________________
[ ર૩૬ ]
શ્રી શેયાંસનાથ ચરિત્ર-સગ ૧૦ મે હંસિકા–વસુમિત્રની સાથે સમુદ્રદત્તને મેં જોયા. સાગરદર–અરે પાપિણી! તે જ વખતે તે હકીકત તે મને શા માટે ન જણાવી
હંસિકા–હે પૂજ્ય! નંદયંતીએ મને પોતાના સેગન આપ્યા હતા કે–તારે આ હકીકત કેઈને ન જણાવવી. હે સ્વામિન્ ! અત્યારે જ આ વાત આપને જણાવું છું.
ઉપર પ્રમાણે હકીકત સાંભળીને સર્વ એકી સાથે જ માટે સ્વરે રુદન કરવા લાગ્યા, એટલે હંસિકાએ પૂછયું કે-“ અરે પૂજ્ય માત-પિતા ! આ શુર વારંવાર શા માટે રુદન કરી રહ્યો છે?” એટલે સાર્થવાહની સૂચનાથી શરે નંદયંતી સંબંધી સમાચાર તેણીના કણમાં કહા એટલે તેણી પણ વિલાપ કરવા લાગી કે-“હે સ્વામિનિ. હે સેવક વર્ગ પ્રત્યે સ્નેહ રાખનાર . ગુણસમૂહનાં સાગર સમાન ! હે દેવી! હવે તમારા વિના પુણ્યહીન એવી મારો કેણ આધાર બનશે? હે સાર્થવાહ! તમે પણ આવું અવિચારી કાર્ય શા માટે કર્યું?”
સાગરદન–દેવે મને છેતર્યો છે, હવે હું ઘરને ત્યાગ કરીશ. ધનવતી–હે સ્વામિન ! તમે શું ધાર્યું છે?
સાગરદર–હે પ્રિયા ! તેવું કંઈ નથી. અવિચારી માણસને જે કરવું ઘટે તે હું કરીશ.
ધનવતી–પુત્રને સમુદ્રની સફરેથી પાછે તે આવવા દો. . .
સાગરદત્ત–હે પ્રિયા ! તે મને નંદયંતી સંબંધી પૃચ્છા કરે તે પાપી એ હું શું જવાબ દઉં?
ધનવતી–તે હું પણ તમારી સાથે જ વનમાં આવીશ. સાગરદન–હે પ્રિયા! તું મને શા માટે વારંવાર દુભવે છે? ધનવતી–પાછળ રહીને ગૃહસ્થાશ્રમમાં મારે શું કરવું?
સાગરદત્ત-દેવીની પૂજા કર, દાન દે, તપશ્ચર્યા કર અને પૂજવા લાયક વ્યક્તિની પૂજા કર કે જેથી કોઈપણ પ્રકારે તારું કલ્યાણ થાય. હે શૂર ! સમુદ્ર-યાત્રાથી પાછા ફરેલા સમુદ્ર દત્તને તારે મારું વચન જણાવવું કે–હે પુત્ર ! હે વિનયશિરોમણિ ! ક્રોધને ત્યાગ કર. તારી માતાના કથનથી મેં આ અકાર્ય કરેલ છે, તે ધીરજ ધારણ કરીને સમયને યોગ્ય કાર્ય તું કરજે. વિશેષ શું કહું? જે કાંઈ પણ મારું પુણ્ય હોય તે ભાભવને વિષે તારા જે વિનયશીલ અને બુદ્ધિમાન પુત્ર મને પ્રાપ્ત થજે. જે હું અવિચારી, ક્રૂર અને ક્રોધાન્ય બન્યા તેમ હે પુત્ર! તું બનીશ નહિ. '
શર–સ્વામિન ! હવે તમે કયાં જશે? સાગરદત્ત– હું સંન્યાસી બનીને નગર, ગામ, આકર, નદી, નેશ કે લતાકુ જેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com