`ત્રીને કહેવરાવ્યુ. અને તેને સમજાવવાને માટે પેાતે થેાડા સેવકવગ સાથે મત્રીના આવાસે ગયા એટલે મ`ત્રીએ રાજાને ઉચિત સત્કાર કર્યો. રાજાએ પણ તેને સમજાવીને મત્રીમુદ્રા આપીને કહ્યું કે-“ હે મત્રી ! પૂર્વની માફક તમે રાજકાર્યો સંભાળા, કારણ કે તમે હવે મારા પિતા મહામલને સ્થાને છે.” મત્રીએ રાજવીના આગ્રહથી તેનુ કથન સ્વીકાર્યું..
રાજાએ પણ કમલાના સૌન્દર્ય રૂપી જળનુ પેાતાના નેત્રદ્વારા પાન કર્યુ. પછી અવલેાકન કરતાં કરતાં રાજાએ સરસ્વતીની અદ્ભુત મૂતિ નીહાળી મંત્રીને પૂછ્યું કે- આ શુ છે ? ’’ મંત્રીએ જણાવ્યું કે-“ હે સ્વામિન્ ! તે સરસ્વતી દેવીની મૂર્તિ છે. ” કમલાને નિરખતાં એવા તે રાજાએ પેાતાના કંઠમાંથી હાર ઉતારીને મનેાભાવનાપૂર્વક કહ્યું કે- આ હારવટે તમે સરસ્વતી દેવીના અને ચરણાની પૂજા કરેા. બાદ આ શેષારૂપ હાર કમલાને આપેા.” વળી રાજાએ પૂછ્યુ કે “ સરસ્વતી દેવી માટે શુ કાઇ પણ અલંકાર નથી ? ” મતિસારે જણાવ્યું કે હે નાથ ! અલકારા તા હતા, પણ તે સર્વ રાજભંડારમાં ગયા છે. ’' રાજાએ જણાવ્યુ કે તે તમારું' તે સં દ્રવ્ય, આભૂષણ વિગેરે યાદ કરીને રાજભડારમાંથી લઇ લ્યા. ’’
બાદ રાજા પોતાના મહેલે ગયા અને લેાકેામાં તેની પ્રશંસા ફેલાઈ. મંત્રીને પુનઃ મંત્રીપદ પ્રાપ્ત થવાથી સમસ્ત જનવગ ખુશી થયા. માતાની સૂચનાથી કમલાકર રાજવીએ અસ્માત જ મંત્રીને મુદ્રા આપણુ કરી, જ્યારે લેાકેા કહેવા લાગ્યા કે- મતિસાર મત્રીની બુદ્ધિ જ કાઈ અપૂર્વ છે. ’”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com