________________
ધનશ્રીનું દંભીપણું.
[ ૨૫૭ ]
તારી સાથે આવીથ, કારણ કે માર્ગમાં કેઈપણ સ્થળે હું મારા સ્વામીને ત્યજી દઈશ. તારે નિઃશંક બનીને મારી પાછળ-પાછળ ચાલ્યા આવવું ભાતા સંબંધી તારે કોઈપણ પ્રકારની ચિન્તા ન કરવી, કારણ કે તે અમારી પાસે પુષ્કળ છે. તારે અમારી પાછળ-પાછળ ચાલ્યા આવવું.”
પ્રાતઃકાળે તે બંનેની પાછળ-પાછળ ગુપ્ત રીતે ચાલતાં તે રંટ ફેરવનાર યુવાને વિયાયું કે-“મારી પાસે તે કંઈપણુ દ્રવ્ય નથી, જ્યારે આ સ્ત્રી ધનવાન છે, તે મારે કોઈપણ પ્રકારે તેણીનો ત્યાગ કરવો ઘટતો નથી. દુરાચરણ સંબંધી તો વાત જ શી કરવી?” આ પ્રમાણે વિચારીને વિવેક વગરના તેણે ધનશ્રીનું કથન અંગીકાર કર્યું. સૌન્દર્યયુક્ત નવીન સ્ત્રી પ્રત્યે કેને ઉત્કંઠા ન હોય? આ પ્રમાણે તે યુવાન પુરુષની સાથે સંકેત કરેલી અને પિતાના સ્વામી ધનાવહ પ્રત્યે ઉદાસીન બનેલી ધનશ્રી કાન્વિત બનીને અશોક વૃક્ષ નીચે આવીને બેઠી.
ચાલ્યા આવતાં ધનાવહે દૂરથી જ તેણીને યુથથી ભ્રષ્ટ બનેલ હાથણીના માફક ચિન્તાથી શૂન્ય નેવવાળી અને ખિન્ન બનેલી જોઈ, તેની પાસે આવીને, મીઠાઈ વિગેરે મૂકીને તેણે કહ્યા કે-“ હે પ્રિયા ! ગિનીની માફક તું ઉદાસીન કેમ દેખાય છે? ” એટલે સંજમપૂર્વક ઊભી થઈને તે બેલી કે-“હે સ્વામિન ! તમે મોડા આવવાથી હું દુઃખી થઈ છું.” ત્યારે ભેળા ધનાવહે તેણીનું તે કથન સાચું માની લીધું અને તેણીનું આશ્વાસન આપ્યું. પછી દેવે ગુરુનું સ્મરણ કરીને ધનાવહે પ્રથમ ભોજન કર્યું. ધનશ્રીએ પણ પાછળથી સ્વાદરહિતપણે ભજન કર્યું. - લતામંડપમાં થોડો સમય વિશ્રામ લઈને, તડકે કંઈક ઓછો થયો ત્યારે ધનાવહે ધનશ્રીને કહ્યું કે-“ચાલો, આપણે જઈએ.” ધનશ્રીએ જણાવ્યું કે થાકને લીધે ચાલવાને હું સમર્થ નથી. ધનાવહે કહ્યું કે-“હે મુગ્ધા! આ ધન અનર્થકારક છે, માટે જલ્દી સ્વસ્થાને પહોંચી જવું એ જ ઉચિત છે.” એટલે ધનશ્રીની ઈચ્છા ન હોવા છતાં પણ તે ચાલી. રેટ હાંકનાર તે યુવાન પુરુષ પણ ધનાવહથી થોડે થેટે આંતરે દૂર રહીને ચાલવા લાગ્યા. - ધનશ્રી પોતાના સ્વામીને ત્યજી દેવાને ઉપાય ચિંતવવા લાગી અને ધનાવહના બેલાવવા છતાં પણ તેણી બોલતી નહોતી. તેનાથી વારંવાર બેલાવવા છતાં પણ તેણી તેની સન્મુખ જેતી ન હતી. એટલે ધનાવહે પૂછ્યું કે-“હે સુન્દર મુખવાળી ! તું હમણાં શા માટે વિપરીત મુખવાળી બની છે ? ” એટલે ક્રોધપૂર્વક તેણી બેલી કે-“તમે પારકી પીડાને લેશ માત્ર પણ જાણતા નથી. નિય! “હું થાકી ગઈ છુંએવું મારું વચન પણ તમે માન્યું નહીં.” ધનાવહે કહ્યું કે-“હે પ્રિયા ! મારે તે અપરાધ તું માફ કર, હવેથી તું જે પ્રમાણે કહીશ તે પ્રમાણે જ વર્તીશ.” ૩૩ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com