________________
.
સર્ગ અગિયારમા
શીરૂપી ચંદ્રના ઉદય થયે છતે જે તપરૂપી તેજ પ્રગટે તો અજ્ઞાનરૂપી ધકાર અત્યન્ત રીતે નાશ પામે કે જેથી તે અજ્ઞાનના ફ્રી પ્રાદુર્ભાવ જ ન થાય. તપની તુલ્યે આવી શકે તેવા ઢાઇ પણ પદાથ નથી કેમકે તપના પ્રભાવથી દુર્લભ એવી આમષૌષધિ પ્રમુખ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. સુરેન્દ્ર, અસુરેન્દ્ર અને રાજાએ જે શ્રેષ્ઠ પ્રકારનાં સુખા ભાગને છે તેને તમે તપરૂપી વૃક્ષના અસાધારણ પુષ્પરાશિપ જાણેા. તે તપના પ્રભાવનું અમે તે કેટલું વણ ન કરીએ કે જે તપના માહાત્મ્યથી નિકાચિત કર્મો પણ બળીને ખાખ થઈજાય છે. તપના ગુણ કરતાં ખીને કાઈપણ ગુણુ શ્રેષ્ઠ નથી, કારણ કે શ્રી જિનેશ્વર ભગવંતાએ પણ ક્ષય નહીં પામેલા કર્મોના ક્ષયને માટે તે તપશ્ચર્યાંનુ અવલ`ખન લીધેલુ' છે. આ સંબંધમાં તપશ્ચર્યાને કારણે તુષ્ટ અનેલ શાસનદેવીએ જેને સહાય કરી હતી તે નિર્મળ ભાશયવાળી કમલાનું દૃષ્ટાન્ત નીચે પ્રમાણે છે.
A
સ સમૂહથી શે।ભતી ભાગવતી નગરીની જેમ વિલાસી પુરુષષથી ચાલિત તેમજ પરપુરુષના આલિંગનથી રહિત સતી સ્ત્રીની માક દુશ્મનના આક્રમણ રહિત ચપા નામની નગરી છે. તે નગરીનુ ક્રિયા તેમજ નામથી શત્રુસમૂહરૂપી કપાસ તેમજ ધૂળને ઊડાવવામાં પવન સરખા સહાખલ નામના રાજા પાલન કરતા હતા. તે રાજવીને ત્યાગી, વિલાસી, પરાક્રમી અને રાજ્યની ધરાને વહન કરવામાં સમર્થ સાથક નામવાળા કમલાકર નામના પુત્ર હતા. વળી મતિસાર નામના બુદ્ધિમાન મંત્રી હતા કે જેના પર રાજ્યભાર સ્થાપીને રાજવી સ્વય' આનંદપૂર્વક રહેતા હતા.
એકઠા જગતને જીતવામાં કામદેવને સહાય કરવા માટે જ જાણે હાય તેમ વૃક્ષને વિકસિત કરતી વસંત ઋતુ આવી પહેાંચી. રાજા પણ અંતઃપુર સહિત ઉદ્યાનમાં ગર્ચા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com