________________
કમલાકર રાજાએ કમલાની કરેલી અયોગ્ય માંગણી
[ રજણ ]
મારા પર પ્રસન્ન થઈને મારી સાથે લગ્ન કર.” કમલાએ જણાવ્યું કે-“ રાજા ભલે બીજી
વ્યક્તિઓનું અપહરણ કરે, પણ મારું હરણ કરી શકાશે નહિ.” કમલાનું આ કથન દાસીએ રાજાને જણાવવાથી ક્રોધી બનેલા રાજવીએ વિચાર્યું કે હવે મારે મતિસાર મંત્રીને અનર્થમાં પાડવો પડશે. તેમજ તેની રૂપથી ગવિત બનેલી પુત્રીને ભિન્નધર્મવાળા અને અનેક પનીવાળા પુરુષ સાથે પરણાવવી. * આ પ્રમાણે વિચારણા કરતાં રાજાને મતિસાર મંત્રીને કષ્ટમાં નાખવા માટે કમલગુપ્ત યુક્તિ બતાવી કે-“હે સ્વામિન ! તમારા શત્રુ ૨ પાસે પિતાના સેવકોને મોકલીને અતિસારે કહેવરાવેલ છે કે-જે તું હમણાં ચંપાનગરી પર, ચઢાઈ કરીશ તે સાત અંગવાળું રાજ્ય તને પ્રાપ્ત કરાવીશ. એટલે રણુકેતુએ સેવકજનેને પુષ્કળ દ્રવ્ય આપ્યું છે. મંત્રી પર આ આરોપ મૂકો અને તેવા અપરાધની ઉપેક્ષા કરવી.. જોઈએ નહિ.” ક્રોધી બનેલા રાજાએ તેને જણાવ્યું કે- મંત્રીનું સર્વસવ હરણ કરીને તેને તું બંદીખાનામાં નાખ.” કમલગુપ્ત તેમ કરવાથી નગરીમાં હાહાકાર વ્યાપી ગયે . - રાજાનું આ પ્રમાણેનું દુષ્ટાચરણ જાણવા છતાં પણ ધમબુદ્ધિવાળા મતિસારે વિચાર્યું કે- લક્ષમી ચપળ છે અને કઈ વ્યક્તિને સર્વ સમય સુખમાં જ વ્યતીત થાય છે ? ધર્મના તત્વને જાણવાવાળે મંત્રી બંદીખાનામાં કેટલાક દિવસો રહ્યા બાદ નૂતનમંત્રી કમલરુખે આવીને તેને જણાવ્યું કે-“મારા પ્રતિકુળપણમાં તારી આવા પ્રકારની દુઃખી દશા થઈ છે. " હવે આટલો સમય વીતી ગયો છે તે તું કમલાકર રાજવીનું કથન સ્વીકારી લે.” મંત્રીએ જણાવ્યું કે-“તું તારે રુચે તેવા ઉપાયો કર. શું તલના અસંખ્ય દાણાઓથી પણ મેરુપર્વતકંપાયમાન થાય ? ” મંત્રીના આવા સચોટ જવાબથી વિલખો બનીને કમલગુસ પિતાના આવાસે ચાલ્યો ગયો. - કમલાકર રાજવીની રત્નમાલા નામની માતાએ તેને જણાવ્યું કે-“હે પુત્ર! મતિ સાર મંત્રોનું તેં અપમાન કર્યું તે ઠીક ન કર્યું, કારણ કે એકાન્ત હિતસ્વી અને પિતાતુલ્ય પૂતે વંશપરંપરાગત મંત્રી તરીકે વિદ્યમાન છે, તે તું તેને બંદીખાનામાંથી મુક્ત કર." લખ્યા લોકોની વાતોને ન સાંભળ, કારણ કે તે મંત્રીની બીકને લીધે જ શત્રુરાજ આપણું * દેશના સીમાડામાં આવી શકતો નથી. તેને વિશેષ શું કહેવું ? મંત્રીને મુક્ત કર્યા બાદ જ હું ભોજન કરીશ.” રાજાએ મંત્રીને મુકત કરવાથી તે સ્વાવાસે ગયો અને ભેજનાદિ સામગ્રીના અભાવે પિતાના પરિવારને દુઃખી જતાં તેના પણ નેત્રોમાં અશ્રુઓ ઉભરાઈ આવ્યાં.
એકદા રાત્રિને વિષે કમલગુપ્ત રાજવીને જણાવ્યું કે “હે રાજન! જગતને વિષે જે પદાર્થો રત્નતુલ્ય હોય તેની માલિકી હમેશાં રાજાની જ ગણાય જે આપ અતિસાર મંત્રીની પુત્રી કમલાને પરણે તે જ તમારું “કમલાકર એવું નામ સાર્થક ગણાય.” પછી રાજવી સમક્ષ તેણીના રૂપનું એવું સુંદર વર્ણન કર્યું કે-રાજાને ત્રણ પહેરવાની તે રાત્રિ પણું સે પહોર જેવી લાંબી થઈ પડી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com