________________
⭑
શૂરે તથા હંસિકાએ સમુદ્રદત્ત અને નČયંતીના મિલાપનેા કરેલ ખુલાસા.
[ ૨૩૫ ]
હતા તેવામાં મિત્ર સહિત સમુદ્રદત્તે આવાસમાં પ્રવેશ કર્યાં. ચારની શકાથી મેં ઉચ્ચ સ્વરે તેઓને પડકાર્યો ત્યારે સમુદ્રદત્ત મને જણાવ્યું કે હું શૂર! એ તે હું છું. તું ઉચ્ચ સ્વરે ન ખાલ. ',
સાગરદત્ત શૂરને વચ્ચે જ પૂછ્યું કે તેનું આગમન તે' મને શા માટે ન જણાવ્યું ? શૂર-લાંચ તરીકે વી’ટી આપીને તેણે મને ખેલતા ખધ કર્યો હતા.
સાગરદત્ત-તે વીંટી તું મને ખતાવ.
શૂર—લાવીને અતાવીશ.
સાગરદત્ત—કાંથી લાવીશ ?
શૂર---તમારા આદેશથી મથુરાપુરી જવાની ઇચ્છાવાળા મે' તે ધનપાળ ખજાનચીને આપી છે.
એટલે હરણી દાસીદ્વારા સાગરદરો તે વી'ટી મગાવીને, તેને જોઈને, મૂર્છા પામ્યા. ચેતના પ્રાપ્ત થયા બાદ પાપકૃત્યને કારણે તે શ્રેષ્ઠી વિલાપ કરવા લાગ્યા. “ હે પુત્રી ! પેાતાના વંશમાં ધ્વજ સમાન ! હે મહાસતી નદયંતી ! તું. આ વીંટીને કારણે પવિત્ર છે. ચાંડાલની જેવા આચરણવાળા મારી હવે કઈ રીતે શુદ્ધિ થશે ? લેાકેા સાચું જ કહે છે કે ઘડપણમાં બુધ્ધિના ફેરફાર થાય છે. હજી પણ મારું મન વનવાસ સ્વીકારવાને શા માટે તૈયાર થતું નથી ? હે શૂર ! ખરેખર, આ સત્ર પાપકા તે જ મને કરાવ્યું છે. ” ત્યારે શ્રે જણાવ્યું કે- તે વખતે ન દયંતીના આવાસમાં પ્રવેશ કરતી હુંસિકાને મે જોઈ હતી. તે આપને સવ હકીકત જણાવશે તેમ મેં માન્યું હતું.’
તે સમયે જેવામાં સા་વાહ સાગરદત્ત હંસિકાને ખેલાવી લાવવા માટે હિરણીને આજ્ઞા આપે છે તેવામાં હ'સિકા પોતે જ શૂરને મળવાને માટે તેમજ નંયતીના કુશળસમાચાર જાણવા માટે તે સ્થળે આવી પહેાંચી, સાગરદત્તને નમસ્કાર કરીને તેણી ઊભી રહી એટલે સાથ વાહે તેણીને પૂછ્યું કે-“હે ભદ્રે ! સમુદ્રદત્તે કયે દિવસે પ્રયાણ કર્યું તે તને યાદ
છે કે કેમ ?
હસિકા—મને કઈક યાદ છે.
સાગરદત્ત—તે રાત્રિએ તું કયાં ગઈ હતી ?
હસિકા—ઉદ્યાનમાં, પ્રિય‘ગુલતા સાથે અશેાકદત્તના ન ંદયંતીએ વિવાહ કર્યાં બાદ તેણીએ મને જવા માટે આજ્ઞા આપીને કહ્યું કે-તુ' જા, હું' પાછળથી આવુ' છું. પણ તેણીને આવવામાં ઢીલ થવાથી હું ફ્રીથી ઉપવનમાં ગઇ. જેવામાં ઉદ્યાનમાં હું પ્રવેશ કરું છુ તેટલામાં તા............
(આ પ્રમાણે કહીને શરમને અંગે હુ'સિકા મૌન રહી એટલે) સાગરદત્ત તું શા માટે શરમાય છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com