________________
નંદયંતીએ શરૂ કરેલ દાનશાળા
[ ૨૩૧ ]
બાદ રથને તૈયાર કરીને, નંદયંનીને બેસાડીને, સેનાપતિ, મનહર વનની નજીકમાં રહેલા પોતાના ગામ તરફ ચાલી નીકળ્યો. તે વખતે ફલવાળા કેઈએક વૃક્ષ ઉપર કાગડો ધ્વનિ કરવા લાગ્યું એટલે સેનાપતિએ કહ્યું કે-“હે પુત્રી ! જ્યારે તને પુત્ર-પ્રાપ્તિ થશે ત્યારે તારા સ્વામી પણ આવી પહોંચશે.” તે વખતે શકુનની ગાંઠ બાંધીને નંદયંતીએ કહ્યું કે“હે પૂજ્ય! આપના કથન પ્રમાણે થાઓ.” બાદ સેનાપતિએ ઘરે આવીને પોતાની તિલકવતી પત્નીને કહ્યું કે “આ નંદયંતીને પુત્રી તથા જીવિત સરખી સાચવજે. મનથી કે વાણીથી તેને અંશ માત્ર દુભવીશ નહિ.” બાદ પિતાના સમસ્ત પરિવારને કહ્યું કે “જે કઈ નંદયતીની આજ્ઞા પ્રમાણે નહીં તે તેને હું શિક્ષા કરીશ.”
બાદ તેના ચિત્તની શાંતિ માટે દાનશાળા શરૂ કરી અને પોતે જ તેની શય્યા, સ્થાન વિગેરેની ચિન્તા કરવા લાગ્યો. તેણીને માટે નવાનવા આભૂષણે કરાવ્યા. સેવકવર્ગ પણ તેણીની દેવીની માફક ઉપાસના કરવા લાગ્યો. શિયલથી શેભિત સૌન્દર્યને કારણે લોકોને વિસ્મય પમાડતી નંદયતી દાન દેવામાં સાક્ષાત ક૫લતા સરખી બની. પોતાના સ્વામીને સંભારતી અને પોતાના ગર્ભનું રક્ષણ કરતી હતી. અત્યન્ત વિનયવતી તેણી સુખપૂર્વક સમય વીતાવવા લાગી.
આ બાજી પુત્ર વિયોગ અને પુત્રવધૂના કલંકથી દુઃખી બનેલ સાગરદનના દિવસે ધનવતી સાથે પસાર થવા લાગ્યા. વળી તે શ્રેષ્ઠી મનમાં વિચારવા લાગ્યો કે-“નિષ્કરણ શા માટે પાછો નહીં કર્યો હોય અથવા તો શું તેને વન મચ્ચે કઈ અકસ્માત નડ્યો હશે ? પત્ર સમુદ્રદત્ત સમુદ્રયાત્રાએ ગયો, મારા દુઃખને કલંકિત તેની પત્નીએ વધુ ગાઢ બનાવ્યું છે. વિનયદત્તની પુત્રીએ મારી પુત્રવધૂ બનીને આ કેવું અયોગ્ય કાર્ય કર્યું ? ખરેખર સ્ત્રી. ચરિત્ર ગહન (ન કળી શકાય તેવું) હોય છે.
આ પ્રમાણે દુઃખી બનેલ સાર્થવાહને તેની હરિણી નામની દાસીએ નમસ્કાર કરીને કદા કે હે સ્વામિન ! દેવી ધનવતી પૂછાવે છે કે-કોઈપણ સ્થળેથી નિષ્કરણને કંઈ સમાચાર આવ્યા ?” સાગરદત્ત જણાવ્યું કે-“ હે ભદ્રે ! તેની જ ચિન્તાથી હું દગ્ધ બની રહ્યો છું. તારી શેઠાણી અત્યારે કયાં છે?” હરિણીએ જણાવ્યું કે-“દેવીનું પૂજન કરીને, સ્વજન વગને ભોજન કરાવીને તે લતાગૃહમાં ગયા છે. “લતાગૃહમાં જવું તે ઠીક નહિ ?” એમ વિચારીને સાર્થવાહે હરિણીને કહ્યું કે-“ તેણીને બોલાવી લાવ.” હરિણીએ જઈને બોલાવેલ ધનવતીએ પૂછયું કે-“ શું કામ છે તે કહે.” હરિણીએ કહ્યું કે-“તે હું જાણતી નથી. એ ધનવતી વિચારવા લાગી કે “નિર્જન અને આપત્તિઓના સમૂહરૂપ જંગલમાં એકાકી મારી પુત્રવધુનું શું થયું હશે? હે પુત્રી ! તારા વિયેગને કારણે મેં મૃત્યુ પામવાને જે આરંભ કર્યો હતો તે દૈવયોગથી, સાર્થવાહનના બેલાવવાના કારણે નિષ્ફળ ગયે છે.” આ પ્રમાણે વિચારતી તેણી આવાસમાં આવીને, સાગરદત્તને પ્રણામ કરીને, ઉચિત આસન પર બેસીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com