________________
નંદયંતીને આપઘાતનો સંક૯૫.
[ ૨૩૯ ]
પોતાની કુલદેવીની ઈષ્ટ માનતા કરવા લાગ્યા. જોરાવર પવનથી પ્રેરાયેલું તે વહાણુ પર્વતના કિનારા સાથે અથડાઈને ભાંગી ગયું, અને વહાણમાં રહેલી વસ્તુઓ સાગરના તળિયે પહોંચી ગઈ..
વસુમિત્ર આ પ્રમાણે કહી રહ્યો હતો તેવામાં નંદયંતી બેલી ઊઠી કે-“અરે! બચાવો. બચાવે. જે વહાણ ભાંગી ગયું તે આર્યપુત્ર મૃત્યુ પામ્યા હશે.” આ પ્રમાણે બે લતી મૂછ પામી અને શીતોપચાર કર્યા બાદ સચેતન થતાં સેનાપતિએ કહ્યું કે-“હે પુત્રી ! આ હકીકત તે ભૂતકાળની છે.” વંદયંતીએ કહ્યું કે-“હે પૂજ્ય! તેવી સ્થિતિમાં સમુદ્રમાં તેઓ પડ્યા તે હકીકત તે મેં જાણી.”
બાદ વસુમિત્ર બોલ્યો કે “ મગરમચ્છ બધા લોકોને ખાઈ ગયા અને કુલદેવીનું મ. રણ કરતો હું સમુદ્રના કિનારે પહોંચ્યો. મેં વિચાર્યું કે-“મિત્ર સમુદ્રદત્ત મૃત્યુ પામ્યો હશે, તે તેના સિવાય મારા જીવતથી શું? વળી મેં વિચારણા કરી કે-મારી માફક કુલદેવીએ તેને પણું જીવાડ્યો હશે, એ પ્રમાણે વિચારીને ભ્રમણ કરતાં મે સમુદ્રદત્તને જોયા. તેને ગાઢ આલિંગન આપીને, દેવની વિચિત્રતાને વિચાર કરીને અમે ચાલી નીકળ્યા. પુલિન્દક નામના ગામમાં અમે એક સાથે જોયો એટલે તેની સાથે અમે ચાલ્યા, તેવામાં મદોન્મત્ત હાથીએ તે સાર્થમાં ભંગાણ પાડયું. હું મારા મિત્રથી જુદો પડી ગયો અને વિપ્નની શંકા કરતો નાશી નીકળ્યો. તેવામાં મને સમાચાર મળ્યા કે સમુદ્રદત્ત આગળ ગયો છે અને તે કુશળ છે; તે તું તેની પાછળ , એટલે તેની પાછળ નીકળેલ હું વિધ્યાટવીમાં ભૂલે પડ્યો, અને ત્યાંથી અહીં આવતાં મને પાંચ દિવસ થયા છે એટલા સમયમાં તો મારો મિત્ર તામ્ર લિસિનગરીએ પહોંચી ગયો હશે.”
નંદયંતીએ જણાવ્યું કે “મારા પુણ્યને કારણે આર્યપુત્રની સમુદ્ર સંબંધી તથા મદોન્મત્ત હસ્તીની બંને આફતો દૂર થઈ ગઈ ” સેનાપતિએ કહ્યું કે-“ નંદયંતીએ અઠ્ઠમ તપ કરેલો છે, તે તે વસુમિત્ર! તું થાકી ગયો હઈશ તે હવે ભજન કરી લે.” તે વખતે વસમિત્રે પૂછયું કે- નંદયંતી અહીં કઈ રીતે આવી ? ” એટલે નિષ્કને તેના કાનમાં સઘળી હકીકત કહી સંભળાવી. વસુમિત્ર છે કે-“સાગરદત્ત સાથે વાહનો આ કઈ જાતને મતિભ્રમ?” પછી તેણે ભોજન કર્યું અને નંદયંતીએ તેને પિતાની પાસે રાખે.
કોઈએક વખત નંદયંતી વિચારવા લાગી કે-“મારા સ્વામી જીવતા જણાતા નથી. વસુમિત્રનું કથન માત્ર આશ્વાસનરૂપ જણાય છે. પુત્રના મુખદશનથી હું ખરેખર કૃતાર્થ બની છું, તે હુ નજીકમાં રહેલા પર્વતના શિખર પરથી ઝંપોપાત કરું.” બાદ રાત્રિ સમયે નીક નીને ખિન્ન મુખવાળી અને દિશાને નહીં જાણતી અટવીમાં તે ચાલવા લાગી. સ્વામી પ્રત્યેની આસક્તિને લીધે ભૂલી પડેલી નંદવંતી થાક ખાઈ ખાઈને ચાલવા લાગી. તેવામાં શીકાર કરતાં બે પાપી ભીલ દ્વારા તેણી જેવાઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com