________________
| [ ર૫૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૨ મે તેવામાં અડથી ઢંકાયેલા મુખવાળા અને ઊંડા જળવાળા !
કવાને જોઈને ધનશ્રીએ કે ધનાવહને જણાવ્યું કે-“મને પાણી પાવ.” તેણે જણાવ્યું કે-“ આ કૂવામાંથી પાણી કેવી રીતે ખેંચી શકાય?” ધનશ્રીએ કહ્યું કે-“ખડનું દોરડું બનાવે અને વડલાના પાનના બે પડિયા કરો. દોરડે બાંધેલા એક પડિયાવડે પાણી ખેંચીને બીજા પડિયામાં પાણી નાખો જેથી હે સ્વામી! હું પાણી પી શકું.” ધનાવહે તેમ કર્યું. સ્ત્રીનાં વચનથી પુરુષો શું શું નથી કરતા? જુએ, શંકરે પાર્વતીને પોતાનું અધું શરીર આપી દીધું હતું. ધનાવહ ધનશ્રીને પાણી પાયા પછી પિતાને પીવા માટે પાણી ખેંચતે હતું તેવામાં પાપિણી તેણીએ તેને જલ્દી પાછળથી ધક્કો માર્યો, જેથી તે કૂવામાં પડી ગયે. ભવિતવ્યતાને કારણે તેને શરીરે કંઈ પણ વાગ્યું નહીં અને ગોઠણ સુધી પાણીમાં તે કાયોત્સર્ગમાં રહેલ વ્યક્તિની માફક ઊભે રહ્યો.
પછી તે વિચારણા કરવા લાગ્યો કે-“દયાહીન ધનશ્રીની કેટલી ભૂલો હું ભૂલી જાઉં? લજજાહીન તેણીને દુષ્કર કાર્ય કરનારા મારી શરમ પણ ન આવી. તેણીના વચનને ખાતર મેં કુટુંબ યુક્ત બંધુને ત્યાગ કર્યો, કુલદેવીનું કથન ન સ્વીકાર્યુ, પૃથ્વી પર સવ સ્થળે બ્રમણ કર્યું, પર્વત પર સત્યગિરા દેવીની આરાધના કરી, નગરીનો ત્યાગ કર્યો, માગમાં વડલાના પાનના વડીયા અને ઘાસનું દુષ્કર એવું દોરડું બનાવ્યું. પડિયાદ્વારા દુખપૂર્વક જલ ખેંચીને પ્રથમ તેણીને પાયું અને છેવટે અતિ નિદંય તેણીએ મને આવા પ્રકારનાં કષ્ટમાં નાખ્યો. હું માનું છું કે-બગીચાની મધ્યે કોઈપણ પુરુષના સંકેતથી તેણી અલગ કારો સાથે ચાલી જશે. સ્ત્રીચરિત્ર ખરેખર ગહન છે. કપટી સ્ત્રીનું મન કયો પુરુષ વશ કરી શકે? એક આંખથી તે હસતી હોય છે, જ્યારે બીજી આંખથી તે રુદન કરતી જણાય છે. સમાચિત બુદ્ધિથી સ્ત્રી પંડિતોને પણ જીતી લે છે; અને ઉન્માદને પ્રગટાવવાને કારણે મદિરા કરતાં પણ વિશેષ ઘેલછા ઉત્પન્ન કરે છે. ખરેખર સ્ત્રીઓ જ સંસારના સર્વ પ્રકારનાં દુઃખનું મૂળ છે. તે જ ખરેખર સુખી છે કે જે બુદ્ધિમાન પુરુષ તેને ત્યાગ કરે છે. ધન તેમજ આ સ્ત્રી અને બીજી જે પાપકારી કાર્ય હોય તે સવન હે ત્રિવિધ વિવિધ ત્યાગ કરું છું. મને નમસ્કાર મહામંત્રનું શરણ હે ! આ લેક તેમજ પરલોકમાં મેં જે કંઈ પણ પાપ ઉપાર્જન કર્યું હોય તે સર્વની હું સિદ્ધ પરમાત્માની સાક્ષીએ નિન્દા કરું છું તેમજ ગહ કરું છું. સંસારમાં કામ કરતાં પૂર્વે જે કંઈ જીવને મેં દુઃખ આપ્યા હોય કે હણ્યા હોય તે સર્વ જીવોને હું નમાવું છું. હે આત્મન ! ચતુતિરૂપ આ સંસારમાં તે ઘણું જ દુઃખ સહન કરેલ છે, તે હમણાં સ્વકર્મના ફલસ્વરૂપ આ અલભ્ય દુઃખ પણ તું સહન કરી લે. ખરેખર તારા આત્મા સિવાય અન્ય કોઈ તારા મિત્ર નથી. જે તને મોક્ષફલની ઈચ્છા હોય તે તું સમતા ધારણ કર. સર્વ વસ્તુઓને વિષે રાગ અને દ્વેષનો સર્વથા ત્યાગ કર, કારણ કે આ સંસારમાં ફક્ત ધમ સિવાય બીજું કંઈ પણ આપણું નથી. અને તેથી જ શાશ્વત સુખના ઈચ્છક કેટલાક પુરુષે ચક્રવર્તીપણાને પણ ત્યાગ કરીને મુશ્કેલ એવું સંયમ વ્રત સ્વીકારે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com