________________
નંદયંતીને પિતાના મિત્રનેા મેળાપ
[ ૨૨૯ ]
પરંતુ સૌભાગ્યશાળી એવા તારી સાથે કોઇપણ ના મેળાપ ન થાય એવી બુદ્ધિથી પરસ્ત્રીનું પણ મેં ચિંતવન કર્યું નથી. તમારાથી તિરસ્કારાયેલી મારુ' મૃત્યુ થવાથી તમારું રહેવાનું સ્થાન ( મારુ' હૃદય ) નાશ પામશે તે હું સ્વામી ! મારું રક્ષણ કરો. હે કામદેવ સરખા સ્વરૂપવંત ! હે કામદેવને જીતનાર ! વિશ્વાસ પમાડનારા નિર્દે'ય પ્રેમી અને મશ્કરી કરનાર લેાકેાની નજીકમાં તું રહે છતે જાણે તું વજ્રથી ઘડાયા હેાય તેમ જણાય છે, કારણ કે
આ પ્રમાણે વિલાપ કરતી મને તું જવાબ પણ આપતા નથી. ખરેખર ક્ષણમાત્રમાં નાશ પામનાર કર્માંની વિચિત્રતાને ધિક્કાર હા ! વિશાળ વિમાન સરખા મારા આવાસ કયાં અને આ ભચંકર અરણ્ય ક્રાં ? હું પૂજ્ય નિષ્કરુણ ! મને જવાબ આપે।. હું વનદેવી ! મારી રક્ષા કરા, રક્ષા કરે.”
આ પ્રમાણે વિલાપ કરતી તે રુદન કરવા લાગી કે જે સાંભળીને પશુ-સમૂહ પણુ રુદન કરવા લાગ્યા. વળી આ રુદ્ઘન સાંમળીને નિષ્કરુણુ વિચારવા લાગ્યા કે-- ગરીબડી અને પવિત્ર નંદચંતીને મેં દુઃખરૂપી સાગરમાં ધકેલી દીધી છે. ઉચ્ચ કુળમાં જન્મેલી તેણી પેાતાના શિયલથી લેશ માત્ર ચલાયમાન થતી નથી. ભક્ષણ કરવા આવેલે સિહુ પણ તેના શીલના પ્રભાવથી તેણીને ત્રણ પ્રદક્ષિષ્ઠા આપીને ચાલ્યા ગયા, તે હું જાણું છું. શીલવંત પુરુષને શું શું પ્રાપ્ત ન થાય ? નંદયંતીના સાસુ-સસરા વૃદ્ધ વયને કારણે વિપરીત બુદ્ધિવાળા અન્યા જણાય છે કે જેથી મૂઢ એવા તેઓએ નિમળ આચરણવાળી નદયંતીને કલંક આપ્યુ. અલ્પ પુણ્યવાળા તેઓએ પેાતાના ઘરમાંથી વત્સ યુક્ત કામધેનુ સરખી ન ́યંતીને હાંકી કાઢી છે. હું કાઇ પણ રીતે આના ત્યાગ કરીશ નહી'.’
નિષ્કરુણ આ પ્રમાણે વિચારી રહ્યો હતા તેવામાં તે અરણ્યમાં કેઇએક સેનાપતિ શિકારનીે માટે આવ્યે ત્યારે તેના સેવકે તેને જણાવ્યુ` કે− હે સ્વામિન ! અહીં કરુણ રુદનધ્વનિ સ'ભળાય છે. ” સેનાપતિએ પણ તે ધ્વનિ સાંભળીને જજીાવ્યુ` કે- તે સ્ત્રી સત્ત્વશાલી અને સગર્ભા જણાય છે. ’” સેવકે પૂછ્યુ... ૐ—“ હું સ્વામિન્ ! આપે કઇ રીતે તે જાણ્યુ' ? ' સેનાપતિએ જણાવ્યુ' કે− તેણીના આ સ્પષ્ટ દેખાતા પગલાં શુ તારા જાણવામાં આવતા નથી ? તેણીનું શરીર સુકામળ હાવાને કારણે તેને ધ્વનિ ટીટોડીના સ્વર જેવા અને ઊંચાનીચા શ્વાસેાશ્વાસવાળા છે તેથી તે સગર્ભા જણાય છેતેા હું તેણીને જોઉં. ના, ના અત્યારસુધી મેં પરસ્ત્રીનું મુખ જોયુ' નથી, તે તું જા અને તપાસ કર કે તેણી કેણુ છે અને શા માટે રુદન કરે છે ?'
સેવકે જઈને નંદયંતીને “ હું આયે ! ” એ પ્રમાણે ખેલાવી કે જેથી તેણી ભયને કારણે ક’પી ઊઠી, નિષ્કરુણે પણ વિચાયું કે “નંદયંતીને ચાર લેાકાએ ઘેરી લીધી જણાય છે, તે હવે હું શું કરું ? સાગરદત્ત સાથવાહની નિર્દયતા તે જુએ કે જેણે આવા પ્રકારના ન પાર કરી શકાય તેવા કષ્ટમાં મને વૃદ્ધને તેમજ આ ખાલિકાને નાખ્યા, ” તેવામાં સેવકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com