________________
[ ૨૫૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૨ મે. .. તે દંપતી પગે ચાલીને મુસાફરી કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં સામા મળતાં અને આશ્ચર્ય પામતાં મુસાફરો ધનશ્રીના દિવ્ય સ્વરૂપને નીહાળતાં હતાં. એકદમ ચાલતાં ચાલતાં ધનાવહે રાત્રિને વિષે ભયંકર શબ્દ સાંભળ્યો એટલે ચાર લોકોની આશંકાથી વિશાળ વડલાની ઘટામાં છુપાઈ ગયો. તે સમયે તે વડલા નીચે ચાર લેકે આભૂષણે ભાગ પાડવા લાગ્યા ત્યારે લોભને કારણે ધનાવડે કહ્યું કે-“મારે ભાગ પણ પાડજે.” ત્યારે અંધકારને કાશે ધનાવહ નહીં જોતાં “આ કોઈ યક્ષ કે રાક્ષસ બેલી રહ્યો છે.” એમ વિચારીને ચર લકે આભનો ત્યાગ કરીને નાસી ગયા એટલે કંઈક હસીને તેણે, પ્રિયાની સાથે તે આભૂષણે ગ્રહણ કર્યા. પછી હર્ષપૂર્વક બેલ્યો કે-“ આપણને અનાયાસે જ આ આભરણે મહંયા. હવે આપણે આપણી નગરીમાં જઈએ.” - શેષ રાત્રિ વ્યતીત કરીને પ્રાતઃકાળે ઘનશ્રી સાથે તે ચાલી નીકળ્યો. મધ્યાહન કાળે નજીકના એક બગીચામાં નીકના પાણીથી હાથપગ ધોઈને, કંકેલી વૃક્ષની છાયા નીચે બેઠેલા તેણે ધનશ્રીને કહ્યું કે-“હે પ્રિયા ! જેટલામાં હું કંદોઈની દુકાનેથી કંઈક ભેજન લઈને આવું ત્યાં સુધી તે અહીં જ રહેજે.” ધનશ્રીએ જણાવ્યું કે-“ભલે, એમ થાઓ.” :
મનોહર બગીચાને જોતી તેમજ કોયલના મધુર સ્વરને સાંભળતી ધનશ્રી કામાભિલાષી બની તેવામાં અસ્કુટ સ્વરવાળા અને કર્ણપ્રિય સંગીતને સાંભળવાથી તે વિશેષ કામેચ્છાવાળી બની. મયૂરે કેકારવ કરવા લાગ્યા એટલે થોડે દૂર ગયેલ તેણીએ શૃંગાર રસવાળાં પદોને ગાતે તેમજ મનહર સ્વરૂપવાળો રેટ હાંકનારે તરુણ પુરુષ જોયે. તેને જોઈને તેણીએ વિચાર્યું કે “આ પુરુષના સ્વરમાં અત્યંત મીઠાશ હેવા છતાં પૂર્વકમના એગથી તેને અનુરૂપ ગુણ નથી. જ્યાં સંસારના સારરૂપ આવું સુન્દર ગીત સાંભળવાનું નથી મળતું ત્યાં બીજા મનોહર સુખેથી શું લાભ? મૃગોને હું વખાણું છું કારણ કે તેઓ મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા સંગીતને માટે જન્માંતરમાં પ્રાપ્ત થનારા સ્વજીવિતની પણ દરકાર રાખતા નથી.” : તે રેટ હાંકનાર પુરુષે પણ, રોષે ભરાયેલ દેવી સરખી ધનશ્રીને નિશ્ચળ અંગવાળી સંજમપૂર્વક જોઇને - અંતઃકરણમાં વિચાર્યું કે “આ કઈ વનદેવી જણાય છે” પરન્તુ તેણીના નેત્ર નિમેષવાળા જઈને તે તેની પાસે ગયો. તેને પિતા પ્રત્યે અભિલાષવાળી જોઇને તેણે તેને પૂછ્યું ત્યારે લજજાળુ સીની માફક ઉરસ્થળ પરથી સરી પડેલ ઉત્તરાસનને જોતી તેમજ કટાક્ષપૂર્વક નિહાળતી તેણી બોલી કે તમારા દર્શનથી હું અભિલાષાવાળી બની છું.” રેટ હાંકનાર તે યુવાને કહ્યું કે-“હે સુંદરી! તું ફરમાવ કે હું શું કરું?” ધનશ્રીએ જણાવ્યું કે- તારા સંગીતથી પ્રસન્ન બનેલ હું તારે આધીન બની છું.” ? મારા સ્વામી ભોજન લેવાને માટે પાસેના નગરમાં ગયા છે. તેને આવવાનો સમય થયો છે. તે જો આપણે બંનેને જોઈ જશે તો અનર્થ થશે. તે જીવતાં હશે ત્યાં સુધી આપણે નિર્વિક્તપણે સંસારસુખ ભોગવી શકશું નહિ, તે તે અધમ પુરુષને દૂર ત્યજી દઈને હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com