________________
[ ૨૩૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧મે બેલી કે-“શું કોઈપણ સ્થળેથી નિષ્કરુણના સમાચાર આવ્યા?” સાગરને કહ્યું કે “કશા સમાચાર આવ્યા નથી અને તેથી નીચે પ્રમાણે ત્રણ પ્રકારના તાપથી હું બળી રહ્યો છું (૧) પુત્રને વિયેગ, (૨) પુત્રવધૂનું કલંકિતપણું અને (૩) નિષ્કરણના સમાચારને અભાવ. તેથી હું જીવી શકું તેમ નથી.
તમે મને હમણાં શા માટે લાવી?” એ ધનવતીએ પૂછવા છતાં સાગરદત્ત મૌન રહ્યો એટલે ધનવતી ગદગદ્દ વાણીથી બોલી કે
હે સાર્થવાહ ! કારણ કહો.”
સાગરદન-લક્ષમી ચંચળ છે, પુત્રવધૂ કલંકિત બની છે, તે હવે હું વનમાં જવા ઈચ્છું છું.”
ધનવતી-ત્યાં વળી કઈ જાતનું સુખ મળવાનું છે?
સાગરદત્ત–વનમાં વસવાથી સ્વજનની ચિન્તા નહીં થાય તેમજ હર્ષ અને શક પણ નહીં થાય, તેથી વનવાસથી સુખની પ્રાપ્તિ થશે.
ધનવતી હું પણ તમારી સાથે આવીશ. સાગરદત્ત–વનમાં આપણે બંને સાથે કેમ રહી શકીશું? ધનવતી–(નીચું મુખ રાખીને) શું બધી સ્ત્રીઓ સરખી હોય છે?
સાગરદત્ત–બધી સ્ત્રીઓ સરખી નથી હોતી. કેટલીક સ્ત્રીઓ નામમાત્રથી પવિત્ર કરનારી હોય છે.
ધનવતી–હે સ્વામિન! શું તમે ખરેખર વનમાં જશે? સાગરદત્ત—તે વાત સાચી જ છે. ધનવતી–હું તમારી સાથે જ આવીશ. સાગરદાતારે મારી પાછળ ન આવવું જોઈએ. ધનવતીશું તમે મને તજી દીધી છે? સાગરદન–હા, મેં તારે ત્યાગ કર્યો છે. ધનવતી–સાર્થવાહ, આ શું બોલી રહ્યા છે?
ઉપર પ્રમાણે બેલીને ધનવતી મૂછ ખાઈને પડી ગઈ અને હરિણી દાસીએ ઉપચાર કરવાથી તેણે સચેત બની. પછી પિતાની શેઠ-શેઠાણીને અશથી ફિક્કા પડી ગયેલા મુખને જોઈને હરિણી ઝારીમાં પાણી લેવા માટે નીચલે માળે ગઈ તે વખતે હાથમાં લેખ લઈને આવતે શર સેવક તેની દષ્ટિએ પડો એટલે હરિણીએ તે હકીકત શેઠાણીને જણાવતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com