________________
વસુમિત્ર અને નંદયંતીનો મેળાપ.
હું મારી પુત્રવધૂની તપાસ કરીશ અને જે તેણી મને પ્રાપ્ત નહીં થાય તે રીહત્યા અને બાળહત્યાના પાપથી મલિન બનેલા મારા દેહને ત્યાગ કરીશ.
આ પ્રમાણે કહીને અટકાવવા છતાં પણ સાર્થવાહ સાગરદન ગૃહમાંથી બહાર ચાલી નીકળ્યો. આ રીતે અનાથની માફક એકલે વિચરતે સાર્થવાહ સર્વ સ્થળે લોકોને નંદનો સંબંધી સમાચાર પૂછવા લાગ્યો.
આ બાજુ, સુલક્ષણવાળા પુત્રને ગર્ભમાં ધારણ કરતી, શૃંગાર વિનાની, પતિનું સ્મરણ કરતી અને પવિત્ર નંદયંતી પોતાના અટવી સંબંધી દુઃખને યાદ કરીને, અટવીમાં ભૂલા પડેલા રંક જનને દાન દેતી સુખપૂર્વક સમય વ્યતીત કરવા લાગી. કાળક્રમે પુત્રજન્મ બાદ, પુત્રે સ્તનપાન છેડયું ત્યારે અઠ્ઠમની તપશ્ચર્યાને પારણે દાસીને જણાવ્યું કે-સેવકોને મોકલીને અતિથિઓને બેલાવ, દાસીદ્વારા મોકલાએલ સેવકો એક વૃદ્ધ, એક યુવાન અને ત્રીજે વસુમિત્ર-એ ત્રણ વ્યક્તિને લઈ આવ્યા.
તે ત્રણે ઉચિત સ્થાને બેઠા એટલે વસુમિત્રે વિચાર્યું કે “સદ્દભાગ્યની વાત છે કેપાંચમે દિવસે વગર માંગ્યે ભેજન મળ્યું. વસુમિત્રને જોઈને યુવાન પુરુષે વૃદ્ધને જણાવ્યું કે- આ વ્યક્તિ વાચાળ જણાય છે. તે આપણને આ સ્થળે વિનકારક નીવડશે. હું માનું છું કે-આપણું ભેજન સારી રીતે થશે નહીં.” વૃદ્ધ પુરુષે જવાબ આપે કે-“તારું અનુમાન સાચું જણાય છે.”
દાસીએ નંદયંતીને જણાવ્યું કે “ત્રણ અતિથિઓ આવ્યા છે. ” નદયંતીએ દાસીને કહ્યું કે “તું પૂછી જે કે ક્યા ક્યા સ્થાનથી તેઓ આવ્યા છે?” દાસી પૂછીને નંદયંતી પાસે આવી એટલે યુવાન અને વૃદ્ધ બંનેએ આશીર્વાદ આપે કે-હે પુત્રી ! તે જય પામ. વસુમિત્ર તે મૌન જ રહ્યો. દાસીએ નંદયંતીને જણાવ્યું કે-“આ વૃદ્ધ પુરુષ મથુરાથી આવેલ છે.” ત્યારે “પૂજય વ્યક્તિના આવાસભૂત મથુરા નગરી છે.” એ પ્રમાણે બલીને નંદયંતીએ તે વૃદ્ધ પુરુષની પૂજા કરી. બાદ દાસીએ જણાવ્યું કે “આ યુવાન પુરુષ કાંચીપુરી નગરીથી આવેલ છે.” એટલે “તે નગરી સર્વ નગરીઓમાં શ્રેષ્ઠ છે.” એમ બોલીને તે યુવાન પુરુષની પુથી પૂજા કરી. પછી દાસીએ જણાવ્યું કે-“આ ત્રીજી વ્યક્તિ તામ્રલિપ્તિ નગરીથી આવેલ છે.” એટલે નંદયંતી કંઈક હર્ષ અને શરમથી બેલી કે-“આ વ્યક્તિ મારા સાસરાના નગરમાંથી આવેલ છે એટલે મારે તેની વિશેષ પ્રકારે પૂજા કરવી જોઈએ. ” એ પ્રમાણે કહીને પુષ્પાદિ અધ્ય સામગ્રીવાળી નદયંતી જેવામાં સુખપૂર્વક તેને નિહાળે છે તેવામાં બેદપૂર્વક જાણયું કે આ વ્યક્તિ તે વસુમિત્ર જેવી જણાય છે. આ પ્રમાણે ખેદચુત બનેલ તેણીના હાથમાંથી પુષ્પની માળા પડી ગઈ. આ બાજુ વસુમિત્રના હાથમાંથી લાકડાનો દંડ પડી ગયો. વસુમિત્રે કહ્યું કે-“હે સ્વામિનિ ! તમે લાંબા વખત સુધી વિજય પામે ! '' નદયંતીએ વિચાર્યું કે “ આને અવાજ વસુમિત્રના દવનિ જેવું જણાય છે.” વસુમિત્રે વિચાર્યું કે “જરૂર આ ચારિત્રશીલ નંદયંતી જણાય છે તે હવે મારે અહીં ભજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com