________________
સમુદ્રદત્તને પૃપાપાત કરવાનો નિશ્ચય.
[ ૨૪૧ ].
કે “હે મહાભાગ્યશાળી! તમે મારા પરમ ઉપકારી છે, તે હમણાં નિધન એવો હું તમારા માટે શું કરું? તામ્રલિસી નગરીના નિવાસી એવા મારા (સમુદ્રદત્તના) તમે અતિથિ થજો.” આ પ્રમાણે બેલીને, જાણે પોતે પુનર્જન્મ પ્રાપ્ત કર્યો હોય તેમ તે શીઘ તે સ્થળેથી નાસી છૂટયો.
પછી નંદયંતીની ચરણપંક્તિવાળા સ્થળે આવીને નંદયંતીના નેત્રથી પગલે-પગલે . ભીંજાયેલ પૃથ્વીને જતો, પ્રિયાના સ્થળે થોડી વાર આરામ લઈને આગળ વધતા તેણે, પરસ્પર યુદ્ધ કરીને મૃત્યુ પામેલા બંને ભીલને જોઈને વિચાર્યું કે-“ અહીં તો પ્રિયાને અનર્થ થયો જણાતું નથી, જતી એવી તેણીની આ ચરણપંક્તિ તેનું કુશળ સૂચવી રહી છે.” બાદ આગળ વધતાં, હસ્તીની ચરણ પંક્તિને જોઈને, ભયભીત બનેલ તે પુનઃ વિચારવા લાગ્યો પણ પર્વતની તળેટી પાસે જતાં નંદયંતીની ચરણપતિ ફરી વાર જઈને તેણે નિશ્ચય કર્યો કે–વનહસ્તીએ મારી પ્રિયાનું હરણ કર્યું જણાતું નથી.” બાદ પત્થરને કારણે પગલાં નહીં પડવાથી તેમજ સરી પડેલાં પગના કડલાંને જોઈને આગળ ગયેલા તેણે “હે પ્રિયા નંદયંતી! ” એ ઉચ્ચાર કર્યો.
ઉપર પ્રમાણેને શબ્દ સાંભળીને નંદયતી પણ વિચારવા લાગી કે-“ આ વનિ મારા પ્રિયતમના શબ્દ સરખે જણાય છે. ખરેખર આ મત્યે લોક ઘણે જ માયાવી જણાય છે. અહીં મારા સ્વામી કયાંથી હોઈ શકે?” તેવામાં કરી પણ તે જ શબ્દ શ્રવણ થવાથી તેણીને શરીર-કંપ થયે, મરજી વિકસ્વર બની ગઈ, ડાબું નેત્ર અને હોઠ ફરકવા લાગ્યા ઈત્યાદિક શુભ સૂચનો થવા લાગ્યા, પરંતુ પ્રિયતમની અસંભાવના કરતી તે પર્વતના એક શિખર પર ચઢી.
આ બાજુ સમુદ્રદત્ત પણ તેણીને જોઈને હર્ષ પામ્ય અને વિચારવા લાગ્યું કે હવે હું શું કરું?” પછી તે પણ તેણે ન જોઈ શકે તેવી રીતે એક તરફ ઊભે રહો. નંદયંતી પણ કછટા બાંધીને બેલી કે-“હે સિન્ધદત્ત! તારા મુખને જેવાથી પ્રગટતું સુખ મને લાંબા સમયથી પ્રાપ્ત થયું નથી. હમણાં પણ મને તારો વિયોગ છે, તે હે પૂર્ણિમાના ચંદ્ર સરખા મુખવાળા ! તારી પણ શી દશા હશે?” ત્યારે સમુદ્રદત્તે વિચાર્યું કે-“આ સ્ત્રી દુરાચારિણુ જણાય છે. તેણી તે સિધુદત્તને માટે સંતાપ અનુભવી રહી છે. તેની સાથે નાશી છૂટેલી તેણી તેનાથી વિખૂટી પડીને જંગલમાં આવી પડી જણાય છે. ખરેખર ચંચળ સ્ત્રીસ્વભાવને ધિક્કાર છે. જે હું સમુદ્ર, વનહસ્તી અને ભીલથી હણાયો હોત તો સારું થાત. પિતાના પ્રિયજનને બીજા પ્રત્યે અતિ અનુરાગી બનેલ જેવું તે ખરેખર દુસહ્ય દુખ છે દેવ! તારી પાસે હું બીજી કઈ પણ પ્રાર્થના કરતો નથી. ફક્ત મારી પ્રાર્થના એટલી જ છે કે-પર્વત પરથી ઝંપાપાત કરતાં મને તું સહાય કર. જ્યાં સુધી હું નંદયંતીને જોઈ શકું ત્યાં સુધી પૃપાપાત કરવાથી અટકે. ?? ૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com